ઈન્કમટેક્સના દરોડામાં મળેલા કરોડો રૂપિયાનું હવે શું થશે? અહીં વાંચો સંપૂર્ણ વિગતો

જ્યાં સુધી સરકારી કર્મચારીઓ કે અધિકારીઓ પર દરોડા પછી મળેલી રોકડની વાત છે તો તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત નકારી શકાય તેમ નથી. લાંચના પૈસા રોકડામાં જ આપવામાં આવતા હોય છે અથવા લેવામાં આવતા હોય છે.

ઈન્કમટેક્સના દરોડામાં મળેલા કરોડો રૂપિયાનું હવે શું થશે? અહીં વાંચો સંપૂર્ણ વિગતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 6:12 PM

કાનપુર (Kanpur)ના બિઝનેસમેન પીયૂષ જૈનના (Piyush Jain) ઘરેથી મળી આવેલી રોકડ જોઈને લોકો ચોંકી ગયા છે. માણસો રોકડ ગણીને થાકી ગયા છે, અત્યાર સુધીમાં 150 કરોડ મળ્યા છે અને હજુ ગણતરી ચાલી રહી છે. હજુ એક મહિનો પણ નથી થયો, જ્યારે કર્ણાટકના કલબુર્ગીમાં (Kalaburagi, Karnataka,) એક એન્જિનિયર પર દરોડો પડ્યો ત્યારે પાઈપમાંથી પાણીને બદલે પૈસા નીકળ્યા હતા. પ્રશ્ન એ છે કે નોટબંધી થઈ ગઈ, મોટા વ્યવહારો માટે PAN જરૂરી બન્યું. સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને (digital transactions) પણ પ્રોત્સાહન આપી રહી છે તો આટલું કાળું નાણું (black money) ક્યાંથી આવે છે?

આનો જવાબ શોધતા પહેલા સમજી લો કે કાળું નાણું વાસ્તવમાં કાળું નથી, પરંતુ છુપાઈને કરાયેલી લેવડ દેવડ હોય છે. પીયૂષ જૈનના ઘરેથી જે પૈસા મળ્યા છે તે હકીકતમાં આરબીઆઈ દ્વારા છાપવામાં આવેલી કરન્સીનો ભાગ છે. જી હા, તેમને વ્યવહારોથી છુપાવીને તેમના પર કરચોરી કરવામાં આવી છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

સૌ પ્રથમ ચાલો ડેટા પરથી પુષ્ટિ કરીએ કે નોટબંધીની સમગ્ર કવાયત પુરી રીતે રોકડને બહાર કાઢવામાં નિષ્ફળ ગઈ છે. સરકારે 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધી કરી અને તે સમયે આપણી અર્થવ્યવસ્થામાં 17.74 લાખ કરોડ કેસ અથવા રોકડ ફરતી હતી, તેના પાંચ વર્ષ બાદના આંકડા જોઈએ તો કેસનું સર્ક્યુલેશન 64 ટકા વધ્યું છે.

રિઝર્વ બેંકના ડેટા અનુસાર આ વર્ષે 29 ઓક્ટોબર સુધી 29.17 લાખ કરોડ રૂપિયાનું કેસ સર્ક્યુલેશન નોંધાયું છે. પરંતુ આ રેશિયોમાં ન તો અર્થવ્યવસ્થામાં માંગ વધી અને ન તો ગ્રોથની ગતિ. જે વેપારીઓ એવો કારોબાર કરે છે જેમાં રોકડની લેવડ-દેવડ વધુ હોય તો તેમને ત્યાં પડેલા દરોડામાં રોકડ મળવાની શક્યતા વધુ હોય છે. એક નાની ચેનથી સમજો. પાનની દુકાનમાંથી ફાયર સિગારેટ કે ગુટકા રોકડમાં નથી લેતા. પાન વાળો સિગારેટનું બોક્સ રોકડમાં જ લે છે અને તે રોકડના સ્વરૂપે જ કંપની પાસે પણ પહોંચે છે.

જે વેપારીઓ રોકડના વેપાર સાથે સંકળાયેલા છે તેમને મોટી માત્રામાં રોકડ હાથ લાગતી હોય  છે. રોકડનો ધંધો ટેક્સ સાથે આંખ આડા કાન કરે છે. આને જીએસટીની કંપનસેશન સ્કીમ સાથે જોડીને પણ જોઈ શકો છો. ત્યાં પણ 75 લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને GSTની ઘણી પ્રક્રિયાઓમાંથી મુક્તિ આપવામાં આવી છે.

જ્યાં સુધી સરકારી કર્મચારીઓ કે અધિકારીઓ પર દરોડા પછી મળેલી રોકડની વાત છે તો તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત નકારી શકાય તેમ નથી. લાંચના પૈસા રોકડમાં જ આપવામાં આવતા હોય છે અથવા લેવામાં આવતા હોય છે.

નિષ્ણાતો માને છે કે સિસ્ટમમાં વધુ કરન્સી અને કોરોના સમયગાળા દરમિયાન ઓછી માંગને કારણે લોકો પાસે કેશ હોલ્ડિંગમાં વધારો થયો છે. ટેક્સ ઈન્ડિયા ઓનલાઈનના સ્થાપક સંપાદક શૈલેન્દ્ર કુમારનું માનવું છે કે તાજેતરના સમયમાં કરન્સી સર્ક્યુલેશનમાં વધારો થયો છે, પરંતુ કોરોનાને કારણે માંગ નબળી છે અને આર્થિક પ્રવૃત્તિમાં પણ ઘટાડો થયો છે, જેના કારણે અગાઉ જેટલી રોકડ ફરતી હતી તેટલી હાલ નથી. આ જ કારણ છે કે લોકોની પાસે પહેલા કરતા વધુ રોકડ એકઠી થઈ રહી છે.

દરોડામાં મળી આવેલા કરોડો રૂપિયાનું હવે શું થશે?

એટલે કે સમજો કે રોકડમાં મોટા વ્યવહારો કરવા મુશ્કેલ બની ગયા હશે, પરંતુ હજુ પણ સિસ્ટમમાં આવી ઘણી ખામીઓ છે, જે રોકડને પ્રોત્સાહન આપી રહી છે. અહીં એ જાણવું પણ જરૂરી છે કે હાલના દિવસોમાં એજન્સીઓના દરોડામાં જૂની નોટો નહીં, પરંતુ એ જ નોટો મળી આવી છે જે નોટબંધી પછી છાપવામાં આવી છે.

હવે પછીનો મોટો પ્રશ્ન.. દરોડામાં મળી આવેલી રોકડનું શું થશે? કાયદો શું કહે છે? શૈલેન્દ્ર કુમારનું કહેવું છે કે કાનપુરના વેપારી પાસેથી આવકવેરા વિભાગને જે રકમ મળી છે, વિભાગ તેને તેમની આવક ગણશે અને દંડની સાથે 60 ટકા ટેક્સ વસૂલશે.

એટલે કે 150 કરોડ રૂપિયામાંથી 90 કરોડ રૂપિયા ટેક્સ તરીકે કાપવામાં આવશે અને વેપારીને માત્ર 60 કરોડ જ મળશે પણ એમાં પણ શરત એ રહેશે કે વેપારીએ એ સાબિત કરવું પડશે કે પૈસા માત્ર તેના પરફ્યુમના વ્યવસાયમાંથી આવ્યા છે. જો પૈસા અન્ય કોઈ ગેરકાયદેસર માધ્યમથી આવ્યા હશે તો અન્ય કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :  HP Adhesives Listing :15 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયો શેર, રોકાણકારોને શેર દીઠ 56 રૂપિયાનો લાભ મળ્યો

g clip-path="url(#clip0_868_265)">