નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (National Asset Reconstruction Company) અથવા બેડ બેંક(Bad Bank) શેરહોલ્ડરોનું યોગ્ય પ્રતિનિધિત્વ અને યોગ્ય કોર્પોરેટ ગવર્નન્સ માટે બોર્ડમાં ટૂંક સમયમાં વધુ ડિરેક્ટરો ઉમેરશે. ખાનગી ક્ષેત્રની બેન્કોમાં શેરધારકોનું 49 ટકા પ્રતિનિધિત્વ રહશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આ મહિનાની શરૂઆતમાં NARCL ને 6,000 કરોડ રૂપિયાનું લાઇસન્સ આપ્યું હતું જેમાં જાહેર ક્ષેત્રની બેન્કોનો 51 ટકા હિસ્સો છે. તો ખાનગી ક્ષેત્રની બેન્કોમાં શેરધારકોનું 49 ટકા પ્રતિનિધિત્વ હશે. રિઝર્વ બેંકે NARCLને ટૂંક સમયમાં બોર્ડની સંપૂર્ણ વિગતો આપવા જણાવ્યું છે.
P M NAYAR મેનેજિંગ ડિરેક્ટર બન્યા
બેડ બેન્કની સ્થાપના સંભાળતી ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA) એ NARCL માટે પ્રાથમિક બોર્ડની પસંદગી કરી છે. કંપનીએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં દબાણવાળી સંપત્તિના સ્પેશિયાલિસ્ટ પી.એમ. નાયરને તેના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.બોર્ડમાં અન્ય ડિરેક્ટર્સ IBAના સીઇઓ મહેતા, SBIના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર એસ એસ નાયર અને કેનેરા બેંકના ચીફ જનરલ મેનેજર અજિત કૃષ્ણન નાયર છે.
NARCL ની રચના માટે RBI ને લાઇસન્સ આપવામાં આવ્યું છે
તમને જણાવી દઈએ કે RBI એ નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (NARCL) ની રચના માટે લાયસન્સ આપ્યું છે. જુલાઈમાં કંપની રજિસ્ટ્રાર સાથે મુંબઈમાં NARCL (National Asset Reconstruction Company) ની રચના કરવામાં આવી હતી.
બેડ બેંક એટલે કે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની માટે સરકાર 30,600 કરોડ રૂપિયાની ગેરંટી આપશે. 1 ફેબ્રુઆરી, 2021 ના રોજ બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી દ્વારા આની જાહેરાત કરવામાં આવી હતી. લગભગ 2 લાખ કરોડ NPA બેડ બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 90 હજાર કરોડની NPA આ હેઠળ ટ્રાન્સફર કરવામાં આવશે.
બેડ બેંક શું છે?
બેડ બેંક એ કોઈ બેંક નથી પરંતુ એક એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ARC) છે. બેંકોની ડૂબેલી લોન આ કંપનીને ટ્રાન્સફર કરવામાં આવશે. તેનાથી બેન્કોને વધુ લોકોને ધિરાણ આપવાનું સરળ બનશે અને દેશની આર્થિક વૃદ્ધિને વેગ મળશે. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ વ્યક્તિ અથવા એન્ટિટી બેંકમાંથી લોન પરત ન કરે ત્યારે તે લોન ખાતું બંધ થઈ જાય છે. ત્યારબાદ તેના નિયમો હેઠળ રિકવરી કરવામાં આવે છે. મોટા ભાગના કિસ્સાઓમાં આ રિકવરી થતી નથી અથવા થાય તો રકમ ખુબ ઓછી મળે છે. પરિણામે બેંકોના પૈસા ડૂબી જાય છે અને બેંક ખાધમાં જાય છે.