ઘરમાં અચાનક એલપીજી સિલિન્ડર(LPG Cylinder ) પૂરો થઇ જવો એ કાયમી સમસ્યા છે. આ પરિસ્થિતિ દર એક બે મહિને બધાના ઘરે આવે છે. આવી સ્થિતિમાં જો આપણી પાસે બેકઅપમાં બીજું સિલિન્ડર હોય તો કોઈ સમસ્યા આવતી નથી પરંતુ જો ફક્ત એકજ સિલિન્ડર હોય અથવા બીજો ખાલી છે તો સમસ્યા વધે છે.
ઉજ્જવલા ગેસ યોજનાના માધ્યમથી મોદી સરકાર એલપીજીને છેવાડાના ગામડાઓ સુધી લઈ ગઈ છે. આવી સ્થિતિમાં ઘણી વખત રાત્રે સિલિન્ડર પૂરો થઈ જાય છે ત્યારે વિકલ્પ રહેતો નથી. શહેરોના વ્યસ્ત જીવનમાં, સિલિન્ડર ભરવાનો તરત પણ સમય મળતો નથી.
આવા સમયે પ્રશ્ન ઉઠે કે સિલિન્ડર પારદર્શક હોત તો તળિયું જોઈ શક્ય હોત પણ આ વિકલ્પ ઉપલબ્ધ નથી ત્યારે સિલિન્ડર પૂરો થાય તેના થોડા સમય પેહલા જાણવાના પ્રયાસ કરવા જોઈએ. તે કેટલું સરળ બને જો તમને ખબર પડે કે હવે સુધીમાં તમારું સિલિન્ડર થોડા દિવસોમાં પૂરું થવાનું છે. તદનુસાર આપણે નવા સિલિન્ડરને પણ બુક કરી શકીએ છીએ.
સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે તે જાણવાની ઘરેલુ રીત
તમારા સિલિન્ડરમાં કેટલો ગેસ છે તે શોધવા માટે પહેલા કપડાને પાણીમાં પલાળીને ભીનો કરો. હવે આ ભીના કપડાથી સિલિન્ડર ઉપર એક જાડી લાઈન બનાવો. હવે થોડી રાહ જુઓ. હવે તમારા સિલિન્ડરનો જે ભાગ ખાલી છે તે પાણી ઝડપથી સુકાઈ જશે અને જ્યાં સુધી ગેસ છે ત્યાં સુધી પાણી મોડા સુકાશે. આ રીતે તમે તમારા સિલિન્ડરમાં ગેસનો જથ્થો સરળતાથી જાણી શકો છો. અસલમાં LPG ઠંડો ગેસ છે અને માટે સિલિન્ડરનો ખાલી ભાગ થોડો ગરમ રહે છે. ભીનું કપડું મુકવામાં આવે ત્યારે ખાલી ભાગનું પાણી ઝડપથી સુકાઈ જાય છે અને ગેસથી ભરેલો ભાગ ઠંડો હોય છે તેથી ભાગનું પાણી મોડા સુકાય છે.
વડાપ્રધાન મંગળવારે ઉજ્જવલા યોજનાનું રિલૉન્ચિંગ કરશે
બીપીએલ અને ગરીબ પરિવારોને મફત એલપીજી ગેસ કનેક્શન સાથેની યોજના ફરી અમલમાં મુકવામાં આવી રહી છે. 2016 માં શરૂ થયેલી ઉજ્જવલા યોજનાનો બીજો તબક્કો 10 ઓગસ્ટ એટલે કે કાલે જ શરૂ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મંગળવારે બપોરે 12:30 કલાકે ઉજ્જવલા યોજના 2.0 (Ujjwala Yojana 2.0 ) લોન્ચ કરશે.
આ પણ વાંચો : Happiest Minds hiring: આવી રહી છે નોકરીઓની અઢળક તક, આ IT કંપની 900 લોકોને રોજગારી આપશે, જાણો વિગતવાર