
ક્લાઉડફ્લેરના સર્વર પર મોટા ટેકનિકલ આઉટેજને કારણે ભારત સહિત વિશ્વભરમાં અનેક ઓનલાઈન સર્વિસ પર અસર પડી. આઉટેજની સીધી અસર Zerodha, Angel One અને Groww જેવા મુખ્ય ટ્રેડિંગ પ્લેટફોર્મ પર પડી, જ્યાં યુઝર્સ લોગ ઇન કરી શક્યા નહીં તેમજ ટ્રેડ કરી શક્યા નહીં.
શુક્રવારે ક્લાઉડફ્લેરમાં સર્વર આઉટેજ થયું, જેના કારણે વિશ્વભરમાં ઓનલાઈન સર્વિસ ખોરવાઈ ગઈ. ભારતમાં Zerodha, Angel One અને Groww જેવા ટ્રેડિંગ પ્લેટફોર્મ પ્રભાવિત થયા, જેના કારણે ટ્રેડિંગ પ્લેટફોર્મ ડાઉન થયા.
ક્લાઉડફ્લેર પર આધાર રાખતી બેકએન્ડ સિસ્ટમ્સ અને API સાથે કનેક્શન ગુમાવવાને કારણે યુઝર્સ લોગ ઇન કરી શક્યા નહીં, ટ્રેડ કરી શક્યા નહીં અને લાઈવ માર્કેટ ડેટા જોઈ શક્યા નહીં. કંપનીએ “ઇન્ટરનલ સર્વિસમાં ઘટાડો”ની જાણ કરી, જેના કારણે અનેક ક્ષેત્રો અને ઉદ્યોગોમાં ભારે કનેક્ટિવિટીની સમસ્યાઓ સર્જાઈ.
ઝેરોધાએ આઉટેજની પુષ્ટિ કરતા કહ્યું કે, “ક્લાઉડફ્લેરમાં ડાઉનટાઇમને કારણે કાઈટ પ્લેટફોર્મ હાલમાં ઉપલબ્ધ નથી.” તેમણે ગ્રાહકોને સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ટ્રેડ કરવા માટે કાઈટના વોટ્સએપ બેકઅપનો ઉપયોગ કરવાની સલાહ આપી.
આ આઉટેજના કારણે ક્લાઉડફ્લેર પર આધારિત બધી સર્વિસમાં નોંધપાત્ર અડચણ આવી રહી છે. ક્લાઉડફ્લેર ઇન્ટરનેટ સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ અને ડેટા ડિલિવરી પૂરી પાડે છે. આથી, જ્યારે તેની સિસ્ટમ્સ ડાઉન થઈ ગઈ, ત્યારે ફિનટેક પ્લેટફોર્મ, વેબસાઇટ્સ અને કોર્પોરેટ ટૂલ્સ ખોરવાઈ ગયા.
શેરબજાર ખુલતા જ થોડા સમય માટે ટ્રેડિંગ ખોરવાઈ ગયું હતું અને યુઝર્સને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જો કે, ક્લાઉડફ્લેરે સુધારા કર્યા અને સર્વિસ સામાન્ય થઈ ગઈ.
તાજેતરના મહિનાઓમાં ક્લાઉડફ્લેર સાથે જોડાયેલી આ બીજી મોટી આઉટેજ છે. અગાઉના આઉટેજને કારણે ઇન્ટરનેટના મોટા ભાગોમાં Temporary Interruption આવ્યું હતું, જેના કારણે X, ChatGPT, Letterboxd અને Downdetector જેવા પ્લેટફોર્મ પણ પ્રભાવિત થયા હતા. ક્લાઉડફ્લેર આધુનિક ઇન્ટરનેટને પાવર આપે છે, તેથી નાની ટેકનિકલ ખામી પણ સમગ્ર વિશ્વમાં એકસાથે અનેક સર્વિસ ડાઉન કરી શકે છે.
Published On - 8:40 pm, Fri, 5 December 25