Insurance Privatisation અંગે આવ્યા મોટા સમાચાર , બેંકો પેહલા આ વીમા કંપનીનું થઇ શકે છે ખાનગીકરણ, જાણો વિગતવાર

|

Aug 16, 2021 | 2:46 PM

સરકારે વીમા કંપનીઓના ખાનગીકરણ / વિનિવેશ અંગે તાજેતરમાં ગૃહમાં બે કાયદા પસાર કર્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી સાથે સરકારે બંને સુધારાઓ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.

સમાચાર સાંભળો
Insurance Privatisation અંગે આવ્યા મોટા સમાચાર , બેંકો પેહલા આ વીમા કંપનીનું થઇ  શકે છે ખાનગીકરણ, જાણો વિગતવાર
File Image

Follow us on

વીમા કંપનીના ખાનગીકરણ(Insurance Privatisation)ને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સનું ખાનગીકરણ કરી શકે છે. જરૂરી મંજૂરી મળ્યા બાદ સરકાર તેને કેબિનેટ સમક્ષ રજૂ કરશે. સૂત્રો એમ પણ કહે છે કે સરકાર બેન્કો પહેલા વીમા કંપનીનું ખાનગીકરણ કરશે. સરકારે જનરલ ઇન્શ્યોરન્સ કંપનીમાં આશરે 12,500 કરોડ રૂપિયાનું મૂડી રોકાણ કર્યું છે.

સરકારે વીમા કંપનીઓના ખાનગીકરણ / વિનિવેશ અંગે તાજેતરમાં ગૃહમાં બે કાયદા પસાર કર્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી સાથે સરકારે બંને સુધારાઓ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. ચોમાસુ સત્રમાં સરકારે જનરલ ઇન્શ્યોરન્સ બિઝનેસ નેશનલાઇઝેશન એમેન્ડમેન્ટ બિલ 2021 અને ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન (DICGC) ને ગૃહમાં રજૂ કર્યા હતા. વીમા સુધારા અધિનિયમ અંગે ગૃહમાં ઘણો હંગામો થયો હતો જોકે તેને ધ્વનિ મત દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો.

વીમા સુધારા બિલ 2021 અંગે જાહેરનામું
જનરલ ઇન્શ્યોરન્સ એમેન્ડમેન્ટ બિલ સરકારને સરકારી વીમા કંપનીઓમાં તેનો હિસ્સો 51 ટકાથી ઘટાડવાની સત્તા આપે છે. ડીઆઈસીજીસી(DICGC) સુધારા બિલને કારણે બેંકમાં ખાતાધારકો હવે રૂ ૫ લાખ સુધી સુરક્ષિત છે. આનો અર્થ એ થયો કે જો કોઈ કારણોસર બેંક નાદાર થઈ જાય તો થાપણદારોને મહત્તમ રૂ 5 લાખ નિશ્ચિત મળશે. અગાઉ તેની મર્યાદા રૂ 1 લાખ હતી. નવા કાયદા હેઠળ થાપણદારોને 90 દિવસની અંદર ગેરેંટીડ વીમાનો લાભ મળશે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

જનરલ ઇન્સ્યોરન્સની ચાર કંપનીઓ છે
હાલમાં જાહેર ક્ષેત્રની ચાર વીમા કંપનીઓ છે. તેમના નામ નેશનલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની છે. આ ચારમાંથી એક કંપનીનું ખાનગીકરણ કરવામાં આવશે. અત્યારે કોઈ કંપનીની પસંદગી જાહેર કરવામાં આવી નથી. લેટેસ્ટ માહિતી મુજબ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ મોખરે છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે 1.75 લાખ કરોડના વિનિવેશ અને ખાનગીકરણનો લક્ષ્યાંક રાખ્યો છે. 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરતા નાણામંત્રીએ 2 સરકારી બેંકો અને 1 વીમા કંપનીના ખાનગીકરણની જાહેરાત કરી હતી.

 

આ પણ વાંચો : Gold Price Today : જાણો શું છે આજે સોનાની સ્થિતિ, કરો એજ નજર આજના દેશ – વિદેશના સોનાના ભાવ ઉપર

આ પણ વાંચો :   Aadhaar સંબંધિત નિયમોમાં UIDAI એ કર્યો ફેરફાર , જાણો તમારા ઉપર શું અસર પડશે

Next Article