
ડિસેમ્બરની શરૂઆત સાથે જ ટેક્સ, બેંકિંગ અને સરકારી દસ્તાવેજો સંબંધિત કાર્યોની Deadline નજીક આવી રહી છે. જો તમે PAN-આધાર લિંકિંગ, ITR ફાઇલિંગ અને એડવાન્સ ટેક્સ પેમેન્ટ જેવા કામને મુલતવી રાખતા હોવ, તો હવે સતર્ક રહેવાનો સમય આવી ગયો છે.
આ બધી ડેડલાઇન તમારા ટેક્સ પ્રોફાઇલ, બેંકિંગ અને રોકાણ સાથે જોડાયેલી છે. એવામાં ચાલો સમજીએ કે, 31 ડિસેમ્બર પહેલાં તમારે કયા કયા કામ પૂર્ણ કરવાના રહેશે.
જો TDS કપાયા બાદ તમારી ટેક્સ લાયબિલિટી 10,000 રૂપિયા કરતાં વધુની છે, તો એડવાન્સ ટેક્સ ભરવો ફરજિયાત છે. આનો ત્રીજો હપ્તો જમા કરાવવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર છે. એવામાં જો વિલંબ (Late) થશે, તો વ્યાજ અને દંડ બંને લાગી શકે છે.
શું તમે નાણાકીય વર્ષ 2024-25 માટેનું તમારું ITR ફાઇલ કર્યું નથી? તો પછી તમારી પાસે 31 ડિસેમ્બર સુધીમાં Belated ITR ફાઇલ કરવાની છેલ્લી તક છે.
જો તમે આ તારીખ ચૂકી જાઓ છો, તો તમે આ વર્ષના અંતમાં તમારું રિટર્ન ફાઇલ કરી શકશો નહીં.
ધ્યાન રાખો કે, જેમનો આધાર નંબર 1 ઓક્ટોબર, 2024 ના રોજ અથવા તે પહેલાં જનરેટ થયો છે, તેમણે 31 ડિસેમ્બર, 2025 સુધીમાં PAN-આધાર લિંકિંગ પૂર્ણ કરવું જરૂરી છે. લિંકિંગ નહીં થાય, તો
આ પ્રોસેસ ઈ-ફાઇલિંગ પોર્ટલ અને SMS બંને દ્વારા કરી શકાય છે.
ઘર બનાવવા માટે 2.5 લાખ રૂપિયા સુધીની સહાય પૂરી પાડતી પીએમ આવાસ યોજના માટે અરજી કરવાની તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. રસ ધરાવતા લાભાર્થીઓ તેમના આધાર કાર્ડ, આવક પ્રમાણપત્ર અને રહેઠાણ પ્રમાણપત્ર સાથે ઓનલાઈન અરજી કરી શકે છે.
Published On - 7:59 pm, Mon, 8 December 25