MONEY9 : દેશમાં લૉકડાઉન હતું છતાં નાની બચત યોજનાઓમાં ભરપૂર રોકાણ કોણે કર્યું?

| Edited By: | Updated on: Feb 18, 2022 | 7:32 PM

લૉકડાઉન (lockdown)ની જાહેરાત બાદ જ્યારે લાખો પ્રવાસી શ્રમિક (migrant labourers) રસ્તા પર ભટકી રહ્યા હતા, તે સમયે નાની બચત યોજનાઓ (small saving schemes)માં ભરપૂર રોકાણ થયું હતું. હવે સવાલ તે છે કે, આટલું બધું રોકાણ કર્યું કોણે? 

લૉકડાઉન (lockdown)ની જાહેરાત બાદ જ્યારે લાખો પ્રવાસી શ્રમિક (migrant labourers) રસ્તા પર ભટકી રહ્યા હતા, તે સમયે નાની બચત યોજનાઓ (small saving schemes)માં ભરપૂર રોકાણ થયું હતું. હવે સવાલ તે છે કે, આટલું બધું રોકાણ કર્યું કોણે? ખાતરી ન થતી હોય તો વાંચો બજેટના આંકડા 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 દરમિયાન પોસ્ટ ઓફિસના બચત ખાતામાં જમા થનારી રકમ ગયા વર્ષની તુલનામાં 21 ટકા વધવાનું અનુમાન છે.

હવે સવાલ એ ઉભો થાય છે કે નાની બચત યોજનાઓમાં પૈસા લગાવી કોણ રહ્યું હતું? હકીકતમાં, કોવિડથી ઉભી થયેલી અનિશ્ચિતતાઓની વચ્ચે ઘણાં મોટા રોકાણકારોએ નિશ્ચિત રિટર્નની લાલચે અહીં રોકાણ કર્યું. જેમની પાસે બચત હતી પરંતુ શેર બજારનું પ્રેશર સહન કરવાની શક્તિ નહોતી, શહેરો અને ગામડાઓના એવા લોકો નાની બચત યોજનાઓ તરફ વળી ગયા જ્યાં બેંકોની એફડી પર વ્યાજ પણ ઘણું ઘટી ગયું હતું. કેટલાક બીજા પણ કારણો હતા જેવા કે મહામારીમાં લોકો ખર્ચ કરવામાં સંકોચ કરી રહ્યા હતા.

હવે સાંભળો આગળની કહાની, ચાલુ નાણાકીય વર્ષમાં પણ નાની બચત યોજનાઓમાં મોટાપાયે રોકાણ થયું છે.

investment in small saving schemes

સરકારના અનુમાન પ્રમાણે લગભગ 2 લાખ કરોડથી વધુ. આવતા વર્ષે 2022-23માં અનુમાન 4.25 લાખ કરોડ રૂપિયાનું છે, એટલે કે ગયા વર્ષથી લગભગ 1.25 લાખ કરોડ ઓછું. ઓછું કદાચ એટલા માટે કારણ કે જમા પર વ્યાજ દરો સુધરવાની શક્યતા છે અને લોકો પાછા બચત વાપરીને કામધંધા શરૂ કરી રહ્યાં છે કે પછી અન્ય રોકાણ વિકલ્પો તરફ વળી શકે છે. કારણ સ્પષ્ટ છે, આપણે જેટલી વધારે બચત કરીશું, સરકારને બજારમાંથી એટલી ઓછી લોન લેવી પડશે. સસ્તી લોનના દિવસો હવે પૂરા થતા દેખાઇ રહ્યાં છે. એટલે કે લોન દરોમાં વૃદ્ધિ. સરકારે ચાલુ વર્ષે બજારમાંથી 11.5 લાખ કરોડ રૂપિયાની લોન લેવાનું લક્ષ્ય રાખ્યું છે. જે કોવિડવાળા વર્ષથી થોડુંક જ ઓછું છે.

આ આંકડા પરથી શું સંકેત મળે છે?
આ આંકડાથી મારી-તમારી બચત માટે ત્રણ મોટા સંકેત મળે છે. પહેલો, નાની બચત યોજનાઓ પર વ્યાજ દરો ભલે ન વધે પરંતુ ઘટશે નહીં. કારણ કે સરકાર આ બચતોના સહારે છે. હવે જ્યારે બેંક વ્યાજ વધારી રહી છે ત્યારે સરકાર પોતાના સંસાધનોના આ સ્ત્રોતને આકર્ષક રાખવા માંગશે.
બીજો, જો બચતો ઠીકઠાક રીતે વધી તો સરકાર ઓછી લોન લેશે. જે શેર કે બોન્ડ બજારથી લઇને આરબીઆઇ સુધી એમ બધા માટે રાહતના સમાચાર હોઇ શકે છે.
ત્રીજો, જો બચતો ઘટી તો સરકાર વધારે લોન લેશે. પછી શું ? ટેક્સ અને મોંઘવારીનો માર વધારે પડશે.

આ પણ વાંચો:

MONEY9: શું શેર બજાર જોખમી લેવલે પહોંચી ગયું છે ?