આવી રહી છે TCS ની 18000 કરોડ રૂપિયાની બાયબેક ઓફર, 9 માર્ચથી 23 માર્ચ સુધી, જાણો પુરી ડીટેલ્સ

|

Mar 07, 2022 | 8:19 AM

ટાટા કન્સલટન્સી સર્વિસ (TCS) ના પ્રમોટર્સ - ટાટા સન્સ અને ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લીમીટેડ - એ 5 માર્ચે ₹18,000 કરોડની શેર બાયબેક ઓફર માટેની તારીખોની જાહેરાત કરી હતી. ઓફર 9 માર્ચે ખુલશે અને 23 માર્ચે સાંજે 5 વાગ્યે વિન્ડો બંધ થશે.

આવી રહી છે TCS ની 18000 કરોડ રૂપિયાની બાયબેક ઓફર, 9 માર્ચથી 23 માર્ચ સુધી, જાણો પુરી ડીટેલ્સ
TCS (File Image)

Follow us on

TCS share buyback offer : આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસે (Tata Consultancy Services) 5 માર્ચે તેની  18,000 કરોડ રૂપિયાની શેર બાયબેક ઓફરની તારીખોની જાહેરાત કરી હતી. આ બાયબેક ઓફરની જાહેરાત કંપની દ્વારા આ વર્ષે જાન્યુઆરીમાં કરવામાં આવી હતી. આ ઓફર 9 માર્ચે ખુલશે અને 23 માર્ચે સાંજે 5 વાગ્યે બંધ થશે, એમ કંપનીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે TCSનું આ ચોથું બાયબેક છે અને છેલ્લા ત્રણ બાયબેકમાં ટાટા સન્સને સૌથી વધુ ફાયદો થયો હતો.

પ્રમોટર કંપનીઓ પણ લેશે ભાગ

આ બાયબેક ઓફરમાં ટીસીએસની પ્રમોટર ટાટા સન્સ અને ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડે લગભગ 2.88 કરોડ શેર્સનું ટેન્ડર કરવાની તૈયારી દર્શાવી છે. 2021 માં, ટીસીએસએ શેર દીઠ 3,000 રૂપિયાના દરે 5.3 કરોડ શેર ખરીદ્યા હતા અને ઓફર હેઠળ 3.333 કરોડ શેર સ્વીકાર્યા હતા. કંપનીએ 2017 અને 2018માં બે બાયબેક ઓફર લાવી હતી અને બંને રાઉન્ડમાં તેનું કદ  16,000 કરોડ રૂપિયા હતું. સપ્ટેમ્બર, 2021ના અંતે, ટીસીએસ પાસે આશરે  51,950 કરોડ રૂપિયાનુ કેશ અને કેશ ઈક્વિવેલેન્ટ હતું.

18,000 કરોડમાં ખરીદી એર ઈન્ડિયા

ટાટા સન્સે સરકાર પાસેથી એર ઈન્ડિયાને 18,000 કરોડ રૂપિયામાં ખરીદી લીધા બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે. કંપની સરકારને 2,700 કરોડ રૂપિયા ચૂકવશે અને બાકીની રકમ દેવાની ચૂકવણીમાં જશે. ટાટા સન્સ હાલમાં ટીસીએસમાં 72 ટકા હિસ્સો ધરાવે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સેબીના ધારાધોરણો મુજબ, ઓફરના કદના 15% (અંદાજે 2700 કરોડ રૂપિયા) નાના રોકાણકારો માટે આરક્ષિત છે. બાયબેક હેઠળ શેરનું ટેન્ડર કરનારા રોકાણકારોને 20 ટકા સુધીનું ત્વરિત વળતર મળી શકે છે. આ રોકાણકારોમાં એવા રોકાણકારોનો સમાવેશ થાય છે જેમની પાસે રેકોર્ડ ડેટ પર  2 લાખ રૂપિયા સુધીના શેર છે.

આ કંપનીઓ પણ લાવી ચૂકી છે બાયબેક ઓફર

સપ્ટેમ્બર 2021માં, ઇન્ફોસિસે  9,200 કરોડ રૂપિયાના બાયબેકની જાહેરાત કરી હતી, જ્યારે વિપ્રોએ  9,500 કરોડ રૂપિયાના શેર બાયબેક કર્યા હતા. 2018માં, એચસીએલ ટેકે  4,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કર્યા હતા. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે શેર બાયબેક સામાન્ય રીતે શેર દીઠ આવકમાં સુધારો કરે છે અને શેરધારકોને સરપ્લસ રોકડ પ્રદાન કરે છે, જે મંદીના સમયમાં સ્ટોકને ટેકો આપે છે.

 

 

આ પણ વાંચો :  વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા સતત છઠ્ઠા મહિને કરવામાં આવી રહ્યો છે ઉપાડ, માર્ચના માત્ર ત્રણ ટ્રેડિંગ સેશનમાં ઉપાડ્યા 17537 કરોડ

Next Article