Budget 2022: કેવુ હશે રેલવે બજેટ, સામાન્ય માણસને કેટલો મળશે ફાયદો, સરકાર કરી શકે છે આ મોટી જાહેરાત

|

Jan 19, 2022 | 5:19 PM

ભારતીય રેલવે દેશની લાઈફલાઈન છે. ભારતીય રેલવે ના માત્ર દેશની જનતાને ઓછા ખર્ચે એક સ્થાનથી બીજા સ્થાન સુધી સુરક્ષિત પહોંચાડે છે પણ સરકારની કમાણીમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

Budget 2022: કેવુ હશે રેલવે બજેટ, સામાન્ય માણસને કેટલો મળશે ફાયદો, સરકાર કરી શકે છે આ મોટી જાહેરાત
Indian Railway (File Image)

Follow us on

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ 2022-23 રજૂ કરશે. દેશના દરેક નાગરિકનું બજેટ દેશના બજેટ પર નિર્ભર કરે છે. આ વખતે પણ દેશની જનતાને આ બજેટ (Budget)થી ઘણી આશાઓ છે. દર વખતની જેમ આ વખતે પણ દેશના લોકોની નજર રેલવે બજેટ (Rail Budget) પર રહેશે. તેનું સૌથી મોટું કારણ એ છે કે દેશના માત્ર નિમ્ન અને મધ્યમ વર્ગ જ નહીં, પરંતુ ઉચ્ચ વર્ગના લોકો પણ ટ્રેનમાં મુસાફરી કરે છે. આજે આપણે અહીં જાણવાનો પ્રયાસ કરીએ કે કેન્દ્ર સરકાર સામાન્ય લોકો માટે શું કરશે, જેથી ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને સારી સુવિધા મળી શકે.

10 નવી ટ્રેનની જાહેરાત કરવામાં આવી શકે

ભારતીય રેલવે દેશની લાઈફલાઈન છે. ભારતીય રેલવે ના માત્ર દેશની જનતાને ઓછા ખર્ચે એક સ્થાનથી બીજા સ્થાન સુધી સુરક્ષિત પહોંચાડે છે પણ સરકારની કમાણીમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ઝી બિઝનેસના એક રિપોર્ટ મુજબ સરકાર બજેટમાં રેલવેનો ખર્ચ 15 ટકા સુધી વધારી શકે છે.

મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખતા 10 નવી ટ્રેનની જાહેરાત કરવામાં આવી શકે છે. ખાસ વાત એ છે કે આ તમામ 10 ટ્રેન વંદે ભારતવાળી રેકની સાથે પાટા પર ઉતારવામાં આવી શકે છે. તે સિવાય આ બજેટમાં હાઈ સ્પીડ રેલ નેટવર્કને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે, કારણ કે સરકારનું તેની પર ખાસ ફોક્સ છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

એલ્યુમિનિયમ કોચવાળી ટ્રેનો લાંબા અંતરને કવર કરશે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર આ વખતે પોતાની ટ્રેનોમાં એક મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે લાંબું અંતર કાપનારી ટ્રેનોનું વજન ઓછુ કરવા માટે તેમાં એલ્યુમિનિયમથી બનેલા ડબ્બા લગાવવામાં આવી શકે છે.

તેનાથી ટ્રેનની ઝડપ વધારવામાં આવી શકે છે. એલ્યુમિનિયમ કોચવાળી ટ્રેનો ફક્ત તે જ રૂટ પર ચલાવવામાં આવશે, જે ઈલેક્ટ્રિફાઈડ અને ડબલ લાઈનવાળા છે. ખાસ વાત એ છે કે તેમાં પ્રાઈવેટ કંપનીઓને જોડવામાં આવી શકે છે.

500 રેલવે સ્ટેશન થશે રિડેવલેપ

રિપોર્ટનું માનીએ તો આ વખતે બજેટમાં દેશના 500 રેલવે સ્ટેશનને રિડેવલેપ કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે. એટલુ જ નહીં વીજળી અને ડીઝલ પર નિર્ભરતા ઓછી કરવા માટે સરકાર ઝડપી જ દેશમાં હાઈડ્રોજન, બાયોફ્યૂલ અને સોલર એનર્જીથી ચાલનારી ટ્રેનોનું સંચાલન શરૂ કરી શકે છે અને તેને લઈ બજેટમાં જાહેરાત કરવામાં આવી શકે છે. સરકારનો પ્રયત્ન છે કે નાણાકીય વર્ષ 2023ના અંત સુધી દેશમાં રેલ રૂટને 100 ટકા ઈલેક્ટ્રિફાઈડ કરવાનો લક્ષ્ય પુરો કરી લેવામાં આવે અને તેને લઈ પણ જાહેરાત થવાની સંભાવના છે.

 

આ પણ વાંચો: Uttar pradesh assembly election 2022: ભાજપે સ્ટાર પ્રચારક તરીકે PM મોદી સહિત 30 નેતાઓની યાદી કરી જાહેર

આ પણ વાંચો: Vaccine On Wheels : મહારાષ્ટ્રમાં વેક્સિનેશનને વેગ આપવા અનોખી પહેલ, શાળાઓ અંગે કેબિનેટ બેઠકમાં લેવાશે નિર્ણય

Next Article