વિશ્વભરનાં દેશોને વધુ રાહત પેકેજ આપવા માટે IMFની સલાહ, રોકડની સમસ્યા દૂર કરવા પગલાં ભરવા ઉપર ભાર મુકાયો

|

Nov 04, 2020 | 11:59 AM

IMFના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે વિશ્વની સરકારોને આગ્રહ કર્યો છે કે તેઓ કોવિડ -19 રોગચાળાને લીધે લીકવીડિટી ટ્રેપમાં ફસાયેલા અર્થતંત્રમાં રિકવરી  માટે વધુ રાહત પેકેજો પ્રદાન કરવા જોઈએ. મોનેટરી પોલિસીનો પ્રભાવ સીમિત છે ત્યારે રાહત પેકેજ દ્વારા પ્રોત્સાહન જારી કરી અર્થતંત્રને પુનઃ ધબકતું કરવા ગીતાએ પ્રયાસ કરવા ઉપર ભાર મુક્યો હતો. ગીતા ગોપીનાથે કહ્યું કે […]

વિશ્વભરનાં દેશોને વધુ રાહત પેકેજ આપવા માટે IMFની સલાહ, રોકડની સમસ્યા દૂર કરવા પગલાં ભરવા ઉપર ભાર મુકાયો

Follow us on

IMFના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે વિશ્વની સરકારોને આગ્રહ કર્યો છે કે તેઓ કોવિડ -19 રોગચાળાને લીધે લીકવીડિટી ટ્રેપમાં ફસાયેલા અર્થતંત્રમાં રિકવરી  માટે વધુ રાહત પેકેજો પ્રદાન કરવા જોઈએ. મોનેટરી પોલિસીનો પ્રભાવ સીમિત છે ત્યારે રાહત પેકેજ દ્વારા પ્રોત્સાહન જારી કરી અર્થતંત્રને પુનઃ ધબકતું કરવા ગીતાએ પ્રયાસ કરવા ઉપર ભાર મુક્યો હતો.
ગીતા ગોપીનાથે કહ્યું કે પહેલીવાર ૬૦ ટકા વૈશ્વિક અર્થવ્યવસ્થાની કેન્દ્રીય બેન્કોમાં વ્યાજ દર ૧ ટકાની પણ નીચે આવી ગયા છે જેમાં ૯૭ ટકા એડવાન્સ ઈકોનોમીનો પણ સમાવેશ થાય છે.  20% સેન્ટ્રલ બેંકોના વ્યાજ દર તો નેગેટિવ બની છે. વ્યાજના દરમાં ભારે ઘટાડો કરવા છતાં સેન્ટ્રલ બેન્કો પણ મુશ્કેલ સમય માટે વ્યાજ દરમાં વધુ ઘટાડા કરી શકે છે.

. હાલમાં વિશ્વભરમાં ઈકોનોમી લીકવીડિટી ટ્રેપની પરિસ્થિતિ છે બીજીતરફ નાણાકીય નીતિની અસરો મર્યાદિત છે ત્યારે વધુ યોજનાઓ બનાવવા પર સહમત થવાની જરૂર ઉપર ભાર મુકાયો  છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

International Monetary Fund (IMF) અનુસાર વિશ્વવ્યાપી નાણાકીય અધિકારીઓને રોકડ ટ્રાન્સફર કરીને માંગ વધારવાની સલાહ આપી છે. કારણ કે તે વપરાશમાં વૃદ્ધિ દેખાડશે.ગીતાએ તબીબી સુવિધાઓ, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યાવરણીય સંરક્ષણમાં મોટા પાયે રોકાણ કરવા હાકલ કરી છે. આનાથી રોજગારની નવી તકો ઉભી થશે અને ખાનગી રોકાણને પણ પ્રોત્સાહન મળશે. International Monetary Fund (IMF)  વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ જારી કર્યો હતો. IMF 2020 માટે વૈશ્વિક અર્થતંત્રમાં 4.4% ઘટાડાની આગાહી કરાઈ છે. IMFએ કહ્યું છે કે કોરોના રોગચાળાને કારણે આર્થિક સમસ્યાઓ વધુ લાંબી ચાલશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 11:57 am, Wed, 4 November 20

Next Article