વિશ્વની સૌથી સસ્તી અને અસરદાર કોરોના વેક્સિન ભારતમાં બની, જાણો તેને તૈયાર કરનાર વિશે સંપૂર્ણ માહિતી

|

Jan 20, 2021 | 6:07 PM

કેન્દ્ર સરકારે દેશમાં બે કોરોના રસી (CORONA VACCINE)ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. દેશમાં 16મી જાન્યુઆરીથી રસી શરૂ કરવામાં આવી છે.

વિશ્વની સૌથી સસ્તી અને અસરદાર કોરોના વેક્સિન ભારતમાં બની, જાણો તેને તૈયાર કરનાર વિશે સંપૂર્ણ માહિતી
File image

Follow us on

કેન્દ્ર સરકારે દેશમાં બે કોરોના રસી (CORONA VACCINE)ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. દેશમાં 16મી જાન્યુઆરીથી રસી શરૂ કરવામાં આવી છે. એક રસી પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ કંપની દ્વારા બનાવવામાં આવી છે. તેનું નામ ‘કોવિશિલ્ડ'(covishield) છે. આ રસી કોરોના સામે જંગમાં મજબૂત શસ્ત્ર ઉપરાંત ભારતને એક મોટું ગર્વ અપાવી રહી છે. કોવિશિલ્ડ દુનિયાની સૌથી સસ્તી વેક્સીન છે.

 

દુનિયાની સૌથી સસ્તી અને અસરદાર વેક્સીન ભારતમાં તૈયાર થઈ

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

ઓક્સફોર્ડ અને એસ્ટ્રાઝેનેકા સાથે મળીને સીરમ ઈન્સ્ટિટ્યુટે આ રસી વિકસાવી છે. તે વિશ્વની સૌથી સસ્તી કોરોના રસી છે. સરકારને આનો ડોઝ 200 રૂપિયામાં મળી રહ્યો છે. સરકારે કંપની પાસેથી 1.10 કરોડ ડોઝ ખરીદ્યા છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ આદર પૂનાવાલા છે. 40 વર્ષીય પૂનાવાલાએ જલ્દીથી રસી તૈયાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. સીરમની શરૂઆત આદાર પૂનાવાલાના પિતા ડૉ. સાયરસ પૂનાવાલા દ્વારા કરવામાં આવી હતી. આ કંપની વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક છે. આદર પૂનાવાલાએ 2001માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં પોતાની સેવાઓ શરૂ કરી.

 

કંપનીને વૈશ્વિક સ્તરે ઓળખ મળી

આજે સીરમ ઘણા ઉત્પાદનોની નિકાસ કરે છે. સફળતા પાછળ પૂનાવાલાનો મોટો હાથ છે. તેમણે આંતરરાષ્ટ્રીય બજાર અને નવા ઉત્પાદનોના પરવાના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. UNICEF અને PAHO સહિત યુએન એજન્સીઓને સપ્લાય માટેની બધી આવશ્યક શરતો પૂરી કરી છે. 2015 સુધીમાં તેમણે કંપનીને 140થી વધુ દેશોમાં તેના ઉત્પાદનોની નિકાસ કરવામાં મદદ કરી છે. કંપનીની 85 ટકા આવક વિદેશની છે.

 

સીરમની ઓરલ પોલિયો વેક્સીન બેસ્ટ સેલર બની છે

2011માં આદર સીરમના સીઈઓ બન્યા હતા. 2012માં તેમણે નેધરલેન્ડ સ્થિત સરકારી રસી ઉત્પાદક કંપની બેલ્થોવેન બાયોલોજિકલના સંપાદનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 2014માં સીરમએ ઓરલ પોલિયો રસી બનાવી હતી, જે બેસ્ટસેલર બની હતી. તેમણે ડેન્ગ્યુ, ફલૂ અને સર્વાઈકલ કેન્સરની રસીઓને એક જ વર્ષમાં સમાવવા માટે ઉત્પાદનના પોર્ટફોલિયોમાં વિસ્તરણ કરવાની યોજના બનાવી હતી. 2020માં આદર પૂનાવાલાને ફોર્ચ્યુન મેગેઝિનની ’40 અંડર 40’ની સૂચિમાં હેલ્થકેર કેટેગરીમાં શામેલ કરવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: India Post પેમેન્ટ બેંકે રજૂ કરી ખાસ એપ, મળશે આ મોટા ફાયદા 

Next Article