
એક સામાન્ય વ્યક્તિના ખાતામાં અચાનક કરોડો રૂપિયા જમા થઇ જાય તો તેનો ખુશીનો પાર રહેતો નથી . દેશની એક જાણીતી બેંક(Bank)માં ખાતું ધરાવતા એક સામાન્ય ટેક્ષી ચાલાક સાથે પણ કંઈક આવુંજ બન્યું છે. આ ડ્રાઇવર કામ ઉપર હતો ત્યારે તેના મોબાઈલમાં એક મેસેજ આવ્યો હતો જે વાંચી તે ચોંકી ગયો હતો.તેના ખાતામાં એક બે નહીં પણ 9000 કરોડ રૂપિયા જમા થયા હતા.
પહેલી નજરે કેબ ડ્રાઈવર માટે આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ જણાય છે. આ મામલો દક્ષિણ ભારતના મહાનગર ચેન્નાઈનો છે. ચેન્નાઈમાં કેબ ડ્રાઈવર રાજકુમારનું તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંકમાં બેંક ખાતું ધરાવે છે. તાજેતરમાં રાજકુમારના મોબાઈલમાં મેસેજ આવ્યો કે તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંકે તેમના ખાતામાં 9,000 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.
આ પણ વાંચો : 30 સપ્ટેમ્બર સુધીમાં નિપટાવીલો આ બેંક,આધાર અને રોકાણ સાથે જોડાયેલા 5 મહત્વપૂર્ણ કામ નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે
તામિલનાડુના પલાનીના રહેવાસી રાજકુમારને બેંકમાંથી મળેલા આ મેસેજથી આશ્ચર્ય થયું હતું. પહેલા તો રાજકુમારને લાગ્યું કે આ એક કૌભાંડ છે. સત્યતા ચકાસવા માટે રાજકુમારે તેના મિત્રને 21000 રૂપિયા ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો જોકે તે સફળ રહ્યો હતો. આ બાદ હકીકત સામે આવી કે બેંક દ્વારા તેના બેંક ખાતામાં ખરેખર રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. જોકે, મિનિટોમાં બેંક દ્વારા બાકીની રકમ પરત ખેંચી લેવામાં આવી હતી.
ગયા વર્ષે આવા જ કિસ્સામાં HDFC ગ્રાહકોને તેમના બેંક ખાતામાં બેલેન્સમાં વધારો દર્શાવતો સંદેશ મળ્યો હતો. કેટલાક ખાતાઓમાં 13 કરોડ રૂપિયા સુધીની મોટી રકમ પણ જમા કરવામાં આવી હતી. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક ગ્રાહકે ચેન્નાઈ પોલીસને જાણ કરી કે તેનું બેંક એકાઉન્ટ હેક થઈ ગયું છે. આ પછી પોલીસ બેંકના શાખા અધિકારીઓ પાસે પહોંચી જેમણે કહ્યું કે મેસેજ ભૂલથી મોકલવામાં આવ્યા હતા.