MONEY9: દેશની કેટલી મહિલાઓ પાસે બેન્ક એકાઉન્ટ છે ? જાણો આ વીડિયોમાં
દેશની 100 મહિલાઓમાંથી 77ની પાસે જ બેંક એકાઉન્ટ છે. પરંતુ આ 77માંથી 42 ખાતામાં કોઇ લેવડ-દેવડ જ નથી થતી. એટલે કે 65 ટકા મહિલાઓ સંગઠીત નાણાકીય બજારનું પહેલું પગથિયું પણ ચડી નથી.
મુઠ્ઠીભર મહિલાઓ (WOMEN)ની સફળતાને એવરેસ્ટ માનતા પહેલા એ હકીકત પણ જાણી લો કે, દેશની 100 મહિલાઓમાંથી 77ની પાસે જ બેંક એકાઉન્ટ (BANK ACCOUNT) છે. પરંતુ આ 77માંથી 42 ખાતામાં કોઇ લેવડ-દેવડ (TRANSACTION) જ નથી થતી. એટલે કે 65 ટકા મહિલાઓ સંગઠીત નાણાકીય બજારનું પહેલું પગથિયું પણ ચડી નથી.
મહિલા દિવસની શુભકામનાઓ પૈસાની દુનિયામાં ફિક્કી લાગે છે. મહિલા સશક્તિકરણની ચર્ચાઓ નાણાકીય સમાવેશના મંચ પર મૌન થઇ જાય છે. કમાણી, વપરાશ, બચતના બજારમાં પાઇલટ સીટ પર પુરુષોનો જ કબજો છે. આ જ કારણ છે કે નાણાંકીય આઝાદીની મંઝિલ અડધી વસતી માટે તો ઘણી દૂરની વાત છે. તમામ રિસર્ચ રિપોર્ટ અને સર્વે ફંફોસી કાઢો. આંકડામાં આવી જ તસવીર ઉપસી આવે છે.
મુઠ્ઠીભર મહિલાઓની સફળતાને એવરેસ્ટ માનતા પહેલા એ હકીકત પણ જાણી લો કે દેશની 100 મહિલાઓમાંથી 77ની પાસે જ બેંક એકાઉન્ટ છે. પરંતુ આ 77માંથી 42 ખાતામાં કોઇ લેવડ-દેવડ જ નથી થતી. એટલે કે 65 ટકા મહિલાઓ સંગઠીત નાણાકીય બજારની પહેલી સીડી પણ નથી ચડી શકી. તેમની પાસે એવું બેંક ખાતુ પણ નથી જેમાં મહિના-બે મહિનામાં કોઇ લેવડ-દેવડ થતી હોય. સાંભળો બચત અને રોકાણની કહાની.
ખાસ મહિલાઓ માટે બનેલા નાણાંકીય પ્લેટફોર્મ લક્ષ્મીએ 4 હજાર વર્કિગ વુમનની બચત અને રોકાણની આદતો પર એક સર્વે કર્યો. સર્વેના પરિણામો ચોંકાવનારા છે. દેશની 60 ટકા મહિલાઓ પોતાની બચત બેંક ખાતામાં રાખે છે. 12 ટકા મહિલાઓ બચત પરિવારના કોઇ સભ્યને આપી દે છે. 33 ટકા ઇમરજન્સી ફંડ તરીકે રાખે છે અને ફક્ત 18 ટકા રોકાણ કરે છે. મોટાભાગની મહિલાઓ પોતાની બચતના 6 થી 10 ટકા જ રોકાણ કરે છે.
આ પણ જુઓ
બેંક FDમાં તમે ક્યાંક કરી તો નથી દીધીને આવી ભૂલ?
આ પણ જુઓ