ક્યાંક 30 રૂપિયા તો ક્યાંક 140 રૂપિયા પ્રતિ કિલો, વરસાદના કારણે એક ટામેટાના ભાવ થયા અનેક

|

Dec 06, 2021 | 8:00 PM

હાલમાં સમગ્ર દેશમાં ટામેટાંનો સરેરાશ ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં કેટલીક જગ્યાએ ટામેટાં 100 રૂપિયાને પાર કરી ગયા છે.

ક્યાંક 30 રૂપિયા તો ક્યાંક 140 રૂપિયા પ્રતિ કિલો, વરસાદના કારણે એક ટામેટાના ભાવ થયા અનેક
File Image

Follow us on

દેશના કેટલાક ભાગોમાં સતત પડી રહેલા વરસાદને કારણે ટામેટાં કેટલીક જગ્યાએ સામાન્ય અને કેટલીક જગ્યાએ ખાસ બની ગયા છે… સ્થિતિ એ છે કે દેશના વિવિધ ભાગોમાં ટામેટાંના ભાવમાં પ્રતિ કિલો 100 રૂપિયાથી વધુનો તફાવત જોવા મળી રહ્યો છે.  હકીકતમાં, દેશના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદને કારણે  સપ્લાય પ્રભાવિત થઈ છે, જેના કારણે અહીં ટામેટાંના ભાવ (prices of tomatoes) નવા સ્તરે પહોંચી ગયા છે.

ટામેટાના ભાવમાં પ્રતિ કિલો રૂ. 110 સુધીનું અંતર 

કન્ઝ્યુમર મિનિસ્ટ્રી દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ દેશના બંને ભાગો વચ્ચે ટામેટાંના છૂટક ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 110 સુધીનો તફાવત જોવા મળી રહ્યો છે. આંદામાનના માયાબંદરમાં ટામેટાની કિંમત 140 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. તે જ સમયે, ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં ઘણી જગ્યાએ, કિંમત 30 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે છે. બીજી તરફ દક્ષિણ ભારતમાં વરસાદને કારણે ઘણી જગ્યાએ ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોના સ્તરથી ઉપર ચાલી રહ્યા છે. દેશના દક્ષિણ ભાગમાં કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. આના કારણે પાકને નુકસાન થયું છે, જ્યારે દેશના અન્ય ભાગોમાંથી પુરવઠો પણ પ્રભાવિત થયો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

દક્ષિણ ભારતમાં ભાવ વધારો

સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, કેરળના તિરુવનંતપુરમમાં ભાવ 125 રૂપિયા પ્રતિ કિલો, પલક્કડ અને વાયનાડમાં 105 રૂપિયા પ્રતિ કિલો, ત્રિસુરમાં 94 રૂપિયા પ્રતિ કિલો, કોઝિકોડમાં 91 રૂપિયા પ્રતિ કિલો અને કોટ્ટાયમમાં 83 રૂપિયા પ્રતિ કિલો છે. જ્યારે તમિલનાડુના રામનાથપુરમમાં ભાવ 93 રૂપિયા પ્રતિ કિલો છે. તિરુનેલવેલીમાં રૂ. 92 પ્રતિ કિલો અને ચેન્નાઈમાં રૂ. 83 પ્રતિ કિલો છે.

કર્ણાટકમાં સ્થિતિ થોડી સારી છે, જ્યાં ટમેટાના ભાવ રૂ. 57 થી રૂ. 100ની વચ્ચે છે. મેંગલુરુમાં એક કિલો ટામેટા 100 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે, જ્યારે બેંગ્લોરમાં 57 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે ભાવ છે. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ભાવ 77 રૂપિયા પ્રતિ કિલો અને તિરુપતિમાં 72 રૂપિયા પ્રતિ કિલો છે. તે જ સમયે, તેલંગાણાના મુખ્ય શહેરોમાં, ભાવ 85 રૂપિયા પ્રતિ કિલો છે. કોલકાતામાં ટામેટાની કિંમત 78 રૂપિયા પ્રતિ કિલો છે જ્યારે ચેન્નાઈમાં 80 રૂપિયાથી વધુ છે.

દેશના અન્ય ભાગોમાં ટામેટાના ભાવ શું છે

મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હાલમાં દેશભરમાં ટામેટાની સરેરાશ કિંમત 60 રૂપિયા પ્રતિ કિલો છે, જે દક્ષિણ ભારતના કેટલાક શહેરોમાં કિંમતો કરતા લગભગ અડધી છે. જ્યારે ઉત્તર ભારતમાં કિંમતો દક્ષિણ ભારત કરતાં ઘણી ઓછી છે. ઉપભોક્તા મંત્રાલયના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ટામેટાની કિંમત 56 રૂપિયા પ્રતિ કિલો અને મુંબઈમાં 55 રૂપિયા પ્રતિ કિલો છે. જ્યારે ઉત્તર ભારતમાં સોમવારે ભાવ 30 થી 83 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે છે. જ્યારે પશ્ચિમ ભારતમાં કિંમત 30-85 રૂપિયા પ્રતિ કિલો અને પૂર્વ ભારતમાં કિંમત 39-80 રૂપિયા પ્રતિ કિલો છે.

વરસાદે ઉભી કરી સમસ્યા

સપ્ટેમ્બરના અંતથી ટામેટાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મંત્રાલયે 26 નવેમ્બરે જ અંદાજ આપ્યો હતો કે ડિસેમ્બર સાથે નવા પાકના આગમન સાથે ભાવમાં નરમાઈ જોવા મળશે. જો કે, વરસાદને કારણે પાક પર અસર અને નવા પાકના આગમનમાં વિલંબને કારણે દેશમાં ભાવમાં તીવ્ર વધઘટ જોવા મળી છે.

આ પણ વાંચો :  રોકડનો જમાનો ગયો, UPI ટ્રાન્ઝેક્શનમાં આવ્યો 70 ટકાનો વધારો, નવેમ્બરમાં દરરોજ 25,000 કરોડના UPI ટ્રાન્ઝેક્શન

Next Article