World Economic Forum Summit આજથી શરૂ, વડાપ્રધાન Narendra Modi 28 જાન્યુઆરીએ ભાગ લેશે

|

Jan 24, 2021 | 4:13 PM

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ની ઓનલાઇન 'દાવોસ એજન્ડા' સમિટ રવિવારથી શરૂ થઈ ગયું છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જેવા વિશ્વના મોટા નેતાઓ શામેલ હશે.

World Economic Forum Summit આજથી શરૂ, વડાપ્રધાન Narendra Modi 28 જાન્યુઆરીએ ભાગ લેશે
Narendra Modi

Follow us on

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ની ઓનલાઇન ‘દાવોસ એજન્ડા’ સમિટ રવિવારથી શરૂ થઈ ગયું છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જેવા વિશ્વના મોટા નેતાઓ શામેલ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ એક વીડિયો કોન્ફરન્સ દ્વારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ને સંબોધન કરી શકે છે. આ ફોરમ દાવોસમાં છ દિવસ માટે ઓનલાઇન રહેશે જે આજથી શરૂ થઈ ગયું છે અને 29 જાન્યુઆરી સુધી ચાલશે.

આ વર્ષની આ પ્રથમ મોટી વૈશ્વિક સમિટ હશે, જેમાં 1,000 થી વધુ વૈશ્વિક નેતાઓ ઉપસ્થિત રહેશે. આ પરિષદની થીમ “ધ ગ્રેટ રીસેટ” છે. બેઠક “ટ્વિન” ફોર્મેટમાં યોજાશે, જેમાં વ્યક્તિઓ સામ સામે અને વર્ચુઅલ બંને રીતે ભાગ લઈ શકશે.

જેમાં વિવિધ દેશોના વડાઓ શામેલ થશે
આ પરિષદમાં વિવિધ દેશોના વડાઓ અને મોટી કંપનીઓના અધ્યક્ષ, સરકારના વડાઓ, બહુપક્ષીય સંસ્થાઓના વડાઓ, નાગરિક સમાજના દિગ્ગજો અને શૈક્ષણિક ક્ષેત્રના લોકો સામેલ થશે. વિશ્વના વિવિધ ક્ષેત્રના દિગ્ગજ લોકો અહીંના કોરોના રોગચાળા વચ્ચે આર્થિક, પર્યાવરણીય, સામાજિક અને ટેકનોલોજી સંબંધિત પડકારોની ચર્ચા કરશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

WEF દર વર્ષે આજ સમયે વાર્ષિક પરિષદનું આયોજન કરે છે. જેમાં વિશ્વના સમૃદ્ધ અને શક્તિશાળી દેશો ભેગા થાય છે. ભારતના કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર (Narendra Singh Tomar), આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધન (Dr Harsh Vardhan) અને પેટ્રોલિયમ અને સ્ટીલ સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan) પણ તેમના વિભાગની સિદ્ધિઓ અને પડકારો પર વાત કરશે.

Next Article