જો તમે રોકાણ(Investment) કરવા માંગતા હો તો ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ(tax saving mutual funds) સારો વિકલ્પ બની શકે છે. તેમાં થોડું જોખમ સામેલ છે પરંતુ મોટો નફો કરવાની તક પણ છે. ખાસ વાત એ છે કે તેમાં રોકાણ કરીને તમે ટેક્સ પણ બચાવી શકો છો. જો તમે તેને સમજો તો મ્યુચ્યુઅલ ફંડ (mutual funds) એક સુરક્ષિત રોકાણ છે. રોકાણકારોએ ઇક્વિટી ફંડમાં રોકાણ કરતી વખતે વળતરમાં ટૂંકા ગાળાની વધઘટ વિશે ચિંતા ન કરવી જોઈએ. તમારે યોગ્ય મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવું જોઈએ, જે તમારા રોકાણના લક્ષ્યાંકો હાંસલ કરે અને લાંબા ગાળા સાથે સારું વળતર આપે છે.
મ્યુચ્યુઅલ ફંડ એ એક પ્રકારનું નાણાકીય રોકાણ માધ્યમ છે જે સ્ટોક્સ, બોન્ડ્સ, મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને અન્ય અસ્કયામતો જેવી સિક્યોરિટીઝમાં રોકાણ કરવા માટે ઘણા રોકાણકારો પાસેથી ઇન્વેસ્ટમેન્ટ કરી બનેલું છે.
મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ ચાર મુખ્ય કેટેગરીમાં આવે છે – મની માર્કેટ ફંડ્સ, બોન્ડ ફંડ્સ, સ્ટોક ફંડ્સ અને ટાર્ગેટ ડેટ ફંડ્સ. દરેક પ્રકારમાં અલગ અલગ લક્ષણો, જોખમો અને સારી આવક હોય છે.
ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) મ્યુચ્યુઅલ ફંડને શ્રેષ્ઠ રોકાણ માનવામાં આવે છે. ઉત્તમ વળતર સાથે કર બચત પણ છે. આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ નાણાકીય વર્ષમાં રોકાણકાર રૂ.1.50 લાખ. સુધીની બચત કરી શકે છે.
જે રોકાણકારો કર બચત સાથે ઉત્તમ વળતર ઈચ્છે છે તેમના માટે મ્યુચ્યુઅલ ફંડ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. યુનિયન લોંગ ટર્મ ઇક્વિટી ફંડ તેનું સારું ઉદાહરણ છે.
છેલ્લા એક વર્ષ દરમિયાન સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) ના રોકાણકારોને યુનિયન લોંગ ટર્મ ઇક્વિટી ફંડ દ્વારા 10% વાર્ષિક વળતર અને 5.36% સંપૂર્ણ વળતર મળ્યું છે. બે વર્ષમાં ફંડને આ ફંડ દ્વારા 31% વાર્ષિક વળતર અને 34% સંપૂર્ણ વળતર મળ્યું છે. ત્રણ વર્ષમાં તે અનુક્રમે 25.50 ટકા અને 45 ટકા રહ્યો છે.
વેલ્યુ રિસર્ચ વેબસાઈટ અનુસાર જો કોઈ રોકાણકાર રૂ. 10000 આ યોજનામાં દર મહિને કરે છે તો એક વર્ષ માં તે વધી ને રૂપિયા ૧.૨૬ લાખ પહોંચ્યું છે , ત્રણ વર્ષ પેહલા કરેલું આ ઇન્વેસ્ટમેન્ટ આજે વધી ને 5.20 લાખ પહોંચ્યું છે . કોઈપણ રોકાણકાર કે જેણે 7 વર્ષ પહેલા આ ફંડ પર વિશ્વાસ કર્યો હશે આજે તેનું વળતર વધીને રૂ. 14.55 લાખ. થઇ ગયું છે .