નિવૃતિ માટે NPSને કેમ માનવામાં આવે છે બેસ્ટ સ્કીમ? આ છે મુખ્ય કારણો અને રોકાણ શરૂ કરતા પહેલા આ બાબતો જાણી લો
18-65 વર્ષનો કોઈપણ સ્વદેશી નાગરિક તેમાં ખાતું ખોલાવી શકે છે. એક વ્યક્તિ ફક્ત એક જ NPS ખાતું ખોલાવી શકે છે. આમાં સંયુક્ત ખાતું ન હોઈ શકે.
જેમ આપણે જાણીએ છીએ, NPS એટલે કે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ ( National Pension System) નિવૃત્તિ માટેની શ્રેષ્ઠ યોજના માનવામાં આવે છે. મોંઘવારીને (inflation) ધ્યાનમાં રાખીને જ્યારે તમે આ ખાતામાં લાંબા સમય સુધી રોકાણ કરો છો તો તમને નિવૃત્તિ પર એટલા પૈસા મળે છે કે તમારી વૃદ્ધાવસ્થા ખુશીથી પસાર થઈ શકે છે. આવી સ્થિતિમાં NPS કરતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતોને સમજવી પણ જરૂરી છે.
સરકારે પ્રથમ સરકારી કર્મચારી માટે 2004માં NPSની શરૂઆત કરી હતી. 2009માં સામાન્ય લોકોને પણ તેમાં રોકાણ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી. NPS વિશે સૌથી મહત્વની બાબત એ છે કે તમે તેમાં નિવૃત્તિ સુધી રોકાણ કરો છો.
એવામાં આ ઘણું જ શિસ્તબદ્ધ રહે છે. આ એક એવું ફંડ છે જેમાં તમે થોડું રોકાણ કરો છો, પરંતુ નિવૃત્તિ ભંડોળ ખૂબ વધારે થઈ જાય છે. તમે જેટલું વહેલું રોકાણ કરવાનું શરૂ કરશો, તેટલો વધુ લાભ થશે. ચાલો તેને એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ.
તમે જેટલું વહેલું રોકાણ કરશો તેટલો લાભ વધારે થશે
ધારો કે Aએ 25 વર્ષની ઉંમરે NPS ખાતું ખોલ્યું અને દર મહિને 1000 રૂપિયા જમા કરાવે છે. NPS ટ્રસ્ટ કેલ્ક્યુલેટર મુજબ જો તે 10 ટકા વળતરની અપેક્ષા રાખે છે અને એન્યુનિટી તરીકે ફંડના 40 ટકા રાખે છે તો 60 વર્ષ પછી તેનું રીટાયરમેન્ટ ફંડ 38.28 લાખ રૂપિયા થશે. તેમના વતી 35 વર્ષમાં કુલ 4.2 લાખ રૂપિયા જમા કરવામાં આવશે. 40 ટકા વાર્ષિકી રાખવાથી 60 વર્ષની ઉંમરે તેને એકસાથે લગભગ 23 લાખ રૂપિયા મળશે. ત્યારબાદ તેમનું પેન્શન 7,657 રૂપિયા થઈ જશે.
ટૂંક સમયમાં રોકાણ શરૂ કરો
તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે NPSમાં કેટલું વહેલું રોકાણ કરવાનું શરૂ કરો છો. ધારો કે A એ બધું ઉપર મુજબ રાખ્યું, પરંતુ 35 વર્ષની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કર્યું તો તેની કુલ નિવૃત્તિ કોર્પસ માત્ર 13.37 લાખ રૂપિયા હશે. 25 વર્ષમાં તે કુલ 3 લાખ રૂપિયા જમા કરશે. નિવૃત્તિ પર તેમને લગભગ 8 લાખની એકમ રકમ મળશે અને માસિક પેન્શન 2,676 રૂપિયા થશે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે NPS એ નિવૃત્તિ માટેની શ્રેષ્ઠ યોજના છે.
એલિજીબીલીટી રુલ્સ
પાત્રતાની વાત કરીએ તો 18-65 વર્ષનો કોઈપણ સ્વદેશી નાગરિક તેમાં ખાતું ખોલાવી શકે છે. વ્યક્તિ ફક્ત એક જ NPS ખાતું ખોલાવી શકે છે. આ સંયુક્ત ખાતું ન હોઈ શકે.
NPSના પૈસા ક્યાં જમા થાય છે?
એનપીએસ નાણાનું રોકાણ ઈક્વિટી, કોર્પોરેટ બોન્ડ, સરકારી સિક્યોરિટીઝ અને વૈકલ્પિક રોકાણોમાં કરવામાં આવે છે. વપરાશકર્તા ઈક્વિટીમાં વધુમાં વધુ 75% રોકાણ કરી શકે છે. જો કે આ ફક્ત 50 વર્ષ સુધી જ શક્ય છે. તે પછી ઈક્વિટીમાં રોકાણ ઘટવાનું શરૂ થાય છે.
NPSમાંથી બહાર નીકળવાના નિયમો
બહાર નીકળવાના નિયમો વિશે વાત કરીએ તો જો તમે 60 વર્ષ પહેલાં NPS ખાતામાંથી બહાર નીકળવા માંગતા હોવ તો મહત્તમ 20 ટકા કોર્પસ એક સાથે ઉપાડી શકાય છે. જો તમે 60 વર્ષ પછી બહાર નીકળો છો તો મહત્તમ 60 ટકા રકમ એક સાથે ઉપાડી શકાય છે. જો એનપીએસ સબસ્ક્રાઈબર 3 વર્ષથી વધુ રોકાણ કરે છે તો તે આ ખાતામાંથી આંશિક ઉપાડ પણ કરી શકે છે.
Tax સંબંધી નિયમ
NPSના કર લાભો વિશે વાત કરીએ તો તમને નાણાકીય વર્ષમાં 2 લાખ સુધીના રોકાણ પર કપાતનો લાભ મળશે. કેપિટલ ગેઈન પર કોઈ ટેક્સ નથી. વાર્ષિકી તમારી આવક પર ગણવામાં આવે છે અને તેના પર કર લાગે છે.
આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર લાગેલા પ્રતિબંધના કારણે કથળી રહી રહી છે એરલાઈન્સ કંપનીઓની નાણાકીય સ્થિતિ