અઠવાડિયામાં 5 ને બદલે 4 દિવસ નોકરીનો મળશે વિકલ્પ, જાણો શું થશે લાભ અને ગેરલાભ

|

Jun 19, 2021 | 9:10 AM

કર્મચારીઓ માટે સારા સમાચાર છે. હવે તેમને કામના કલાકો અને દિવસોમાં રાહત મળી શકે છે. ટૂંક સમયમાં અઠવાડિયામાં પાંચ દિવસને બદલે 4 દિવસ નોકરીનીનો વિકલ્પ મળશે અને બે દિવસને બદલે અઠવાડિયામાં 3 દિવસની રજા રહેશે.

અઠવાડિયામાં 5 ને બદલે 4 દિવસ નોકરીનો મળશે વિકલ્પ, જાણો શું થશે લાભ અને ગેરલાભ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

કર્મચારીઓ માટે સારા સમાચાર છે. હવે તેમને કામના કલાકો અને દિવસોમાં રાહત મળી શકે છે. ટૂંક સમયમાં અઠવાડિયામાં પાંચ દિવસને બદલે 4 દિવસ નોકરીનીનો વિકલ્પ મળશે અને બે દિવસને બદલે અઠવાડિયામાં 3 દિવસની રજા રહેશે. દેશમાં બનાવેલા નવા શ્રમ કાયદા હેઠળ આવતા દિવસોમાં એક અઠવાડિયામાં ત્રણ દિવસની રજા હોઈ શકે છે.

પાંચને બદલે 4 દિવસ કામ કરવું પડશે
નવા લેબર કોડમાં આ વિકલ્પને નિયમોમાં પણ રાખવામાં આવશે. જેના આધારે કંપની અને કર્મચારીઓ પરસ્પર સંમતિથી નિર્ણય લઈ શકે છે. નવા નિયમો અંતર્ગત સરકારે કામના કલાકો વધારીને 12 કરવા માટેનો સમાવેશ કર્યો છે. કામના કલાકોની મહત્તમ મર્યાદા અઠવાડિયામાં 48 કલાક રાખવામાં આવી છે. આ સ્થિતિમાં કાર્યકારી દિવસોની સંખ્યા ઘટાડી શકાય છે.

કામના કલાક 12 કરાશે
નવા ડ્રાફ્ટ કાયદામાં મહત્તમ કામના કલાકો વધારીને 12 કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. કોડના ડ્રાફ્ટ નિયમોમાં 30 મિનિટની ગણતરી કરીને ઓવરટાઇમમાં 15 થી 30 મિનિટની વધારાની કામગીરીનો સમાવેશ કરવાની જોગવાઈ છે. વર્તમાન નિયમ હેઠળ 30 મિનિટથી ઓછા સમયને ઓવરટાઇમ માટે લાયક માનવામાં આવતાં નથી. ડ્રાફ્ટના નિયમો કોઈપણ કર્મચારીને 5 કલાકથી વધુ સમય માટે સતત કામ કરવા માટે મનાઈ છે. કર્મચારીઓને દર પાંચ કલાક પછી અડધો કલાકનો આરામ આપવો પડશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પગાર ઘટશે અને પીએફ વધશે
નવા ડ્રાફ્ટ નિયમ મુજબ મૂળ પગાર કુલ પગારના 50% અથવા વધુ હોવો જોઈએ. આ મોટાભાગના કર્મચારીઓની પગારની રચનામાં ફેરફાર થશે. ટેક હોમ સેલેરી ઓછો કરી શકાય છે અને પીએફની રકમ વધી શકે છે. નવા પગાર કોડના અમલ પછી એમ્પ્લોયરોએ કર્મચારીને મૂળ પગાર તરીકે સીટીસીનો 50 ટકા હિસ્સો ચૂકવવો પડશે. આ પીએફ અને ગ્રેચ્યુઇટી જેવા અન્ય ઘટકો પ્રત્યે કર્મચારીઓનું યોગદાન વધારશે. જ્યારે નવો વેતન કોડ લાગુ કરવામાં આવશે ત્યારે બોનસ, પેન્શન, કન્વેન્સ ભથ્થું, મકાન ભાડા ભથ્થું, હાઉસિંગ બેનિફિટ, ઓવરટાઇમ વગેરે અલગ રહેશે. કંપનીઓએ ખાતરી કરવી પડશે કે બેઝિક સેલેરી સિવાય સીટીસીમાં સમાવિષ્ટ કેટલાક અન્ય ઘટકો 50 ટકાથી વધુ ન હોવા જોઈએ અને બાકીનો અડધો ભાગ બેઝિક સેલેરી હોવો જોઈએ.

કેન્દ્ર સરકારે ટ્રાવેલ એલાઉન્સ (Travel Allowance) ક્લેઇમની રજૂઆત કરવાની સમયમર્યાદા 60 દિવસથી વધારીને 180 દિવસ કરી દીધી છે. તેનો અમલ 15 જૂન 2021 થી કરવામાં આવ્યો છે. માર્ચ 2018 માં કેન્દ્ર સરકારે નિવૃત્તિ પરના TAના દાવાની અંતિમ તારીખ 1 વર્ષથી ઘટાડીને 60 દિવસ કરી હતી. આ સમયમર્યાદા વધારવા માટે ઘણા સરકારી વિભાગો સરકાર સાથે વાટાઘાટ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Next Article