Yes Bank-DHFL Case : CBIએ DHFL કૌભાંડમાં સપ્લીમેન્ટ ચાર્જશીટ ફાઇલ કરી

|

Jul 26, 2022 | 12:06 PM

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ યસ બેંક-ડીએચએફએલ કેસ (Yes Bank-DHFL Case)માં સપ્લીમેન્ટ ચાર્જશીટ દાખલ કરી છે. અવિનાશ ભોસલે અને અન્ય છ કંપનીઓ વિરુદ્ધ આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

Yes Bank-DHFL Case : CBIએ DHFL કૌભાંડમાં સપ્લીમેન્ટ ચાર્જશીટ ફાઇલ કરી
DHFL-Scam

Follow us on

યસ બેંક DHFL કૌભાંડ (Yes Bank-DHFL Case)માં CBI દ્વારા નવી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ આ ચાર્જશીટમાં અવિનાશ ભોસલે, સત્યમ ગોપાલદાસ ટંડન, મેટ્રોપોલિસ હોટેલ્સ એલએલપી, એબીઆઈએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ, એબીઆઈએલ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડ, અરિંદમ ડેવલપર્સ એલએલપી, અવિનાશ ભોસલે ગ્રુપ, ફ્લોરા ડેવલપમેન્ટ લિમિટેડના નામ આપ્યા છે. સીબીઆઈની નવી ચાર્જશીટમાં અવિનાશ ભોસલે ઉપરાંત અન્ય છ કંપનીઓ છે.

અગાઉ મેના છેલ્લા સપ્તાહમાં અવિનાશ ભોંસલેની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ પાસેથી 68.82 કરોડ લેવાનો આરોપ છે. અવિનાશ ભોસલે રિયલ એસ્ટેટ ગ્રુપ ABIL ના ચેરમેન છે.

સીબીઆઈની ટીમ વાધવન બ્રદર્શનને દિલ્હી લઈ આવી

ગયા અઠવાડિયે, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન અધિકારીઓની એક ટીમ ભૂતપૂર્વ DHFL પ્રમોટર્સ કપિલ અને ધીરજ વાધવનને યુનિયન બેંક ઑફ ઈન્ડિયાના નેતૃત્વમાં 17 બેંકોના કન્સોર્ટિયમ સાથે છેતરપિંડી કરવા બદલ મુંબઈથી દિલ્હી લઈ ગઈ હતી. CBI હવે DHFLના આ બે પ્રમોટર્સને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ લઈ શકે છે. બંને સામે તાજેતરમાં જ કેસ નોંધવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે વાધવાન ભાઈઓ સહિત FD ધારકો અને NCD ધારકોએ માત્ર 1 રૂપિયામાં પિરામલ હાઉસિંગને 40 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ ગિફ્ટ કરવા બદલ બેંક વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બેંકો સાથે 34615 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી

સીબીઆઈએ કપિલ વાધવન, ધીરજ વાધવાન અને અન્ય ઘણા લોકોને 34615 કરોડ રૂપિયાના દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડમાં આરોપી બનાવ્યા છે. આ મામલામાં 20 જૂને એફઆઈઆર નોંધવામાં આવી હતી. સીબીઆઈએ યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની ફરિયાદ પર આ કેસ નોંધ્યો હતો. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા 17 બેંકોના કન્સોર્ટિયમનું નેતૃત્વ કરી રહી હતી.

જુન ક્વાટરમાં મળ્યા હતા સારા પરિણામ

બેંકના જૂન ત્રિમાસિક (Quarterly) પરિણામ મજબૂત રહ્યા છે, પરંતુ શેર પ્રાઇઝ પર તેની કોઇ અસર જોવા મળી રહી નથી. યશ બેંકનું નેટ પ્રોફિટ જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન 50 ટકા વધીને 311 કરોડ રૂપિયા રહ્યો છે. બેડ લોનની પ્રોવિઝનિંગ ઘટતા અને ઇનકમ ગ્રોથ વધવાથી કંપનીના પ્રોફિટને સપોર્ટ મળ્યો છે. જ્યારે બેંકની નેટ ઇન્ટરેસ્ટ ઇનકમ વાર્ષિક આધારે 32 ટકા વધીને 1850 કરોડ રૂપિયા રહી છે. આ દરમિયાન બેંકનું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ઘટીને 2.4 ટકા રહ્યું છે.

Next Article