ઉબેરે Zomatoમાં તેનો સમગ્ર હિસ્સો વેચ્યો, 61 કરોડ શેર રૂ. 3088 કરોડમાં ફાઇનલ થયા

|

Aug 04, 2022 | 5:42 PM

BSE પર ઉપલબ્ધ થોક ડીલની માહિતી મુજબ ઉબરે ઝોમેટોમાં તેનો 7.8 ટકા હિસ્સો અથવા 61,21,99,100 શેર વેચ્યા છે. આ સોદો રૂ. 3,088 કરોડમાં થયો છે. આ શેર સરેરાશ રૂ. 50.44 પ્રતિ શેરના ભાવે વેચાયા હતા.

ઉબેરે Zomatoમાં તેનો સમગ્ર હિસ્સો વેચ્યો, 61 કરોડ શેર રૂ. 3088 કરોડમાં ફાઇનલ થયા
Uber sold its entire stake in Zomato

Follow us on

ઓનલાઈન કેબ સર્વિસ કંપની ઉબેરે Zomatoમાં તેનો 7.8 ટકા હિસ્સો વેચી દીધો છે. ઓપન માર્કેટમાં કરવામાં આવેલા આ સોદામાં ઉબેરે ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomatoના 612 મિલિયન શેર રૂ. 3,088 કરોડમાં વેચ્યા છે. BSE પર ઉપલબ્ધ જથ્થાબંધ ડીલની માહિતી મુજબ ઉબરે (Uber) ઝોમેટોમાં તેનો 7.8 ટકા હિસ્સો અથવા 61,21,99,100 શેર વેચ્યા છે. આ શેર સરેરાશ 50.44 રૂપિયા પ્રતિ શેરના ભાવે વેચાયા હતા. આ ડીલની કિંમત 3,087.93 કરોડ રૂપિયા છે. ફિડેલિટી ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ફિડેલિટી સિરીઝ ઇમર્જિંગ માર્કેટ્સ ફંડ અને ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે અનુક્રમે કંપનીના 5,44,38,744 અને 4,50,00,000 શેર ખરીદ્યા.

શેરમાં ભારે ઘટાડો

Zomatoના શેરમાં ઘટાડો લાંબા સમયથી ચર્ચાનો વિષય છે. હાલમાં છેલ્લા ત્રણ ચાર સેશનથી તેમાં તેજી જોવા મળી રહી છે. ગઈકાલે બુધવારે ઝોમેટોના શેર NSE પર રૂ. 55.45ના ભાવે બંધ થયા હતા. અગાઉ, આ ફૂડ ડિલિવરી કંપનીનો શેર 40 રૂપિયાની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચી ગયો હતો. તેની ઊંચી સપાટીથી લગભગ 75 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

ખોટમાં થયો ઘટાડો

ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં Zomatoની કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ ઘટીને રૂ. 185.7 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં કંપનીની ખોટ રૂ. 356.2 કરોડ હતી. તે જ સમયે, ઝોમેટોને માર્ચ 2022 ક્વાર્ટરમાં 359.7 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. નાણાકીય વર્ષ 2023 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીનું ગ્રોસ ઓર્ડર મૂલ્ય વધીને રૂ. 6,430 કરોડ થયું છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

Zomatoનું નામ બદલાઈ શકે છે

Zomato તેનું નામ બદલવાની યોજના પર પણ કામ કરી રહ્યું છે. સીઈઓ દીપેન્દ્ર ગોયલ પેરેન્ટ કંપનીને રિ-બ્રાન્ડ કરવાની યોજના બનાવી રહ્યા છે. Zomatoનું નામ બદલીને ‘Eternal’ કરી શકાય છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, Zomatoનું નવું નામ ‘Eternal Limited’ હોઈ શકે છે. Ant ગ્રૂપ કંપની Temasek Holdings Pte અને Goldman Sachs Group Inc. દ્વારા સમર્થિત કંપની Zomato એ આંતરિક મેમોમાં જણાવ્યું હતું કે તે હવે ગ્રોસરી-ડિલિવરી સ્ટાર્ટઅપ બ્લિંકિટ સાથેના સોદા પછી આવા એકમોનું નિર્માણ કરી રહી છે, જેના માટે ઓછામાં ઓછા ચાર અલગ અલગ યુનિટ બનાવવામાં આવી રહ્યા છે.

Next Article