PM Matritva Vandana Yojana: સરકાર ખેડૂતો, મહિલાઓ, ગરીબો અને જરૂરિયાતમંદો માટે ઘણી વિશેષ યોજનાઓ ચલાવે છે. આજે અમે તમને કેન્દ્ર સરકાર(Central Government)ની એક યોજના વિશે જણાવીશું જેમાં મહિલાઓ(Woman)ને રૂ.6000ની આર્થિક સહાય આપવામાં આવે છે. શું તમે જાણો છો કે સરકાર ખેડૂતો ઉપરાંત મહિલાઓને 6000 રૂપિયા આપે છે. આજે તમને આ ખાસ યોજના વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ. તમને કેન્દ્ર સરકારની સ્કીમ (Central government scheme 2021)હેઠળ યોજના ચાલી રહી છે જે હેઠળ મહિલાઓના ખાતામાં 6000 રૂપિયા ટ્રાન્સફર કરાય છે. આ યોજના દેશના દરેક ક્ષેત્રમાં કાર્યરત છે.
કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ માત્ર મહિલાઓને જ આપવામાં આવે છે. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના (PMMVY Scheme) છે. જેના હેઠળ કેન્દ્ર સરકાર મહિલાઓને 6000 રૂપિયા આપે છે. ચાલો તમને આ સ્કીમ વિશે વિગતવાર જાણો
પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજના 1 જાન્યુઆરી, 2017 ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે પ્રધાનમંત્રી ગર્ભવસ્થા સહાયતા યોજના તરીકે પણ ઓળખાય છે.
આ યોજનામાં ગર્ભવતી મહિલાઓ અરજી કરી શકે છે.
આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે જેના માટે સરકાર તેમને રૂ.6000ની નાણાકીય સહાય આપે છે. સરકાર આ પૈસા તબક્કાઓમાં આપે છે. પ્રથમ તબક્કામાં રૂ.1000, બીજા તબક્કામાં રૂ.2000 અને ત્રીજા તબક્કામાં રૂ.2000 ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે. જ્યારે હોસ્પિટલમાં બાળકના જન્મ સમયે સરકાર દ્વારા છેલ્લા રૂ.1000 આપવામાં આવે છે.
આ યોજના વિશે વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટ https://wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojana ની મુલાકાત લઈ શકો છો.
સરકાર દ્વારા બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સખી યોજના(Bank Sakhi Yojana) માં નોંધાયેલી મહિલાઓને માનદ વેતન ટ્રાન્સફર કરવામાં આવે છે. પીએમ મોદીએ તાજેતરમાં લગભગ 20,000 બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ્સ( Sakhi) ના ખાતામાં રકમ જમા કરી હતી. સરકારે થોડા મહિના પહેલા રૂપિયા 4000 ટ્રાન્સફર કર્યા હતા. સરકાર માનદ વેતન તરીકે આ લોકોને 6 મહિના માટે 4000 રૂપિયા આપે છે. આ સિવાય કમિશનનો લાભ પણ મળે છે.
આ પણ વાંચો : Maharashtra: પીએમ મોદી સોમવારે પુણેની મુલાકાતે, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે નહી રહે હાજર, શું છે કારણ ?