AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં કયા શહેરનો છે ‘દબદબો’? દેશના ટોપ-10 શહેરની આખી લિસ્ટ જુઓ

ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણનું કેન્દ્રીકરણ દેશના કેટલાક મોટા શહેરોમાં જ હોવાનું સામે આવ્યું છે. તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે, માત્ર મુંબઈ અને દિલ્હી જેવા પ્રમુખ નાણાકીય કેન્દ્રો જ કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) માં મોટો હિસ્સો ધરાવે છે.

મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં કયા શહેરનો છે 'દબદબો'? દેશના ટોપ-10 શહેરની આખી લિસ્ટ જુઓ
| Updated on: Nov 11, 2026 | 7:33 PM
Share

ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણનો મોટો હિસ્સો કેટલાક ખાસ શહેરોમાંથી આવે છે. વેલ્યુ રિસર્ચ અનુસાર, એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) ના સપ્ટેમ્બર 2026 સુધીના આંકડાઓ મુજબ દેશના કુલ મ્યુચ્યુઅલ ફંડ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) માં એકલા મુંબઈનો હિસ્સો 27.18 ટકા છે. ટૂંકમાં, દેશમાં મ્યુચ્યુઅલ ફંડના કુલ રોકાણના એક ચતુર્થાંશથી વધુનો હિસ્સો ફક્ત એક જ શહેરમાં હાજર છે.

મુંબઈની આ ભાગીદારી દિલ્હી, બેંગલુરુ અને પુણેની સંયુક્ત ભાગીદારી કરતા પણ વધુ છે. મુંબઈ પછી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનું સ્થાન છે. દેશના કુલ મ્યુચ્યુઅલ ફંડ AUM માં દિલ્હીનો હિસ્સો લગભગ 16.3 ટકા છે. બેંગલુરુનો હિસ્સો 6.1 ટકા અને પુણેનો 4 ટકા છે. આ ત્રણેય શહેરોનો કુલ હિસ્સો લગભગ 26.4 ટકા બેસે છે, જ્યારે એકલા મુંબઈનો હિસ્સો 27.18 ટકા છે. આના પરથી મ્યુચ્યુઅલ ફંડ રોકાણના મામલામાં મુંબઈની મજબૂત સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે.

મ્યુચ્યુઅલ ફંડ રોકાણનો ‘મોટો હિસ્સો’

મ્યુચ્યુઅલ ફંડ AUM ના મામલામાં કોલકાતાનો હિસ્સો લગભગ 3.3 ટકા છે, જ્યારે અમદાવાદમાં આ આંકડો 2.8 ટકા અને ચેન્નઈમાં લગભગ 2.7 ટકા છે. હૈદરાબાદનો હિસ્સો 2.1 ટકા છે. આ ઉપરાંત, જયપુર અને વડોદરા બંનેનો હિસ્સો લગભગ 0.9 ટકા છે. આ આંકડાઓ બતાવે છે કે, દેશના ઘણા મોટા શહેરોમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણની સારી ઉપસ્થિતિ છે પરંતુ મુંબઈ અને દિલ્હી જેવા પ્રમુખ નાણાકીય કેન્દ્રોનું યોગદાન ઘણું વધારે છે.

66 ટકાથી વધુ મ્યુચ્યુઅલ ફંડ AUM

આંકડાઓની એક મહત્વની વાત એ છે કે, દેશના ટોપ-10 શહેરોમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના કુલ AUM નો 66.24 ટકા હિસ્સો હાજર છે. દેશના કુલ મ્યુચ્યુઅલ ફંડ રોકાણનો લગભગ બે-તૃતીયાંશ હિસ્સો ફક્ત 10 શહેરોમાં કેન્દ્રિત છે. બીજીબાજુ, બાકીનું 33.76 ટકા AUM દેશના અન્ય શહેરોમાં ફેલાયેલું છે.

  1. મુંબઈ: 27.18%
  2. દિલ્હી: 16.3%
  3. બેંગલુરુ: 6.1%
  4. પુણે: 4.0%
  5. કોલકાતા: 3.3%
  6. અમદાવાદ: 2.8%
  7. ચેન્નઈ: 2.7%
  8. હૈદરાબાદ: 2.1%
  9. જયપુર: 0.9%
  10. વડોદરા: 0.9%

આનાથી સ્પષ્ટ થાય છે કે, મ્યુચ્યુઅલ ફંડ રોકાણનો હિસ્સો આખા દેશમાં સમાન નથી. મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને પુણે જેવા સ્થાપિત વેપારી અને ફાઇનાન્શિયલ સેન્ટર્સની તેમાં મોટી ભૂમિકા છે. જો કે, ટોપ-10 શહેરોની બહાર પણ દેશના કુલ AUM નો લગભગ એક-તૃતીયાંશ હિસ્સો હાજર છે, જે નાના શહેરો અને અન્ય ક્ષેત્રોમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણની ઉપસ્થિતિને બતાવે છે.

હવે લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટ ખતમ! UMANG એપ અને Aadhar ફેસ ઓથેટિકેશનથી ઘરે બેઠા જમા કરો ‘જીવન પ્રમાણ પત્ર’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">