IRAN માં ભારતીય કંપનીએ ગેસનો વિશાળ જથ્થો શોધ્યો પણ ગેસ ફિલ્ડમાંથી ભારતને દૂર કરી દેવાયું

|

May 18, 2021 | 9:35 AM

ભારતીય કંપનીએ શોધ કરેલા ગેસ ફિલ્ડને ડેવલોપ કરવાનો કોન્ટ્રાકટ ઈરાને સ્થાનિક કંપનીને આપી ભારતને ભારતને જોરદાર ઝટકો આપ્યો છે.

IRAN માં ભારતીય કંપનીએ ગેસનો વિશાળ જથ્થો શોધ્યો પણ ગેસ ફિલ્ડમાંથી ભારતને દૂર કરી દેવાયું
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

ભારતીય કંપનીએ શોધ કરેલા ગેસ ફિલ્ડને ડેવલોપ કરવાનો કોન્ટ્રાકટ ઈરાને સ્થાનિક કંપનીને આપી ભારતને ભારતને જોરદાર ઝટકો આપ્યો છે.ઇરાનના પર્સિયન ગલ્ફમાં ફરઝાદ-બી ગેસ ક્ષેત્ર (Farzad-B Gas Field) ભારતના હાથથી સરકી ગયું છે. ઈરાને આ વિશાળ ગેસ ક્ષેત્રનો વિકાસ કરવાનો કરાર સ્થાનિક કંપની પેટ્રોપર્સ ગ્રુપને આપ્યો છે. આ ગેસ ક્ષેત્રની શોધ ઓએનજીસી વિદેશ લિમિટેડ દ્વારા કરવામાં આવી હતી.

ગેસ ફિલ્ડમાં 23 ટ્રિલિયન ક્યુબિક ફુટ ગેસનો જથ્થો
ઈરાને નેશનલ ઈરાની ઓઇલ કંપની (NIOC) એ પેટ્રોપર્સ ગ્રુપ સાથે આ ગેસ ક્ષેત્રે વિકસાવવા માટેનો કરાર કર્યો છે અને ભારતને આંચકો આપ્યો છે. ઇરાનના પેટ્રોલિયમ મંત્રીની હાજરીમાં નેશનલ ઇરાની ઓઇલ કંપની અને પેટ્રોપર્સ ગ્રુપ વચ્ચે 17 મે 2021 ના ​​રોજ તેહરાનમાં કરાર થયા હતા. ફરઝાદ-બી ગેસ ક્ષેત્રમાં 23 ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસ રિઝર્વ છે. આ ફિલ્ડ માંથી 60 ટકા જેટલો ગેસ કાઢી શકાય છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

5 વર્ષ સુધી દરરોજ 28 મિલિયન ઘનમીટર ગેસ મળી શકે છે
આગામી 5 વર્ષ સુધી દરરોજ 28 મિલિયન ક્યુબિક મીટર ગેસ આ ગેસ ક્ષેત્રમાંથી મળી શકે છે. ફરઝાદ-બી ગેસ ક્ષેત્રની શોધ ઓએનજીસી વિદેશ લિમિટેડ દ્વારા વર્ષ 2008 માં પર્સિયન ગલ્ફ એટલે કે પર્સિયન ઓફશોર એક્સ્પ્લોરેશન બ્લોકમાં મળી હતી. ઓએનજીસી વિદેશે ઈરાનને આ ગેસ ક્ષેત્રના વિકાસ માટે 11 અબજ ડોલરના રોકાણની ઓફર કરી હતી. ઈરાનની નેશનલ ઈરાની ઓઇલ કંપની વર્ષોથી ભારતના આ પ્રસ્તાવ મામલે ચૂપ રહી અને હવે સંપૂર્ણ રીતે ભારતને તેમાંથી દૂર કરી દેવાયું છે.

Next Article