TCSની કમાણી 16 ટકા વધી, પ્રથમ ક્વાર્ટરનો નફો 5 ટકા વધીને રૂ. 9,478 કરોડ થયો

|

Jul 08, 2022 | 10:14 PM

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ આજે ​​તેના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. શેરબજારને આપવામાં આવેલી માહિતી અનુસાર કંપનીનો કોન્સોલિડેટેડ નફો ગત વર્ષની સરખામણીએ 30 જૂને પૂરા થયેલા ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 5.2 ટકા વધીને રૂ. 9,478 કરોડ થયો છે.

TCSની કમાણી 16 ટકા વધી, પ્રથમ ક્વાર્ટરનો નફો 5 ટકા વધીને રૂ. 9,478 કરોડ થયો
TCS earnings up 16 per cent
Image Credit source: File Photo

Follow us on

ટાટા કન્સલ્ટન્સીને આજે કોણ નથી જાણતુ? આ કંપનીએ ભારત અને વિશ્વમાં પોતાના કામને લઈને નામના મેળવી છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (Tata Consultancy Services)એ એક ભારતીય બહુરાષ્ટ્રીય માહિતી ટેકનોલોજી સેવાઓ અને કન્સલ્ટિંગ કંપની છે, જેનું મુખ્ય મથક મુંબઈમાં છે. તે ટાટા ગ્રુપનો એક ભાગ છે અને 46 દેશોમાં 149 સ્થળોએ કાર્યરત છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ આજે ​​તેના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. શેરબજારને આપવામાં આવેલી માહિતી અનુસાર કંપનીનો કોન્સોલિડેટેડ નફો ગત વર્ષની સરખામણીએ 30 જૂને પૂરા થયેલા ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 5.2 ટકા વધીને રૂ. 9,478 કરોડ થયો છે. આ સમયગાળા દરમિયાન દેશની સૌથી મોટી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સર્વિસ કંપનીના બિઝનેસની આવક પાછલા વર્ષની સરખામણીમાં 16.2 ટકા વધીને રૂ. 52,758 કરોડ થઈ છે. TCSએ રૂ.1ની ફેસ વેલ્યુ ધરાવતા પ્રત્યેક ઈક્વિટી શેર માટે રૂ.8નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.

TCS મેનેજમેન્ટે આપ્યુ આ નિવેદન

TCSના CEO અને MD રાજેશ ગોપીનાથને જણાવ્યુ કે અમે નવા નાણાકીય વર્ષની શરૂઆત મજબૂત અંદાજ સાથે કરી રહ્યા છીએ. અમે સર્વાંગી વિકાસ હાંસલ કર્યો છે અને અમને તમામ ક્ષેત્રોમાં મજબૂત સોદા મળ્યા છે. રાજેશ ગોપીનાથને નિવેદનમાં જણાવ્યું હતું કે નવા સોદા મજબૂત રહે છે. પરંતુ મેક્રો-ઈકોનોમિક અનિશ્ચિતતાઓને જોતાં અમે સાવચેત છીએ. અમારું નવું સંગઠન માળખું સુવ્યવસ્થિત છે અને અમને અમારા ગ્રાહકોની નજીક લાવી રહ્યું છે.

રાજેશ ગોપીનાથને જણાવ્યું હતું કે TCS વિકાસની ગતિ અને ટેક્નોલોજી ખર્ચમાં વેગ અંગે વિશ્વાસ ધરાવે છે. કંપનીના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર સમીર સેકસરિયાએ જણાવ્યું હતું કે આ ક્વાર્ટર ખર્ચ વ્યવસ્થાપનના દૃષ્ટિકોણથી પડકારજનક રહ્યું છે. પ્રથમ ક્વાર્ટરમાં અમારું 23.1 ટકાનું ઓપરેટિંગ માર્જિન અમારા વાર્ષિક પગારમાં વધારો, ટેલેન્ટ મેનેજમેન્ટની ઊંચી કિંમત અને મુસાફરી ખર્ચના સામાન્યકરણને કારણે છે.

આ પણ વાંચો

કંપનીમાંથી નોકરી છોડવાનો દર વધ્યો

પરિણામો અનુસાર કંપનીમાં ડ્રોપઆઉટ રેટ વધીને 19.7 ટકા થયો છે. માર્ચ ક્વાર્ટરમાં આ દર 17.4 ટકા હતો. આ સમય દરમિયાન કંપનીએ નવી ભરતી પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને ક્વાર્ટર દરમિયાન કંપનીમાં 14 હજારથી વધુ કર્મચારીઓ ઉમેરાયા છે. હાલમાં TCSમાં કુલ 6,06,331 કર્મચારીઓ છે. વર્ષ દરમિયાન TCSએ તેના કર્મચારીઓને સરેરાશ 5થી 8 ટકાનો પગાર વધારો આપ્યો છે. કુલ વર્ક ફોર્સમાં 35 ટકાથી વધુ મહિલાઓ છે.

Next Article