
1 નવેમ્બરે પગાર આવે ત્યારે ઘણા કર્મચારીઓએ એ જોયું હોય છે કે, PF ના પૈસા કપાયા પછી જ રકમ હાથમાં આવી છે. આ સ્થિતિમાં કેટલાક લોકો વિચારી રહ્યા છે કે, જ્યારે દર મહિને કપાત થઈ રહી છે, તો શું તેને બંધ કરાવી શકાય? આ પ્રશ્ન એટલા માટે પણ ઊઠી રહ્યો છે, કારણ કે સપ્ટેમ્બરમાં PF ના નિયમમાં મોટો ફેરફાર થયો છે.
જો તમે એવી કંપનીમાં કામ કરો છો, જ્યાં 20 કે તેથી વધુ કર્મચારીઓ છે, તો EPFO ના નિયમો અનુસાર PF કપાવવું અનિવાર્ય છે. ટૂંકમાં, મોટાભાગના નોકરિયાત લોકો માટે આ મરજીનો નિયમ નથી. આને સરળ રીતે સમજો.
જો તમારો UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) પહેલેથી જ બનેલો છે, એટલે કે તમે અગાઉની કોઈ કંપનીમાં PF કપાવ્યું છે, તો તમે બહાર નીકળી શકતા નથી. નવી નોકરી લાગે કે પગાર વધે, PF ની કપાત આગળ પણ ચાલુ રહેશે.
છૂટ ફક્ત એક ખાસ પરિસ્થિતિમાં મળી શકે છે અને એમાંય તેની ત્રણ શરતો છે.
ત્રણેય શરતો જ્યારે પૂરી થાય, ત્યારે Form 11 દ્વારા PF માંથી છૂટ માંગી શકાય છે. એકવાર UAN બની ગયો એટલે આ રસ્તો હંમેશા માટે બંધ થઈ જાય છે.
17 સપ્ટેમ્બર, 2026 થી અમલમાં આવતા ફરજિયાત EPFO સભ્યપદ માટે પગાર મર્યાદા ₹15,000 થી વધારીને ₹25,000 કરવામાં આવી છે. અગાઉ, જે કર્મચારીઓએ ₹15,000 થી વધુ પગાર સાથે નોકરી શરૂ કરી હતી, તેમને સીધા જ PF કવરેજમાંથી બાકાત રાખવામાં આવતા હતા.
હવે ₹15,000 થી ₹25,000 ની વચ્ચે કમાણી કરતા દરેક કર્મચારીને આપમેળે PF કવરેજ આપવામાં આવશે. સરકારનો અંદાજ છે કે, આનાથી 51 લાખથી વધુ કર્મચારીઓ પહેલીવાર આ કવરેજમાં નોંધણી કરાવી શકશે. તેથી, રાહત પર વિચાર કરતી વખતે નવી ₹25,000 ની મર્યાદા ધ્યાનમાં લેવામાં આવશે.
આ સમજવું પડશે કે, પગારમાંથી જે પૈસા કપાય છે, તે તમારી પોતાની બચત છે. આ ઉપરાંત આ દાયરામાં આવતા કર્મચારીઓને બીજા બે (કર્મચારી પેન્શન યોજના (EPS) દ્વારા ઘડપણમાં પેન્શન અને EDLI યોજના હેઠળ વીમા સુરક્ષા) ફાયદા પણ મળે છે.
જો તમારો UAN પહેલેથી જ છે, તો PF બંધ કરાવવાનો કોઈ રસ્તો નથી. જો તમને લાગે કે, તમે પહેલી નોકરીવાળી છૂટના દાયરામાં આવો છો, તો નિર્ણય લેતા પહેલા તમારી કંપનીના HR ને ચોક્કસ પૂછી લો. એ પણ જોઈ લો કે, તમારો બેઝિક પગાર નવી મર્યાદાના હિસાબે ક્યાં આવે છે.
Published On - 10:16 pm, Sun, 1 November 26