VIL: શું વોડાફોન-આઈડિયા બંધ થશે? પ્રમોટર બિરલાએ પોતાનો હિસ્સો સરકારને સોંપવાની ઓફર કરી

|

Aug 03, 2021 | 8:44 AM

સરકારે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) રૂટ દ્વારા રૂ .15,000 કરોડ સુધીના રોકાણ માટે વોડાફોન આઇડિયા (VI) ના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

VIL: શું વોડાફોન-આઈડિયા બંધ થશે? પ્રમોટર બિરલાએ પોતાનો હિસ્સો સરકારને સોંપવાની ઓફર કરી

Follow us on

VIL: આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા (Kumar Mangalam Birla) એ દેવામાં ડૂબેલી વોડાફોન આઈડિયા લિમિટેડ (VIL) માં પોતાનો હિસ્સો સરકાર કે અન્ય કોઈ એકમને સોંપવાની ઓફર કરી છે જે અંગે સરકાર કંપનીનું સંચાલન ચાલુ રાખી શકે છે. અબજોપતિ ઉદ્યોગપતિ બિરલાએ જૂનમાં કેબિનેટ સચિવ રાજીવ ગૌબાને લખેલા પત્રમાં આ ઓફર કરી હતી.

સત્તાવાર માહિતી અનુસાર એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (Vodafone AGR dues) પર વોડાફોન આઈડિયા લિમિટેડ (Vodafone Idea Limited) ની કુલ જવાબદારી 58,254 કરોડ રૂપિયા છે. તેમાંથી કંપનીએ રૂ .7,854.37 કરોડ ચૂકવ્યા છે અને હજુ પણ રૂ 50,399.63 કરોડ બાકી છે. VIL અને ભારતી એરટેલે સરકારની AGR ની ગણતરીમાં સુધારા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી પરંતુ તેમની અપીલ ફગાવી દેવામાં આવી હતી.

રોકાણકારો રસ દાખવતા નથી
બિરલા VIL માં 27 ટકા હિસ્સો ધરાવે છે. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે રોકાણકારો AGR જવાબદારી, સ્પેક્ટ્રમની ચુકવણી માટે પૂરતો સમય અને સૌથી અગત્યનું, સેવાઓના દર લઘુતમ કિંમતથી ઉપર રાખવાની જોગવાઈ ન હોવાના કારણે કંપનીમાં રોકાણ કરવા તૈયાર નથી. તાજેતરમાં સરકારે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) રૂટ દ્વારા રૂ .15,000 કરોડ સુધીના રોકાણ માટે વોડાફોન આઇડિયા (VI) ના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

કંપની ડૂબવાનો ભય
બિરલાએ 7 જૂને આ પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે જુલાઈ સુધીમાં આ ત્રણ મુદ્દાઓ પર સરકાર તરફથી તાત્કાલિક સક્રિય સહયોગના અભાવમાં VIL ની આર્થિક સ્થિતિ ડૂબવાના આરે પહોંચી જશે, જેને સંભાળવું મુશ્કેલ બનશે.

કંપની પાસે 27 કરોડ ગ્રાહક
બિરલાએ કહ્યું કે VIL સાથે સંકળાયેલા 27 કરોડ ભારતીયો પ્રત્યે અમારી ફરજ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને હું કંપનીમાં મારો હિસ્સો સરકારને અથવા સરકારના આદેશ પર કોઈ એકમને સોંપવા તૈયાર છું જે કંપનીની કામગીરી ચાલુ રાખવા સક્ષમ છે.

આ પણ વાંચો: Insurance privatisation અંગે મોટા સમાચાર, લોકસભાની જનરલ ઇન્શ્યોરન્સ કંપનીના ખાનગીકરણ માટે લીલી ઝંડી

આ પણ વાંચો: Petrol Diesel Prices: 17 દિવસથી નથી બદલાયા પેટ્રોલ-ડિઝલના ભાવ, જાણો શું છે ઓઇલ કંપનીઓની આગળની તૈયારીઓ

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 03 ઓગસ્ટ: યુવાનોની કારકિર્દીમાં આવશે નવો વળાંક, ધંધામાં રિસ્ક લેવું નહીં

Next Article