દેશની સૌથી મોટી IT કંપની TCS એ રચ્યો ઇતિહાસ, માર્કેટ કેપ 13 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી

|

Aug 17, 2021 | 5:06 PM

માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની બીજી સૌથી મોટી કંપની TCS નો શેર સેન્સેક્સ પર 2.16% ટકા વધીને 55,792.27 ની સપાટીએ બંધ થયો છે.આજના કારોબારમાં શેર ૭૫ રૂપિયા વધ્યો છે.TCS નો શેર રૂ.3,560.80ની સર્વાધિક ઉપલી સપાટીએ પહોંચી ગયો છે.

સમાચાર સાંભળો
દેશની સૌથી મોટી IT કંપની TCS એ રચ્યો ઇતિહાસ, માર્કેટ કેપ 13 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી
Tata Consultancy Service - TCS

Follow us on

દેશની સૌથી મોટી આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ આજે ઇતિહાસ રચ્યો છે. TCS ના શેર આજના કારોબારમાં નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. TCS નું માર્કેટ કેપ પ્રથમ વખત 13 લાખ કરોડ રૂપિયાને કરી ગયું છે. ટેક મહિન્દ્રા(Tech Mahindra), કોફોર્જ(Coforge),, ટીસીએસ(TCS), માઈન્ડટ્રી (Mindtree) અને એમફાસીસ(Mphasis)માં સારી ખરીદીના કારણે બજાર નવી વિક્રમી સપાટીએ બંધ થવામાં સફળ રહ્યું હતું.

માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની બીજી સૌથી મોટી કંપની TCS નો શેર સેન્સેક્સ પર 2.16% ટકા વધીને 55,792.27 ની સપાટીએ બંધ થયો છે.આજના કારોબારમાં શેર ૭૫ રૂપિયા વધ્યો છે.TCS નો શેર રૂ.3,560.80ની સર્વાધિક ઉપલી સપાટીએ પહોંચી ગયો છે. BSE પર સ્ટોક 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ પહોંચતાની સાથે માર્કેટ કેપ વધીને 13.01 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

એક નજર TCS ના શેરની સ્થિતિ ઉપર

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

LCP      3,548.00     + 75.05 (2.16%)
Open    3,482.10
High    3,560.80
Low     3,463.00

 

52 અઠવાડિયાની સ્થિતિ

52-wk high    3,560.80
52-wk low     2,216.45
Mkt cap        13.15LCr
P/E ratio      38.39
Div yield        1.13%

 

TCS ને પ્રથમ ક્વાર્ટરમાં જબરદસ્ત ફાયદો થયો છે
વર્તમાન નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં TCS ને મોટો ફાયદો થયો છે. એપ્રિલ-જૂનમાં કંપનીનો નફો 28.5 ટકા વધીને 9,008 કરોડ રૂપિયા થયો છે. અગાઉના નાણાકીય વર્ષ 2020-21ના સમાન ક્વાર્ટરમાં કંપનીને 7,008 કરોડનો ચોખ્ખો નફો થયો હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીની એકીકૃત આવક પણ 18.5 ટકા વધીને 45,411 કરોડ રૂપિયા થઈ છે જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં 38,322 કરોડ રૂપિયા હતી.

ટાટા ગ્રુપની કંપની દેશની સૌથી મોટી ખાનગી નોકરીદાતા છે અને 5 લાખથી વધુ કર્મચારીઓને રોજગારી આપે છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કંપની કેમ્પસમાંથી 40 હજાર ફ્રેશર્સની ભરતી કરશે. કંપનીના કર્મચારીઓની કુલ સંખ્યા 5 લાખથી વધુ છે. ગયા વર્ષે પણ કંપનીએ 40 હજાર ફ્રેશર્સનું કેમ્પસ હાયર કર્યા હતા. કંપનીના ગ્લોબલ HR ચીફ મિલિંદ લક્કડે જણાવ્યું હતું કે આ વર્ષે ભરતી વધુ સારી રહેશે.

ટાટાની આ કંપની 5 લાખ લોકોને રોજગારી આપે છે
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) માં 5 લાખથી વધુ કર્મચારીઓ છે. તે જ સમયે, TCS હવે ભારતીય રેલવે પછી દેશની બીજી સૌથી મોટી નોકરીદાતા બની ગઈ છે. ટીસીએસ છોડનારા કર્મચારીઓની સંખ્યા પણ ઘણી ઓછી છે. આ કંપનીનો જાળવણી દર 8.6 ટકા છે, જે દેશમાં સૌથી ઓછો છે.

 

આ પણ વાંચો :  Gold Price Today : સોનુ ફરી મોંઘુ થઇ રહ્યું છે , જાણો આજના દુબઈ સહીત દેશ વિદેશના સોનાના ભાવ

 

આ પણ વાંચો :  IPO Allotment Status : શું તમે CarTrade Tech IPO માં રોકાણ કર્યું છે? આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહીં

Published On - 5:02 pm, Tue, 17 August 21

Next Article