ATM માંથી પૈસા ન નીકળે અને ખાતામાંથી રકમ કપાઈ જાય તો શું કરવું? સૌથી પહેલા કરો આ કામ બેંક વળતર સાથે પૈસા પરત આપશે

|

Oct 05, 2021 | 8:12 AM

ATM Failed Transaction : જો તમારા ટ્રાન્ઝેક્શનની નિષ્ફળતા પછી પણ તમારા ખાતામાંથી પૈસા કાપવામાં આવી રહ્યા છે તો પછી તમે જે બેંકના ગ્રાહક છો તેના વિશે ફરિયાદ કરો. તમે બેંકની કાસ્ટરમર કેર લાઈન પર ફોન કરીને આ અંગે ફરિયાદ કરી શકો છો.

ATM માંથી પૈસા ન નીકળે અને ખાતામાંથી રકમ કપાઈ જાય તો શું કરવું? સૌથી પહેલા કરો આ કામ બેંક વળતર સાથે પૈસા પરત આપશે
CMS Info System IPO

Follow us on

ATM Failed Transaction :ઘણીવાર એવા કિસ્સાઓ સામે આવે છે કે પ્રોસેસ કરવા છતાં ATM માંથી રોકડ બહાર આવતી નથી અને ખાતામાંથી પૈસા કપાઈ જાય છે. કેટલીકવાર નેટવર્ક ફેઈલ થઇ જાય છે અને ક્યારેક કોઈ અન્ય કારણોસર ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય છે. મોટાભાગે ટ્રાન્ઝેક્શન ફેઈલના કિસ્સામાં ઘણી વખત ખાતામાંથી નાણાં કાપવામાં આવે છે. આ સમસ્યાનો હલ કઈ રીતે કાઢવો એ મૂંઝવણ ઉભી થતી હોય છે.

જો તમારી સાથે પણ આવું થયું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. જો તમારા ટ્રાન્ઝેક્શનની નિષ્ફળતા પછી પણ તમારા ખાતામાંથી પૈસા કાપવામાં આવી રહ્યા છે તો પછી તમે જે બેંકના ગ્રાહક છો તેના વિશે ફરિયાદ કરો. તમે બેંકની કાસ્ટરમર કેર લાઈન પર ફોન કરીને આ અંગે ફરિયાદ કરી શકો છો. કેટલીક વખત ATM માં પણ પૈસા અટવાઇ જાય છે. જો તમારા પૈસા ATM માં અટવાયેલા છે તો બેન્કો 12 થી 15 દિવસમાં આ પૈસા પરત કરી દે છે.

વળતરની જોગવાઈ
જો બેંક તમારા ખાતામાંથી નિયત સમયમાં ડેબિટ કરેલી રકમ પરત નહીં કરે તો વળતરની જોગવાઈ છે. RBI ના નિયમો અનુસાર, બેન્કે 5 દિવસમાં ફરિયાદનો ઉકેલ લાવવાનો હોય છે. જો બેંક આ સમયગાળા દરમિયાન ઉકેલ લાવતી નથી, તો દરરોજ 100 રૂપિયાના દરે નુકસાન ભરપાઈ કરવું પડે છે. જો તમે હજુ પણ સંતુષ્ટ નથી તો તમે https://cms.rbi.org.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વળતરની રકમ નિશ્ચિત છે
RBIના આ નિયમો કાર્ડથી કાર્ડ ફંડ ટ્રાન્સફર, પીઓએસ ટ્રાન્ઝેક્શન, આઈએમપીએસ ટ્રાન્ઝેક્શન, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન, કાર્ડલેસ ઈ-કોમર્સ અને મોબાઈલ એપ ટ્રાન્ઝેક્શન જેવી તમામ અધિકૃત પેમેન્ટ સિસ્ટમ્સ પર પણ લાગુ પડે છે. વળતરની રકમ નક્કી કરવામાં આવે છે, જ્યારે ઘણા કિસ્સાઓમાં બેંક તરફથી સમસ્યા હલ કરવાનો સમયગાળો પણ ઓછો હોય છે. કાર્ડથી કાર્ડ ટ્રાન્સફર હોય કે IMPS આ કેસોમાં ફરિયાદનો બીજા દિવસે ઉકેલ લાવવો પડે છે.

આ બાબતોને ધ્યાનમાં રાખો
તે ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે પણ એટીએમ પર ટ્રાન્ઝેક્શન પૂરું ન થાય તો તે કિસ્સામાં ઉપાડની સૂચના તરત જ તપાસવી જોઈએ. વળી બેંક ખાતાની બેલેન્સ વિશેની માહિતી પણ તાત્કાલિક મેળવી લેવી જોઈએ કે ખાતામાંથી પૈસા કાપવામાં આવ્યા છે કે નહિ. જો પૈસા કાપવામાં આવે તો તમે પાંચ દિવસ સુધી રાહ જોઈ શકો છો, જો કપાત કરેલ રકમ હજુ પણ ન આવી રહી હોય તો આવી સ્થિતિમાં તમે બેંકનો સંપર્ક કરી વ્યવહારની નિષ્ફળતા અંગે ફરિયાદ કરી શકો છો.

આ પણ વાંચો :  શું તમે Property માં રોકાણ કરવા વિચારી રહ્યા છો? આ અહેવાલ તમને મનપસંદ મિલ્કત સસ્તી કિંમતે મેળવવામાં મદદરૂપ સાબિત થશે

 

આ પણ વાંચો : Upcoming IPO : 25 દિવસમાં 12 કંપનીઓના IPO આવશે, 20 હજાર કરોડની પબ્લિક ઓફર માટે રોકાણ પહેલા આ માહિતી ધ્યાનમાં રાખજો

Next Article