વૈશ્વિક બજારમાં મિશ્ર પ્રતિસાદ, અમેરિકાના બજારમાં તેજી તો એશિયાઈ બજારમાં નરમાશ દેખાઈ

|

Oct 30, 2020 | 1:23 PM

પછડાટ બાદ વૈશ્વિક શેરબજારોમાં મિશ્રા માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકન શેરબજારોએ બે દિવસના નુકશાન બાદ રિકવરી કરી છે તો યુરોપના બજારમાં કારોબાર વધઘટથી ભરપૂર રહ્યો હતો. યુરોપના શેરબજાર ફ્લેટ રહ્યા હતા. એશિયામાં ભારતીય શેરબજાર જોરદાર રિકવરી નોંધાવી રહ્યું છે પણ સામે એશિયાઈ બજાર નુકશાન સાથે કારોબાર કરી રહ્યા છે. અમેરિકી બજારોમાં ડાઓ જોંસમાં 0.52 […]

વૈશ્વિક બજારમાં મિશ્ર પ્રતિસાદ, અમેરિકાના બજારમાં તેજી તો એશિયાઈ બજારમાં નરમાશ દેખાઈ

Follow us on

પછડાટ બાદ વૈશ્વિક શેરબજારોમાં મિશ્રા માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકન શેરબજારોએ બે દિવસના નુકશાન બાદ રિકવરી કરી છે તો યુરોપના બજારમાં કારોબાર વધઘટથી ભરપૂર રહ્યો હતો. યુરોપના શેરબજાર ફ્લેટ રહ્યા હતા. એશિયામાં ભારતીય શેરબજાર જોરદાર રિકવરી નોંધાવી રહ્યું છે પણ સામે એશિયાઈ બજાર નુકશાન સાથે કારોબાર કરી રહ્યા છે.

અમેરિકી બજારોમાં ડાઓ જોંસમાં 0.52 ટકાની મજબૂતીનોંધાઈ છે. બજાર 139.16 અંકની વૃદ્ધિ સાથે 26659.11 ના સ્તર પર બંધ થયુ હતું. નાસ્ડેક 180.72 અંક સાથે 1.64 ટકાના વધારો મેળવી 11,185.59 ના સ્તર પર કારોબારની અંતિમ સપાટી નોંધાવી છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 39.08 અંક એટલે કે 1.19 ટકાની મજબૂતીની સાથે 3,310.11 ના સ્તર પર બંધ થયા છે. યુરોપિયન બજારમાં મોટાભાગના સૂચકાંકો ફ્લેટ બંધ થયા છે. બ્રિટનની એફટીએસઈ 5,581.75 પોઇન્ટ અને ફ્રાન્સની સીએસી 4,569.67 પોઇન્ટ ક્લોઝિંગ આપ્યું છે. જર્મનીનો DAX ઈન્ડેક્સ 0.32% વધ્યો હતો.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

એશિયાઈ બજારોમાં આજે નબળાઈ સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 185.57 અંક ઘટાડો દેખાયો છે. બજાર 0.80 ટકા ઘટીને 23146.37 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી 29.50 અંક સાથે 0.25 ટકાના ઘટાડાની સાથે 11,635.37 ના સ્તર પર નોંધાયું છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.88 ટકા તૂટ્યો છે જ્યારે હેંગ સેંગમાં 0.27 ટકાની નબળાઈ દેખાઈ છે. કોરિયાઈ બજાર કોસ્પી 2,305.71 ના સ્તર પર નોંધાયું છે જ્યારે, તાઇવાનના બજાર 0.44 ટકા ઘટીને કારોબાર કરી રહ્યા છે. શંધાઈ કંપોઝિટ 0.46 અંક ગગડી 0.01 ટકા તૂટય છે . સૂચકાંક 3272.27 ના સ્તર પર નોંધાયો હતો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article