IITF 2024 : ભારતનો સૌથી મોટો વેપાર મેળો એટલે કે ‘ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર’ (IIFT 2024) આજે એટલે કે 14 નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ મેળો ભારત મંડપમ (અગાઉનું પ્રગતિ મેદાન)ના નવા એક્ઝિબિશન હોલમાં યોજાવા જઈ રહ્યો છે. આ વખતના મેળાની વિશેષતા એ છે કે ટાટા ગ્રૂપથી લઈને જિંદાલ સ્ટીલ ગ્રૂપ સુધીના દરેક લોકો અહીં આવવાના છે. રિલેક્સો, વૂડલેન્ડ અને હોકિન્સ જેવી કંપનીઓની હાજરી પણ મેળામાં જોવા મળશે.
એક ઓફિશિયલ નિવેદન અનુસાર આ વેપાર મેળો 14 દિવસ સુધી ચાલશે. અહીં દરરોજ એક લાખથી વધુ મુલાકાતીઓ આવવાની ધારણા છે. સપ્તાહના અંતે તેની સંખ્યા વધુ વધી શકે છે. ચાલો જાણીએ આ મેળાને લગતી દરેક નાની-મોટી વિગતો…
આ વખતે ટ્રેડ ફેરની થીમ ‘વિકસિત ભારત @ 2047’ રાખવામાં આવી છે. દર વર્ષની જેમ આ મેળાનું આયોજન ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન (ITPO) દ્વારા કરવામાં આવનારુ છે. દેશ અને વિદેશમાં ભારતના વેપારને પ્રોત્સાહન આપવાનું આ એકમ છે, જે વાણિજ્ય મંત્રાલય હેઠળ કામ કરે છે.
ટ્રેડ ફેર માટે મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે. આ એપ પર સામાન્ય લોકોને IITF 2024 માટે મેપ અને અન્ય નેવિગેશન સુવિધાઓ મળશે. આ એપનું નામ છે ‘ભારત મંડપમ મોબાઈલ એપ’. એપ પર જ સામાન્ય લોકોને એક્ઝિબિશન હોલ, તેમનું લોકેશન, તેમની અંદરના સ્ટોલ વગેરેની સુવિધા મળશે. આ એપ પર તમને ભારત મંડપમની અંદર વેપાર મેળાની શરૂઆતથી લઈને અંતિમ બિંદુ સુધીની તમામ માહિતી મળશે.
ટ્રેડ ફેરનો સમય સવારે 10 થી સાંજે 7.30 સુધીનો રહેશે. વેપાર મેળામાં પ્રવેશ ભારત મંડપમના ગેટ નંબર 3, ભૈરોન રોડના ગેટ નંબર 5 અને 6, મથુરા રોડના ગેટ નંબર 10માંથી હશે. આમાં ગેટ નંબર 10 સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન પાસે છે.
મેળાની ટિકિટ ઓનલાઈન અને અન્ય પસંદગીના મેટ્રો સ્ટેશનો પર ઉપલબ્ધ થશે. ભારત મંડપમ મોબાઈલ એપ, ડીએમઆરસી એપ મોમેન્ટમ 2.0 દિલ્હી સારથી અને આઈટીપીઓ વેબસાઈટ પરથી પણ ટિકિટ ખરીદી શકાય છે. મેળાની ટિકિટ સુપ્રીમ કોર્ટના સ્ટેશન સિવાય 55 મેટ્રો સ્ટેશન પર ઉપલબ્ધ રહેશે. સિનિયર નાગરિકો અને માન્ય વય પ્રમાણપત્ર ધરાવતા વિકલાંગ વ્યક્તિઓને મફત પ્રવેશ મળશે.
આ વખતે વેપાર મેળામાં બિહાર અને ઉત્તર પ્રદેશ ભાગીદાર રાજ્યો તરીકે ભાગ લઈ રહ્યા છે. જ્યારે ઝારખંડ મુખ્ય કેન્દ્રીય રાજ્ય છે. આ ઉપરાંત 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને 49 કેન્દ્રીય મંત્રાલયો, કોમોડિટી બોર્ડ, જાહેર ક્ષેત્રની કંપનીઓ, બેંકો અને સરકારી વિભાગો પણ હાજર છે. તેમજ ટાઇટન, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, JSW સ્ટીલ, રિલેક્સો, હોકિન્સ અને વુડલેન્ડ જેવી ખાનગી ક્ષેત્રની કંપનીઓ પણ તેમાં ભાગ લઈ રહી છે. આ મેળામાં 11 દેશો ચીન, ઈજિપ્ત, ઈરાન, દક્ષિણ કોરિયા, સ્વીડન, થાઈલેન્ડ, તુર્કી, ટ્યુનિશિયા, લેબનોન, કિર્ગિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) પણ ભાગ લઈ રહ્યા છે.
IITF-2024ના કામકાજના દિવસો 14-18 નવેમ્બરના રહેશે. સામાન્ય મુલાકાતીઓ માટે મેળો 19 થી 27 નવેમ્બર 2024 દરમિયાન યોજાશે.