
Upcoming IPO : આ અઠવાડિયે પણ શેરબજારમાં IPOનો ધમધમાટ ચાલુ રહેવાનો છે. સપ્તાહ દરમિયાન 6 નવા IPO સબ્સ્ક્રિપશન માટે દસ્તક દેવા જઈ રહ્યા છે તો બીજી તરફ 5 નવા શેર શેરબજારમાં લિસ્ટ થવા જઈ રહ્યા છે. કંપનીઓ સપ્તાહ દરમિયાન સૂચિત આઈપીઓમાંથી રૂપિયા 3 હજાર કરોડથી વધુ એકત્ર કરવા આયોજન કરવા જઈ રહી છે.
26મી ફેબ્રુઆરીથી શરૂ થતા સપ્તાહ દરમિયાન મેઇનબોર્ડ પર 3 IPO આવશે. તેમાં પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝ, એક્ઝિકોમ ટેલી સિસ્ટમ્સ અને ભારત હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના આઈપીઓ સામેલ છે. આ ત્રણ IPOનું સંયુક્ત કદ 3 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. બીજી તરફ small and medium enterprises initial public offerings સેગમેન્ટમાં પૂર્વા ફ્લેક્સીપેક, ઓવેસ મેટલ એન્ડ મિનરલ પ્રોસેસિંગ અને MVK એગ્રો ફૂડ પ્રોડક્ટ્સના IPO આવી રહ્યા છે.
આ IPO 429 કરોડ રૂપિયાનો છે. આ IPO 27મી ફેબ્રુઆરીએ ખુલશે અને 29મી ફેબ્રુઆરીએ બંધ થશે. આ યોજનામાં રૂપિયા 329 કરોડના ફ્રેશ ઈશ્યુ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત રૂપિયા 70.42 લાખ શેરના વેચાણની ઓફરનો OFS હેઠળ સમાવેશ થાય છે. આ IPO માટે પ્રાઇસ બેન્ડ 135 થી 142 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. એક લોટમાં 100 શેર માટે અરજી કરવાની છે.
પ્લેટિનમ ઇન્ડસ્ટ્રીઝનો IPO પણ આગામી મંગળવારે તારીખ 27મી ફેબ્રુઆરીએ ખૂલી રહ્યો છે અને ગુરુવારે 29મી ફેબ્રુઆરીએ બંધ થશે. રૂપિયા 235 કરોડનો આ IPO સંપૂર્ણપણે ફ્રેશ ઇક્વિટી ઇશ્યૂ છે. આ યોજનાની પ્રાઇસ બેન્ડ 162-171 રૂપિયા છે. આ સપ્તાહનો સૌથી મોટો IPO ભારત હાઈવેઝ InvITનો છે જેનું કદ રૂપિયા 2,500 કરોડ છે. IPO 28 ફેબ્રુઆરીએ ખુલશે અને 1 માર્ચે બંધ થશે. IPOની પ્રાઇસ બેન્ડ 98-100 રૂપિયા છે.
SME સેગમેન્ટમાં Owais Metalનો રૂપિયા 40 કરોડનો IPO 26 ફેબ્રુઆરીએ ખુલશે. પૂર્વા ફ્લેક્સીપેકનો IPO 27 ફેબ્રુઆરીએ ખુલશે. તેનું કદ પણ 40 કરોડ રૂપિયા છે. જ્યારે 66 કરોડ રૂપિયાના MVK એગ્રો ફૂડ પ્રોડક્ટ્સનો IPO 29 ફેબ્રુઆરીએ ખુલશે. જુનિપર હોટેલ્સ, જીપીટી હેલ્થકેર, ડીમ રોલ ટેક, ઝેનિથ ડ્રગ્સ અને સાધવ શિપિંગના શેર સપ્તાહ દરમિયાન લિસ્ટ થવા જઈ રહ્યા છે.