POST OFFICE ના ખાતેદાર 1 એપ્રિલ પહેલા નિપટાવીલો આ કામ નહીંતર પડશો મુશ્કેલીમાં

|

Mar 10, 2022 | 9:50 AM

પોસ્ટ ઑફિસે જણાવ્યું છે કે ગ્રાહકે શક્ય તેટલું જલદી તેમનું પોસ્ટ ઑફિસ અથવા બેંક બચત ખાતું ખોલવું જોઈએ અને પોસ્ટ ઑફિસ વરિષ્ઠ નાગરિક બચત યોજના, એમઆઈએસ, ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ વગેરેનું વ્યાજ હવે તે ખાતામાં જમા કરવામાં આવશે.

POST OFFICE ના ખાતેદાર 1 એપ્રિલ પહેલા નિપટાવીલો આ કામ નહીંતર પડશો મુશ્કેલીમાં
India Post

Follow us on

જો તમે પોસ્ટ ઓફિસ(Post Office) સ્મોલ સેવિંગ્સ સ્કીમ(small saving scheme)માં રોકાણ કર્યું છે તો આ તમારા માટે અગત્યના સમાચાર છે. નિયમોમાં ફેરફારની 1 એપ્રિલ 2022થી તમારા ખિસ્સા પર અસર પડશે. પોસ્ટ ઓફિસના બદલાયેલા નિયમો અનુસાર હવે ગ્રાહકોએ ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ, સિનિયર સીટીઝન બચત યોજના અને માસિક આવક યોજના (MIS)માં રોકાણ કરવા માટે સેવિંગ્સ એકાઉન્ટ અથવા બેંક ખાતું ખોલાવવું જરૂરી છે. પોસ્ટ ઑફિસે 1 એપ્રિલ, 2022 થી કોઈપણ પ્રકારની નાની બચત યોજનાઓ જેવી કે સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ, મંથલી ઈન્કમ સ્કીમ, ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ વગેરેમાં રોકાણ કરવા માટે બેંક ખાતું ખોલવાનું ફરજિયાત બનાવ્યું છે.

હવે આ નાની રકમમાં ડિપોઝિટ પર મળતું વ્યાજ બચત ખાતા તમારા પોસ્ટ ઓફિસ બચત ખાતા અથવા બેંક ખાતામાં જ જમા થશે. તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસે એવા તમામ ગ્રાહકોને કહ્યું છે કે જેમની પાસે કોઈ પણ પ્રકારનું બચત ખાતું નથી.

પોસ્ટ ઓફિસ અથવા બેંક બચત ખાતું જરૂરી

પોસ્ટ ઑફિસે જણાવ્યું છે કે ગ્રાહકે શક્ય તેટલું જલદી તેમનું પોસ્ટ ઑફિસ અથવા બેંક બચત ખાતું ખોલવું જોઈએ અને પોસ્ટ ઑફિસ વરિષ્ઠ નાગરિક બચત યોજના, એમઆઈએસ, ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ વગેરેનું વ્યાજ હવે તે ખાતામાં જમા કરવામાં આવશે. જો તમારી પાસે પહેલેથી જ બેંક અથવા પોસ્ટ ઓફિસ ખાતું છે, તો તેને પોસ્ટ ઓફિસના નાના બચત ખાતા સાથે લિંક કરો. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ સેવિંગ એકાઉન્ટ વિના તમને નાના બચત ખાતામાં વ્યાજ નહીં મળે. તો આ તાકીદનું કામ 31 માર્ચ, 2022 પહેલા પૂર્ણ કરી લો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

SCSS/TD/MIS ને બચત ખાતા સાથે કેવી રીતે લિંક કરવું ?

જો તમે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટને SCSS/TD/MIS સાથે લિંક કરવા માંગતા હોય તો તમે ઓટોમેટિક ટ્રાન્સફર સેવાનો લાભ લઈ શકો છો. બેંક એકાઉન્ટ લિંક કરવા ઉપરાંત તમે પોસ્ટ ઓફિસમાં જઈને બેંક પાસબુક અથવા કેન્સલ ચેક દ્વારા લિંક કરી શકો છો.

આ સ્કીમ તમારા નાણાં બમણાં કરશે

દેશમાં આજે પણ એક એવો મોટો વર્ગ છે જે પોસ્ટ ઓફિસની સ્કીમ્સ(Post Office Schemes)માં સૌથી વધુ પૈસા રોકાણ કરવાનું પસંદ કરે છે. આનું સૌથી મોટું કારણ એ છે કે ગ્રાહકોને આ સ્કીમમાં રોકાણ પર વધુ સારું વળતર તેમજ સુરક્ષા મળે છે. જ્યારે તમે પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો છો ત્યારે તમને સરકાર તરફથી ગેરંટી મળે છે.

આ કિસ્સામાં પૈસા ડૂબવાનું જોખમ ખૂબ ઓછું છે. સાથે જ પોસ્ટ ઓફિસ સ્કીમમાં ખૂબ ઓછા પૈસામાં પણ રોકાણ કરી શકાય છે. આજે અમે તમને એક પોસ્ટ ઓફિસ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમે રોકાણ પર ડબલ લાભ મેળવી શકો છો. આ યોજના કિસાન વિકાસ પત્ર(Kisan Vikas Patra) છે.

આ પણ વાંચો : MONEY9: દેશની કેટલી મહિલાઓ પાસે બેન્ક એકાઉન્ટ છે ? જાણો આ વીડિયોમાં

આ પણ વાંચો : MONEY9: મોંઘવારીના ભસ્માસુરને નાથવો છે ? તો બેન્ક FDમાં નહીં, માર્કેટમાં આવો !

Next Article