કમાણી (Income )સાથે આવકવેરા(Income Tax )ની ચિંતા સતત સતાવતી હોય છે. કમાણી અનુસાર અલગ અલગ સ્લેબમાં આવકવેરાની જવાબદારી લાગુ પડતી હોય છે. જોકે તમે બરાબર પ્લાનિંગ(ટેક્સ Planning) સાથે કામ કરી તો મોટી કમાણી છતાં તમે ટેક્સના ભારણમાંથી મુક્તિ મેળવી શકો છો. જો તમારો પગાર(Salary) વાર્ષિક 10 લાખ રૂપિયાથી વધુ છે તો સ્વભાવિક લાગે કે તમારી કમાણીનો મોટો હિસ્સો સરકારને ટેક્સ તરીકે જશે. તમને લાગે છે કે તમારી પાસે ટેક્સ બચાવવાનો કોઈ રસ્તો નથી તેથી ટેક્સ ભરવો પડશે. અહીં અમે તમારું અનુમાન ખોટું છે. ભલે તમારો પગાર વાર્ષિક રૂપિયા 10.5 લાખ હોય છતાં તમારે 1 રૂપિયો પણ ટેક્સ નહિ ભરવો પડે માત્ર પ્રોપર ટેક્સ પ્લાનિંગની જરૂર રહે છે.
આ માટે તમારે બચત અને ખર્ચને એવી રીતે રાખવો પડશે કે તમે તેના પર મળનારી ટેક્સ છૂટનો પૂરો લાભ લઈ શકો. આ અહેવાલમાં અમે તમને અત્યંત સરળ શબ્દોમાં સમજાવવા જઈ રહ્યા છીએ. જે પછી તમે તમારી ટેક્સની જવાબદારીને ઝીરો કરી શકો છો.
એક ઉદાહરણથી સમજવામાં આવે તો ધારો કે તમારો પગાર વાર્ષિક રૂ. 1050000 છે અને જો તમારી ઉંમર 60 વર્ષથી ઓછી છે તો તમે 30% સ્લેબમાં આવો છો.
પહેલા તમે રૂ. 50,000 સ્ટાન્ડર્ડ ડિડક્શન તરીકે ઘટાડો 10,50,0000-50,000 = 10,00,000 રૂપિયા થાય છે.
આ પછી તમે કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા બચાવી શકો છો. હવે તમે EPF, PPF, ELSS, NSC માં રોકાણ પર આવકવેરા મુક્તિ અને બે બાળકો માટે ટ્યુશન ફી તરીકે વાર્ષિક 1.5 લાખ બાદ મેળવી શકો છો. 10,000,000- 1,50,000 = 8,50,000 રૂપિયા
જો તમે નેશનલ પેન્શન સિસ્ટમ(NPS) માં વાર્ષિક 50,000 રોકાણ કરો છો તો આવકવેરા કાયદાની કલમ 80CCD (1B) હેઠળ તમને અલગથી આવકવેરો(Income Tax) બચાવવા માટે મદદ લઈ શકો છો. 8,50,000-50,0000 = 8,00,000 રૂપિયા
જો તમે હોમ લોન લીધી હોય તો આવકવેરાની કલમ 24B હેઠળ તમે રૂપિયા 2 લાખના વ્યાજ પર કર મુક્તિનો ક્લેઇમ કરી શકો છો. 8,00,000-2,00,000 = 6,00,000 રૂપિયા
આવકવેરાની કલમ 80D હેઠળ પત્નીઓ, બાળકો અને પોતે હેલ્થ ચેકએ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની રકમના કપાત લઈ શકે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રિમીયમ માટે 25,000 ડિડક્શન મળી શકે છે . વધુમાં જો તમે તમારા માતાપિતા માટે આરોગ્ય વીમો ખરીદો છો તો તમે રૂપિયા 50000 સુધી વધારાની કપાત મેળવી શકો છો. આ માટે શરત એ છે કે માતાપિતા વરિષ્ઠ નાગરિકો હોવા જોઈએ. 6,00,000-75,000 = 5,25,000 રૂપિયા
આવકવેરાની કલમ 80G હેઠળ સંસ્થાઓને દાન તરીકે આપવામાં આવેલી રકમ પર કર કપાતનો દાવો કરી શકો છો. ધારો કે તમે દાન રૂ. 25,000 આપ્યું છે તો તમે તેના પર ટેક્સ છૂટ મેળવી શકો છો. જો કે દાનની પુષ્ટિ કરવા માટે તમારે દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર પડશે. જે સંસ્થાને દાન આપવામાં આવે છે તેની પાસેથી સ્ટેમ્પ વાળી રસીદ મળવી જોઈએ. આ દાનનો પુરાવો હશે જે ટેક્સ કપાત સમયે જમા કરાવવાનો રહેશે. 5,25,000-25,000 = 5,00,000 રૂપિયા
તો હવે તમારે માત્ર રૂપિયા 5 લાખની આવક પર ટેક્સ ચૂકવવો પડશે. તમારી કર જવાબદારી રૂ. 12,500 (2.5 લાખના 5%) રહેશે. પરંતુ, મુક્તિ રૂ 12,500 છે જેથી 5 લાખના સ્લેબ પર શૂન્ય ટેક્સ ચૂકવવો પડશે.
કુલ ટેક્સ ડિડક્શન = 500,000 નેટ ઇન્કમ = 5,00,000 ટેક્સની જવાબદારી = 00