WhatsApp ને લાગ્યો યુઝર્સ તરફથી મોટો ફટકો, જાણો શું છે સમગ્ર મામલો?

|

Aug 12, 2022 | 8:23 PM

જુલાઈમાં એપ પર યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનું (UPI transactions) મૂલ્ય વધીને 502 કરોડ થઈ ગયું છે જે અગાઉના મહિનામાં 429.06 કરોડ હતું. જોકે, UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે.

WhatsApp ને લાગ્યો યુઝર્સ તરફથી મોટો ફટકો, જાણો શું છે સમગ્ર મામલો?
WhatsApp (Symbolic Image)

Follow us on

વોટ્સએપનો (WhatsApp) એક દાવો ઉલ્ટો પડી ગયો છે. આ પોપ્યુલર મેસેજિંગ એપને તેના યુઝર્સે ઝટકો આપ્યો છે. ચાલો મામલો થોડો સમજીએ. વાસ્તવમાં, WhatsApp UPI એટલે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસને વધારવા માટે મર્યાદિત સમયગાળા માટે કેશબેક ઓફર કરી રહ્યું હતું, જે પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. જૂનમાં યુઝર્સને 105 રૂપિયા સુધીની કેશબેક ઓફર આપવામાં આવી રહી હતી. વોટ્સએપની આ પદ્ધતિ તેના યુઝર્સને પસંદ આવી નથી. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં યુઝર્સે વોટ્સએપ પરથી UPI કરવાનું બંધ કરી દીધું અને અન્ય પ્લેટફોર્મ પર શિફ્ટ થઈ ગયા. તેના કારણે જુલાઈમાં વોટ્સએપના યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

વોટ્સએપના UPI વ્યવહારોમાં ઘટાડો

NPCI એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, આ સંખ્યા ઘટીને 6.18 લાખ થઈ ગઈ છે, જે જૂનમાં લગભગ 2.3 કરોડ હતી. જો કે આ વચ્ચે વોટ્સએપના એક રાહતના સમાચાર પણ છે. જુલાઈમાં એપ પર યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય વધીને 502 કરોડ થઈ ગયું છે, જે ગયા મહિને 429.06 કરોડ હતી.

વધુમાં, જુલાઈમાં વોટ્સએપ પર ટ્રાન્ઝેક્શન વોલ્યુમ મે મહિનામાં 35 લાખની ઉપર રહ્યું હતું. હવે તમારા માટે WhatsApp સંબંધિત બે સારા સમાચાર છે. હવે તમારે મજબૂરીમાં કોઈ વોટ્સએપ ગ્રુપમાં રહેવાની જરૂર નહીં પડે. વોટ્સએપના નવા ફીચર હેઠળ હવે તમે આવા વોટ્સએપ ગ્રુપને ચુપચાપ છોડી શકશો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

નવા ફીચર થયા લોન્ચ

વોટ્સએપ તેના યુઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને કેટલાક નવા ફીચર્સ લાવવા જઈ રહ્યું છે. આ સુવિધાઓ હેઠળ, તમે હવે તમારા ઑનલાઇન સ્ટેટ્સ ઈન્ડિકેટરને છુપાવી શકશો. મતલબ કે હવે કોઈને ખબર નહીં પડે કે તમે ઓનલાઈન છો કે નહીં. આ ફીચર હેઠળ હવે એ જ યુઝર્સ તમને ઓનલાઈન જોઈ શકશે જેની સાથે તમે તમારા ઓનલાઈન સ્ટેટસ ઈન્ડિકેટરને શેર કરવા માંગો છો. આ ફીચર આ મહિને યુઝર્સ માટે રોલઆઉટ થઈ શકે છે.

બીજું ફીચર પણ જાણી લો, વોટ્સએપ યુઝર્સ હવે જલ્દી જ વોટ્સએપ વ્યુ વન્સ મેસેજીસના સ્ક્રીનશોટ લઈ શકશે નહીં. વોટ્સએપ વ્યૂ વન્સ એક એવું ફીચર છે જેને યુઝર્સ માત્ર એક જ વાર જોઈ શકે છે અને પછી તે ગાયબ થઈ જાય છે. જોકે, આ મેસેજનો સ્ક્રીનશોટ લઈ શકાય છે. હવે નવા ફીચર હેઠળ આ મેસેજનો સ્ક્રીનશોટ લેવો શક્ય નહીં હોય.

જો તમે ઇચ્છો તો, તમે WhatsApp વ્યૂ વન્સ ફીચર હેઠળ મેસેજ મોકલતી વખતે સ્ક્રીનશોટને બ્લોક કરવાનું પસંદ કરી શકો છો. આ સાથે, વપરાશકર્તાઓ હવે WhatsApp વ્યૂ વન્સ ફીચર હેઠળ મેસેજ મોકલતી વખતે સ્ક્રીનશોટ લેવાનો ડર નહીં રહે. હાલમાં આ ફીચરનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તે ટૂંક સમયમાં જ યુઝર્સ માટે રજૂ કરવામાં આવી શકે છે.

Next Article