આયાત ઉપર નિર્ભર ભારતીય ફૂટવેર ક્ષેત્રને સ્વનિર્ભર બનાવવા સરકાર ભરશે મોટા પગલાં

|

Sep 29, 2020 | 6:11 PM

કુલ બજારના ૬૦ ટકા ચીની આયાત ઉપર આધારિત ભારતીય ફૂટવેર માર્કેટમાં સ્વનિર્ભર અને મેક ઈન ઇન્ડિયા યોજનાને સફળ બનાવવા સરકાર નવા જુની કરવાના મૂડમાં દેખાઈ રહી છે. બજારમાં વજનના ભાવે ઠાલવી દેવાતા, ચાઇનીઝ ફૂટવેર અંગે કડક નિયમો લાગુ કરવા, તૈયારી કરવામાં આવી રહી છે. ભારતમાં સ્થાનિક ફૂટવેર આકર્ષક અને મજબૂત હોવા છતાં, બજારમાં વિદેશી મોટી […]

આયાત ઉપર નિર્ભર ભારતીય ફૂટવેર ક્ષેત્રને સ્વનિર્ભર બનાવવા સરકાર ભરશે મોટા પગલાં

Follow us on

કુલ બજારના ૬૦ ટકા ચીની આયાત ઉપર આધારિત ભારતીય ફૂટવેર માર્કેટમાં સ્વનિર્ભર અને મેક ઈન ઇન્ડિયા યોજનાને સફળ બનાવવા સરકાર નવા જુની કરવાના મૂડમાં દેખાઈ રહી છે. બજારમાં વજનના ભાવે ઠાલવી દેવાતા, ચાઇનીઝ ફૂટવેર અંગે કડક નિયમો લાગુ કરવા, તૈયારી કરવામાં આવી રહી છે. ભારતમાં સ્થાનિક ફૂટવેર આકર્ષક અને મજબૂત હોવા છતાં, બજારમાં વિદેશી મોટી બ્રાન્ડના ઠસ્સા અને સસ્તા ચીની ફૂટવેર સામે, ભારતીય ઉત્પાદકોએ ટકી રહેવા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ભારતમાં વિદેશી ફૂટવેર સંબંધિત સરકાર કડક નિયમો લાગુ કરવા જઈ રહી છે. વિદેશી  આયાત નિયમો કડક બનાવવા સાથે, દેશમાં ઘરેલુ ફૂટવેર ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે હેતુસર, સરકારે 25 સભ્યોની કાઉન્સિલની રચના પણ કરી છે. આ કાઉન્સિલનું લક્ષ્ય, સ્થાનિક ઉદ્યોગને આગળ વધારવાનું, અને તેના માટે જરૂરી વાતાવરણ બનાવવાનું છે. ફૂટવેર ઉદ્યોગમાં સ્વનિર્ભર ભારત યોજનાને, સફળ બનાવવા માટે જરૂરી નીતિ  તૈયાર કરાશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભારતમાં વિદેશી ફૂટવેર બજાર આયાત ઉપર મોટા પાયે નિર્ભર છે. સરકારની કોશિશ છે કે આ આયાતને ઓછી કરવામાં આવે જે માટે ભારત  સરકારે તાજેતરમાં આયાત ઘટાડવા માટે 35% આયાત ડ્યુટી લગાવી હતી. સરકારના સીધા નિશાન ઉપર ચાઇનીઝ વેપારીઓ હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચોઃબેંકો દ્વારા RBIમાં જમા થયેલી નોટબંધી સમયની કરન્સીમાં 1.5 કરોડની બોગસ ચલણી નોટ ઝડપાઈ, મામલો પોલીસ પાસે પહોંચ્યો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:11 pm, Tue, 29 September 20

Next Article