વાઈબ્રન્ટ ગુજરાતમાં ગૌતમ અદાણીની જાહેરાત, કચ્છના ખાવડામાં સૌથી મોટો સોલાર પ્લાન્ટ સ્થાપશે, એક લાખ લોકોને રોજગારી આપશે

ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓ આજે ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટમાં હાજર રહ્યાં છે. સમિટના ઉદ્ધાટન સત્રને સંબોધતા, ગૌતમ અદાણીએ ગુજરાતમાં મૂડીરોકાણ કરવાની સાથે એક લાખ લોકોને રોજગારી આપવાની જાહેરાત કરી હતી. ગૌતમ અદાણીએ જણાવ્યુ કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થકી પાંચ વર્ષમા બે લાખ કરોડ રુપિયાનું રોકાણ કરવાનો ઇરાદો છે.

વાઈબ્રન્ટ ગુજરાતમાં ગૌતમ અદાણીની જાહેરાત, કચ્છના ખાવડામાં સૌથી મોટો સોલાર પ્લાન્ટ સ્થાપશે, એક લાખ લોકોને રોજગારી આપશે
Gautam Adani
| Edited By: | Updated on: Jan 10, 2024 | 2:17 PM

ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓ આજે ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટમાં હાજર છે. જેમા ગૌતમ અદાણી સહિતના ભારતના ઉદ્યોગપતિઓએ સંબોધન કર્યુ છે. તો ગૌતમ અદાણીએ જણાવ્યુ કે 10મી વાઈબ્રન્ટ સમિટને સંબોધન કરવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે પીએમ મોદીએ દેશના ભવિષ્યનું ઘડતર કર્યું છે.

તમારા નેતૃત્વમાં 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરશે. તેમજ અદાણી કચ્છના ખાવડામાં સૌથી મોટો સોલાર પ્લાન્ટ સ્થાપશે તે પણ જણાવ્યુ છે. તો આગામી સમયમાં 5 વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ ગુજરાતમાં કરવાની વાત કરી છે. આગામી સમયમાં એક લાખ લોકોને રોજગારી આપવાનો લક્ષ્યાંક હોવાનું જણાવ્યુ છે.

 

તેમજ આ સાથે જણાવ્યુ કે હું વધુ રોકાણ કરવા પ્રતિબદ્ધ છુ. અમે ખાવડા કચ્છમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યા છીએ, જે 725 ચોરસ કિલોમીટરમાં 30 GW રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરે છે. તેને અવકાશમાંથી પણ જોઈ શકાય છે. અમે “આત્મનિર્ભર” ભારત માટે ગ્રીન સપ્લાય ચેઇનનો વિસ્તાર કરી રહ્યા છીએ અને સૌથી મોટી સંકલિત રિન્યુએબલ એનર્જી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ. તેમાં સોલાર પેનલ્સ, વિન્ડ ટર્બાઈન, હાઈડ્રોજન ઈલેક્ટ્રોલાઈઝર્સ, ગ્રીન એમોનિયા, પીવીસી અને કોપર અને સિમેન્ટના ઉત્પાદનમાં વિસ્તરણનો સમાવેશ થાય છે.

સુઝુકી મોટર ગુજરાતમાં બીજો પ્લાન્ટ સ્થાપશે-તોશિહિરો સુઝુકી

મારુતિ સુઝુકી કંપનીના ચેરમેન તોશિહિરો સુઝુકીએ વાયબ્રન્ટ સમિટમાં જણાવ્યુ કે સુઝુકી મોટર ગુજરાતમાં બીજો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા 35,000 કરોડ રુપિયાનું રોકાણ કરશે. આ સાથે જ જણાવ્યુ કે દેશનું ઓટોમોબાઇલ માર્કેટ ઝડપથી વધી રહ્યું છે.  વડાપ્રધાન મોદીના પ્રોગ્રેસીવ એપ્રોચના કારણે અમે પણ રોકાણ કરી રહ્યા છીએ.

 

ભારત ત્રીજા સૌથી મોટા વૈશ્વિક અર્થતંત્ર બનવા તરફ આગળ -સંજય મેહરોત્રા

PM Modi’s vision to make India a global hub for #semiconductors will be a huge economic driver for India’s future as India marches towards becoming the third largest global economy: CEO of Micron Technology, Sanjay Mehrotra

@VibrantGujarat#Gandhinagar #TV9News pic.twitter.com/92ymYd9NbW

— Tv9 Gujarati (@tv9gujarati) January 10, 2024

ભારતને સેમિકન્ડક્ટર્સ માટે વૈશ્વિક હબ બનાવવાનું PM મોદીનું વિઝન ભારતના ભવિષ્ય માટે એક વિશાળ આર્થિક પ્રેરક બની રહેશે.કારણ કે ભારત ત્રીજા સૌથી મોટા વૈશ્વિક અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. માઈક્રોન ટેક્નોલોજીના CEO સંજય મેહરોત્રામાં જણાવ્યુ છે.

 

 

Published On - 12:09 pm, Wed, 10 January 24