22 વર્ષમાં ઇંધણના વપરાશમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો, વપરાશમાં 9.1 ટકાનો ઘટાડો થયો

|

Apr 10, 2021 | 10:05 AM

કોરોનાકાળ અને પેટ્રોલ અને ડીઝલની આસમાને પહોંચેલી કિંમતોના પગલે છેલ્લા 22 વર્ષોમાં ઇંધણના વપરાશ(Fuel Demand) માં અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.

22 વર્ષમાં ઇંધણના વપરાશમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો, વપરાશમાં 9.1 ટકાનો ઘટાડો થયો
છેલ્લા 22 વર્ષોમાં ઇંધણના વપરાશમાં અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.

Follow us on

કોરોનાકાળ અને પેટ્રોલ અને ડીઝલની આસમાને પહોંચેલી કિંમતોના પગલે છેલ્લા 22 વર્ષોમાં ઇંધણના વપરાશ(Fuel Demand) માં અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ(Petroleum Planning and Analysis Cell) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ 1998-99 પછી પહેલીવાર પેટ્રોલિયમ પેદાશોમાં 9.1% નો ઘટાડો નોંધાયો છે. અગાઉના વર્ષ 2019-20માં ઇંધણનો વપરાશ 194.63 મિલિયન ટન હતો તે સામે વર્ષ 2020-21માં ઘટીને 214.12 મિલિયન ટન થઈ ગયું છે.

પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ ગયા વર્ષે દેશભરમાં કડક લોકડાઉન અને કોરોના રોગચાળાની અસરને કારણે બળતણનો વપરાશ ઓછો થયો છે. મર્યાદિત સંસાધનો સહિત પરિવહન પરના નિયંત્રણોને કારણે બળતણનો વપરાશ ઓછો થયો છે.

પેટ્રોલ અને ડીઝલ પર ખરાબ અસર
ગત નાણાકીય વર્ષ દરમિયાન ડીઝલનો વપરાશ 12 ટકા ઘટીને 7.27 મિલિયન ટન થયો છે જ્યારે પેટ્રોલનો વપરાશ 6.7 ટકા ઘટીને 27.9 મિલિયન ટન થયો છે. એ જ રીતે વિમાનના બળતણના વપરાશમાં પણ 53.6 ટકાનો જંગી ઘટાડો થયો હતો અને તે 37 લાખ ટન હતું. નેફથાનું વેચાણ એક વર્ષ પહેલા 1.42 કરોડ ટન જેટલું હતું. આ સમયગાળા દરમિયાન એલપીજીનો વપરાશ વધ્યો છે તેની માંગ 4.7% વધી 27.59 મિલિયન ટન થઈ છે. ગત નાણાકીય વર્ષમાં તે 26.33 મિલિયન ટન હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

માર્ચથી સ્થિતિ કથળી હતી
કોરોના રોગચાળાના વધતા જતા ફાટી નીકળવાના કારણે માર્ચ મહિનામાં દેશવ્યાપી લોકડાઉનને કારણે ફેક્ટરીઓ સહિતના અન્ય તમામ વેપાર ધંધા અટક્યા હતા. આ સમયગાળા દરમિયાન તમામ પ્રકારના પરિવહન, ટ્રેન અને ફ્લાઇટ્સ પણ બંધ કરવામાં આવી હતી. કડક પ્રતિબંધના કારણે જૂન સુધીમાં સ્થિતિ બગડી હતી. દેશની અર્થવ્યવસ્થા પર પણ તેની નકારાત્મક અસર પડી હતી. પ્રથમ ક્વાર્ટરમાં GDPમાં ઐતિહાસિક 23.9% નો ઘટાડો જોવા મળ્યો હતો. અનલોકમાં બધું સામાન્ય થવા લાગ્યું જો કે કોરોનાની બીજી લહેર આવતા દેશમાં ફરી આર્થિક સુધારા પર બ્રેક લાગી શકે છે.

Next Article