Disinvestment : Air India ના વિનિવેશ સિવાય ન હતો કોઈ વિકલ્પ , એરલાઇન બંધ થવાનું હતું જોખમ , જાણો શુ કહ્યું ઉડ્ડયન પ્રધાને

|

Mar 27, 2021 | 7:20 PM

ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ એર ઈન્ડિયાના ભાવિ વિશે  જણાવ્યું હતું કે એરલાઇનનો સંપૂર્ણ ડિસઇન્વેસ્ટ કરવામાં આવશે અને અમારી પાસે માત્ર બે જ વિકલ્પો બાકી છે.

Disinvestment : Air India ના વિનિવેશ સિવાય ન  હતો કોઈ વિકલ્પ , એરલાઇન બંધ  થવાનું હતું જોખમ , જાણો શુ કહ્યું ઉડ્ડયન પ્રધાને

Follow us on

ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ એર ઈન્ડિયાના ભાવિ વિશે  જણાવ્યું હતું કે એરલાઇન સંપૂર્ણ ડિસઇન્વેસ્ટ કરવામાં આવશે અને અમારી પાસે માત્ર બે જ વિકલ્પો બાકી છે. પહેલી વાત એ છે કે તેમાં 100 ટકા હિસ્સો વિનિવેશ થાય અથવા સરકારે સંચાનલ પૂર્ણ રીતે બંધ કરવું પડશે. આવી સ્થિતિમાં સરકારે તેનો વિનિવેશનો નિર્ણય કર્યો છે

પુરીએ કહ્યું કે એર ઇન્ડિયા ફર્સ્ટ ક્લાસ એસેટ છે પરંતુ તેના પર કુલ દેવું આશરે 60 હજાર કરોડ રૂપિયા છે. 2018 ની શરૂઆતમાં સરકાર એર ઈન્ડિયામાં માત્ર 76 ટકા હિસ્સો વેચવા માંગતી હતી જેના માટે કોઈ ખરીદદાર મળ્યો નથી. તે પછી સરકારે તેનો સંપૂર્ણ હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો અને એર ઇન્ડિયાની ઇન્ટરનેશનલ સબ્સિડરી કંપની એર ઇન્ડિયા એક્સપ્રેસને પણ વેચવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ગ્રોસ હેન્ડલિંગ યુનિટ AISATSમાં 50 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

એર ઇન્ડિયા પાસે 146 વિમાન છે
પુરીએ કહ્યું કે ફાયનાન્શીયલ બિડિંગની કામગીરી આગામી 64 દિવસમાં પૂર્ણ થઈ જશે. તે પછી જાહેરાત કરવામાં આવશે કે કોણે સૌથી વધુ બોલી લગાવી છે. એર ઇન્ડિયા પાસે તેના કાફલામાં 121 વિમાન છે. આ સિવાય એર ઇન્ડિયા એક્સપ્રેસના કાફલામાં 25 વિમાન છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ સંપત્તિ સોદાથી અલગ રહેશે
એરલાઇને બિડિંગ પ્રક્રિયા દ્વારા તેના 747-400ના ચાર જમ્બોજેટને અલગ રાખ્યા છે. તેને સહાયક કંપની એલાયન્સ એરને સોંપવામાં આવશે. આ ઉપરાંત મુંબઇના નરીમાન પોઇન્ટ બિલ્ડિંગ અને દિલ્હીમાં કનોટ પ્લેસ સ્થિત એર ઇન્ડિયા મુખ્યાલય સરકાર પાસે રહેશે.

Published On - 7:19 pm, Sat, 27 March 21

Next Article