વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આજે ઘણા મહત્વના નિર્ણયોને મંજૂરી આપવામાં આવી. કેબિનેટે (Cabinet) રિન્યુએબલ એનર્જી સેક્ટરના વિકાસ માટે IREDAને 1,500 કરોડ રૂપિયાના મૂડીરોકાણને મંજૂરી આપી. તે સિવાય કેબિનેટે સફાઈ કર્મચારીઓ માટે રાષ્ટ્રીય આયોગ (National Commission for Safai Karamchari) ના કાર્યકાળને 3 વર્ષ માટે વધારી દીધો છે. કેબિનેટની બેઠકના પરિણામોની જાણકારી કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે આપી છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમારી સરકારે રિન્યુએબલ એનર્જી પર ખુબ ફોક્સ કર્યુ છે. 500 ગીગાવોટનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો અને અમે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ. અમે નિર્ધારિત ટાર્ગેટ સમય પહેલા પૂરો કર્યો. રિન્યુએબલ એનર્જીની પાવર જનરેશન ક્ષમતા વધારવાની સાથે જ તેની ફાયનાન્સની ક્ષમતા વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો.
The Union Cabinet has approved infusion of Rs 1,500 crores in Indian Renewable Energy Development Agency Limited (IREDA). This will enable IREDA to lend Rs 12,000 crores to the renewable energy sector: Union Minister Anurag Thakur pic.twitter.com/CnJlvVm09D
— ANI (@ANI) January 19, 2022
તેનો 8,800 કરોડ રૂપિયાનો પોર્ટફોલિયો 6 વર્ષમાં વધીને 28,000 કરોડ રૂપિયા થઈ ગયો છે. રિન્યુએબલ એનર્જી સેક્ટરનું ધિરાણ વધારવા માટે સરકારે તેને મૂડી આપવાની મંજૂરી આપી છે. તે 12,000 કરોડ રૂપિયા સુધીની લોન આપી શકશે. જેનાથી 3500 મેગાવોટ ક્ષમતા વધારવા માટે ફાયનાન્સ ઉપલબ્ધ થશે.
કેપિટલ ઇન્ફ્યુઝન આ સેક્ટરમાં વાર્ષિક 10,200 નોકરીઓનું સર્જન કરશે અને CO2 સમકક્ષ ઉત્સર્જનમાં દર વર્ષે લગભગ 7.49 મિલિયન ટનનો ઘટાડો કરશે.
કેબિનેટે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના કાર્યકાળને 31-3-2022થી આગામી 3 વર્ષ સુધી વધારવાની મંજૂરી આપી છે. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ આ વર્ષે 31 માર્ચે ખત્મ થઈ રહ્યો છે.
કેબિનેટે સ્પેસિફાઈડ લોન ખાતામાં ઉધાર લેનારાઓને છ મહિના માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેના તફાવતની એક્સ-ગ્રેશિયા ચુકવણી માટેની યોજનાને મંજૂરી આપી છે. સરકારે વ્યાજ પર વ્યાજની ચૂકવણીના બદલામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને રૂ. 1,000 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે.
આ પણ વાંચો: Budget 2022: જ્વેલરી ઉદ્યોગની માંગ, સોનાથી બનેલા ઘરેણાં પર GST ઘટાડી 1.25 ટકા કરે સરકાર
આ પણ વાંચો: Union Budget 2022 : કેટલો Income Tax ભરવાનો ? જાણો વિવિધ ટેક્સ સ્લેબ વિષે સંપૂર્ણ માહિતી