જો તમે EPF એકાઉન્ટને ટ્રાન્સફર કરવા ઈચ્છો છો તો ઓનલાઈન 6 સરળ સ્ટેપ્સમાં આ કામ થઈ શકે છે. તેની જાણકારી EPFO તરફથી ટ્વીટ કરીને આપવામાં આવી છે. સૌથી પહેલા EPFOની વેબસાઈટ પર જાવ અને UAN નંબરની મદદથી લોગીન કરવાનું છે. લોગીન કર્યા બાદ Online Services પર ક્લિક કરો. જ્યાં તમને વન મેમ્બર વન ઈપીએફ એકાઉન્ટ અથવા ટ્રાન્સફર રિક્વેસ્ટનો વિકલ્પ દેખાશે. આ વિકલ્પ પર ક્લિક કરો, ત્યારબાદ નવું પેજ ખુલશે.
Check out the Steps on How to transfer EPF digitally. #EPFO #EPF #SocialSecurity #Employees https://t.co/Gu8S4uek38@PMOIndia @byadavbjp @Rameswar_Teli
@LabourMinistry @MIB_India @PIB_India @PIBHindi
@mygovindia @PTI_News— EPFO (@socialepfo) December 24, 2021
નવા પેજ પર પોતાની જાણકારીને વેરિફાઈ કરો. તેમાં નામ, બેન્ક, એકાઉન્ટ નંબર, પીએફ એકાઉન્ટ નંબર સહિત તમામ જાણકારીઓ હોય છે. જો આ સાચી છે તો પ્રક્રિયામાં આગળ વધવાનું છે. જ્યાં Get Detailsનો વિકલ્પ દેખાશે, જેની પર ક્લિક કરવાનું છે. ત્યાં પ્રીવિયસ એમ્પલોયર અથવા પ્રેજેન્ટ એમ્પલોયરમાં કોઈ એક પસંદ કરવાનું છે. જો તમે પ્રેજેન્ટ એમ્પલોયરના વિકલ્પને પસંદ કરો છો તો તમારા માટે સરળતા રહેશે. ત્યારબાદ સેલ્ફ અટેસ્ટ કરવાનું છે. આ દરમિયાન તમારા રજીસ્ટર્ડ નંબર પર OTP આવશે. ઓટીપી જમા કર્યા બાદ સબમિટ કરવાનું છે.
જ્યારે તમે એકથી વધારે કંપનીઓમાં નોકરી કરો છો, ત્યારે તમારે જુના એમ્પલોયરનું ફંડ નવા એમ્પલોયરના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવું પડે છે. EPFOના પોર્ટલ પર લોગીન કર્યા બાદ VIEWવાળા ઓપ્શનમાં સર્વિસ હિસ્ટ્રી પર જાવ અને ચેક કરો કે તમે કેટલા એમ્પલોયર સાથે કામ કર્યુ છે. વર્તમાન એમ્પલોયરની જાણકારી સૌથી નીચે હશે. જૂનું પીએફ બેલેન્સ ત્યારે ટ્રાન્સફર થઈ શકે છે, જ્યારે તમારી ડેટ ઓફ એક્ઝિટ એટલે કે DOE અપડેટેડ હોય. જો આ કામ કરેલુ છે તો બેલેન્સ ટ્રાન્સફર સરળતાથી થઈ જશે.