ટાટાની આ કંપની મુકેશ અંબાણીની રિલાયન્સને પછાડીને બની દેશની નંબર વન કંપની

|

Jun 02, 2023 | 7:52 PM

TCS: મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ રૂ. 65,320 કરોડની બ્રાન્ડ વેલ્યુ સાથે બીજા સ્થાને છે. મુકેશ અંબાણીની ટેલિકોમ અને ડિજિટલ યુનિટ Jio પણ રૂ. 49,027 કરોડની બ્રાન્ડ વેલ્યુ સાથે ટોપ 5માં છે.

ટાટાની આ કંપની મુકેશ અંબાણીની રિલાયન્સને પછાડીને બની દેશની નંબર વન કંપની

Follow us on

Delhi: વિશ્વની સૌથી મોટી IT કંપનીઓમાંની એક TCS દેશની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બની ગઈ છે. TCSએ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને (Reliance Industries) પાછળ પાડીને આ સ્થાન હાંસલ કર્યું છે. જો કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બીજા ક્રમે છે. વિશ્વની જાણીતી ગ્લોબલ બ્રાન્ડ કન્સલ્ટન્સી ફર્મ ઈન્ટરબ્રાન્ડ અનુસાર TCS 2023માં 50 સૌથી મૂલ્યવાન ભારતીય બ્રાન્ડ્સની યાદીમાં ટોચ પર છે, જેની બ્રાન્ડ મૂલ્ય રૂ. 1.09 લાખ કરોડ છે.

મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ રૂ. 65,320 કરોડની બ્રાન્ડ વેલ્યુ સાથે બીજા સ્થાને છે. મુકેશ અંબાણીની ટેલિકોમ અને ડિજિટલ યુનિટ Jio પણ રૂ. 49,027 કરોડની બ્રાન્ડ વેલ્યુ સાથે ટોપ 5માં છે.

આ પણ વાંચો: Nitin Gadkari YouTube Income: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી યુ-ટ્યૂબથી કરે છે તગડી કમાણી, 5 લાખથી વધુ છે સબ્સ્ક્રાઈબર્સ

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

167 ટકા જોવા મળ્યો ગ્રોથ

ઈન્ટરબ્રાન્ડે કહ્યું કે આ તેમનું 10મું એડિશન છે. 2014માં તેમણે પ્રથમ વખત રિપોર્ટ રજૂ કર્યો હતો. છેલ્લા 10 વર્ષમાં આ યાદીમાં હાજર કંપનીઓની સંયુક્ત બ્રાન્ડ વેલ્યુ 100 અબજ ડોલર એટલે કે 8.3 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

આ સમયગાળા દરમિયાન કંપનીઓની બ્રાન્ડ વેલ્યુમાં 167 ટકાનો વધારો થયો છે. ખાસ વાત એ છે કે ટોપ 3 ટોપ 10 બ્રાન્ડની કુલ કિંમતના 46 ટકા હિસ્સો ધરાવે છે. આ સિવાય ટોપ ટોટલ બ્રાન્ડ વેલ્યુના 40 ટકા ટોપ ફાઈવ પાસે છે.

ટોપ 10માં આ કંપનીઓ પણ સામેલ

હાલમાં ત્રીજા નંબર પર આઈટી કંપની ઈન્ફોસિસ છે, જેની બ્રાન્ડ વેલ્યુ 53,323 કરોડ રૂપિયા છે. HDFC ચોથા નંબરે અને Jio પાંચમાં નંબરે છે. ટોપ 10માં એરટેલ, એલઆઈસી, મહિન્દ્રા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને આઈસીઆઈસીઆઈનો સમાવેશ થાય છે.

FMCG છેલ્લા દસ વર્ષમાં સૌથી ઝડપથી વિકસતા ક્ષેત્રોમાંનું એક છે. જેનો CGAR 25 ટકા જોવા મળ્યો છે. આ પછી હાઉસિંગ અને ઈન્ફ્રા ક્ષેત્રે વાર્ષિક 17 ટકા અને ટેકમાં 14 ટકાનો વધારો થયો છે. ઈન્ટરબેન્ડે જણાવ્યું હતું કે ટોચની 10 કંપનીઓની બ્રાન્ડ વેલ્યુ રૂ. 4.9 લાખ કરોડ છે, જે યાદીમાં રહેલી બાકીની 40 બ્રાન્ડની સંયુક્ત કિંમત કરતાં વધુ છે, જે રૂ. 3.3 લાખ કરોડ છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article