જો તમે વારંવાર નોકરી બદલતા (JOB CHANGE) હોવ તો બેન્ક ખાતા (BANK ACCOUNT)ને લઈને સતર્ક રહેજો, કારણ કે તમારી નાનકડી ભૂલ પણ તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. જે લોકો વારંવાર નોકરી બદલે છે અને જૂના સેલેરી એકાઉન્ટ (SALARY ACCOUNT)ને બંધ નથી કરાવતા તેમણે મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે.
સેલેરી એકાઉન્ટ ઝીરો બેલેન્સ પર ખોલવામાં આવે છે. જો તેમાં ત્રણ મહિના સુધી સેલેરી જમા ન થાય તો તે બચત ખાતાની શ્રેણીમાં આવી જાય છે. નિયમો અનુસાર બચત ખાતામાં મંથલી એવરેજ બેલેન્સ રાખવું પડે છે. જે લઘુતમ 500 રૂપિયાથી લઈને 10 હજાર રૂપિયા સુધીનું હોઈ શકે છે. લઘુતમ રકમ જમા ન રાખો તો બેન્ક પોતાની પોલિસીના આધારે તમારા ખાતામાંથી પૈસા કાપવાનું શરૂ કરી દે છે. બેન્કમાં ખાતું ખોલાવવા પર તમારે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો નથી પડતો, પરંતુ ઘણી બેન્ક પોતાના ડેબિટ કાર્ડ પર અમુક ફી વસૂલે છે અને આ ફી વાર્ષિક 100 રૂપિયાથી 1,000 રૂપિયા હોઈ શકે છે.
આ પણ જુઓ- MONEY9: તમે તમારી PAY SLIP ધ્યાનથી વાંચી ? PAY SLIPમાં કઇ કઇ વિગતો હોય છે, જુઓ આ વીડિયોમાં
આ પણ જુઓ- MONEY9: બીજાની લોનમાં જામીન બનવું કે નહીં? સમજો આ વીડિયોમાં