Telecom Company નો આ શેર All Time High લેવલ પર પહોંચ્યો, 3 અઠવાડિયામાં 20 ટકા ઉછળનાર સ્ટોક શું છે તમારા પોર્ટફોલિયોમાં ?

|

Aug 11, 2021 | 8:05 AM

ગયા મહિને સુપ્રીમ કોર્ટે AGRમાં સુધારા માટે ટેલિકોમ કંપનીઓની અરજી ફગાવી દીધી હતી પરંતુ તે જ સમયે ભારતી એરટેલે તેના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન અપગ્રેડ કર્યા હતા.

સમાચાર સાંભળો
Telecom Company નો આ શેર All Time High લેવલ પર પહોંચ્યો, 3 અઠવાડિયામાં 20 ટકા ઉછળનાર સ્ટોક શું છે તમારા પોર્ટફોલિયોમાં ?
Bharti Airtel Limited

Follow us on

ટેલિકોમ કંપની ભારતી એરટેલ(Bharti Airtel Limited)નો શેર મંગળવારે BSE પર ટ્રેડિંગ દરમિયાન 5 ટકા વધીને 627.95 રૂપિયા પર પહોંચી ગયો હતો જે તેની ઓલટાઇમ હાઇ(All Time High) લેવલ છે. અગાઉ તે આ વર્ષે 4 ફેબ્રુઆરીએ 623 રૂપિયાના સર્વોચ્ચ સ્તર પર જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ સપ્તાહમાં તે 20 ટકા વધ્યો છે જ્યારે બીએસઈ સેન્સેક્સ આ સમયગાળા દરમિયાન 4.9 ટકા વધ્યો છે. કંપનીનો શેર મંગળવારે 3.73 ટકા વધીને 621.60 રૂપિયા પર બંધ થયો હતો. આજે પણ સ્ટોક સારું પ્રદર્શન કરે તેવી આશાઓ સેવાઈ રહી છે.

ગયા મહિને સુપ્રીમ કોર્ટે AGRમાં સુધારા માટે ટેલિકોમ કંપનીઓની અરજી ફગાવી દીધી હતી પરંતુ તે જ સમયે ભારતી એરટેલે તેના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન અપગ્રેડ કર્યા હતા. વિશ્લેષકોનું કહેવું છે કે વોડાફોન આઈડિયાની નબળી નાણાકીય સ્થિતિ સામે ભારતી એરટેલને ફાયદો થશે. કંપનીને પ્રીપેડ અને પોસ્ટપેડમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ગ્રાહકો મળશે. એરટેલના કુલ ગ્રાહકોમાં 4G ગ્રાહકો 57 ટકા છે અને ટેરિફમાં વધારાથી કંપનીને ફાયદો થશે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

એક નજર ભારતી એરટેલના શેરના પ્રદર્શન ઉપર કરો
Last Closing Price –    621.90 +22.65 (3.78%)
Mkt cap                 –     3.42LCr
P/E ratio               –     298.99
Div yield               –     0.69%
52-wk high          –      628.00
52-wk low           –       394.00

કંપનીનું પ્રદર્શન
એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીએ સારું પ્રદર્શન કર્યું છે. આ સમયગાળા દરમિયાન એરટેલના 4G ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને આવકમાં સુધારો થયો છે .હોમ બ્રોડબેન્ડ ગ્રાહકોની સંખ્યા રેકોર્ડ સ્તરે વધી છે. Emkay Global Financial Servicesના વિશ્લેષકો કહે છે કે તાજેતરના ટેરિફમાં વધારો કેટલાક પસંદગીના ગ્રાહકો માટે નોંધપાત્ર છે પરંતુ પ્રી-પેઇડ સેગમેન્ટમાં તે મહત્વની બાબત છે.

VI ને આર્થિક સંકટમાંથી બહાર લાવવા SBI એ સૂચવ્યો માસ્ટર પ્લાન
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની આગેવાની હેઠળની બેંકોના કોન્સોર્ટિયમે દૂરસંચાર વિભાગ (DoT) ને જણાવ્યું છે કે તણાવગ્રસ્ત ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા લિમિટેડ(Vodafone Idea limited)ના દેવાને ઈક્વિટીમાં રૂપાંતરિત કરવું કંપનીને મુશ્કેલીમાંથી બહાર કાવાનો વિકલ્પ હોઈ શકે છે.31 માર્ચ 2021 ના રોજ વોડાફોન આઈડિયા લિમિટેડ પર કુલ દેવું 1.8 લાખ કરોડ રૂપિયા હતું. SBI સહિત આઠ બેન્કોએ કંપની પર હજારો કરોડનું દેવું છે.

 

આ પણ વાંચો :  Petrol Diesel price today : આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટી રહી છે ક્રૂડની કિંમત, ભારતમાં મોંઘા ઇંધણની સમસ્યામાંથી રાહત ક્યારે મળશે ?

આ પણ વાંચો :  આ સરકારી કંપનીના નફામાં 52 ટકાનો ઉછાળો આવ્યો, વેચાણમાં 37% નો થયો વધારો, શું છે તમારા પોર્ટફોલિયોમાં?

Next Article