TATA STEEL એ Q4 Results સાથે 7162 કરોડ ચોખ્ખો નફો જાહેર કર્યો , LMO નું ઉત્પાદન વધારાયુ

|

May 06, 2021 | 8:59 AM

ટાટા ગ્રૂપ(Tata Group)ની દિગ્ગજ કંપની ટાટા સ્ટીલે (Tata Steel) બુધવારે તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે.

TATA STEEL એ Q4 Results સાથે  7162 કરોડ  ચોખ્ખો નફો જાહેર કર્યો , LMO નું ઉત્પાદન વધારાયુ
TATA STEEL એ Q4 Results સાથે 7162 કરોડ ચોખ્ખો નફો જાહેર કર્યો

Follow us on

ટાટા ગ્રૂપ(Tata Group)ની દિગ્ગજ કંપની ટાટા સ્ટીલે (Tata Steel) બુધવારે તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ 2020-21ના જાન્યુઆરી-માર્ચના ચોથા ક્વાર્ટરમાં કંપનીએ 7,161.91 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. મુખ્યત્વે આવક વધવાના કારણે કંપનીનો નફો વધ્યો છે.

ટાટા સ્ટીલે બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) ને માહિતી આપી હતી કે એક વર્ષ અગાઉ 2019-20ના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીને 1,615.35 કરોડ રૂપિયાનું ચોખ્ખું નુકસાન થયું હતું. માર્ચ 2021 માં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક વધીને રૂ 50,249.59 કરોડ થઈ ગઈ છે જે એક વર્ષ અગાઉ 2019-20ના સમાન ક્વાર્ટરમાં રૂ 37,322.68 કરોડ હતી.

સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં ટાટા સ્ટીલનો કુલ ખર્ચ વધીને રૂ 40,052 કરોડ થયો છે, જે એક વર્ષ અગાઉ 2019-20ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ 35,432.42 કરોડ હતો. ટાટા સ્ટીલ ફરીથી મેડિકલ ઓક્સિજન સપ્લાય વધારશે જે 600 ટનથી વધીને 800 ટન કરવાની તૈયારી કરાઈ રહી છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

નોંધપાત્ર વાત એ છે કે કોરોના રોગચાળા દરમ્યાન હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખીને ટાટા સ્ટીલે કોવિડ -19 દર્દીઓની સારવાર માટે તેનો દૈનિક ઓક્સિજન સપ્લાય 600 ટનથી વધારીને 800 ટન કર્યો છે. કંપનીએ તાજેતરમાં કહ્યું હતું કે તેણે કોવિડ -19 દર્દીઓની સારવાર માટે મેડિકલ ઓક્સિજનનો પુરવઠો દરરોજ 800 ટન સુધી વધાર્યો છે.

ટાટા સ્ટીલે ટ્વિટ કર્યું હતું કે, ટાટા સ્ટીલે પ્રવાહી તબીબી ઓક્સિજનનો પુરવઠો દરરોજ 800 ટન વધાર્યો છે. કોવિડ સામે સંઘર્ષ ચાલુ છે. અમે ભારત સરકાર અને રાજ્યો સાથે મળીને કામ કરી રહ્યા છીએ જેથી માંગ પૂરી થાય અને લોકોનું જીવન બચાવી શકાય. ”

 

Next Article