TATA MOTORSનું વેચાણ ડિસેમ્બરમાં 21 ટકા વધ્યું, કંપનીએ મહિનામાં 54,430 વાહનોનું વેચાણ કર્યું

|

Jan 02, 2021 | 11:56 AM

સ્થાનિક બજારમાં ટાટા મોટર્સ (TATA MOTORS)ના વાહનોનું વેચાણ ડિસેમ્બરમાં 21 ટકા વધીને 53,430 વાહનો પર પહોંચ્યું છે. ટાટા મોટર્સે એક રેગ્યુલેટરી માહિતીમાં BSEને જણાવ્યું હતું કે ગયા વર્ષે સમાન સમયગાળામાં કંપનીએ સ્થાનિક બજારમાં 44,254 વાહનોનું વેચાણ કર્યું હતું. કંપની દ્વારા રજુ થયેલ માહિતીમાં જણાવાયું છે કે ઘરેલું પેસેન્જર વ્હિકલ (PV) નું વેચાણ ગયા મહિને 23,545 […]

TATA MOTORSનું વેચાણ ડિસેમ્બરમાં 21 ટકા વધ્યું, કંપનીએ મહિનામાં 54,430 વાહનોનું વેચાણ કર્યું

Follow us on

સ્થાનિક બજારમાં ટાટા મોટર્સ (TATA MOTORS)ના વાહનોનું વેચાણ ડિસેમ્બરમાં 21 ટકા વધીને 53,430 વાહનો પર પહોંચ્યું છે. ટાટા મોટર્સે એક રેગ્યુલેટરી માહિતીમાં BSEને જણાવ્યું હતું કે ગયા વર્ષે સમાન સમયગાળામાં કંપનીએ સ્થાનિક બજારમાં 44,254 વાહનોનું વેચાણ કર્યું હતું.

કંપની દ્વારા રજુ થયેલ માહિતીમાં જણાવાયું છે કે ઘરેલું પેસેન્જર વ્હિકલ (PV) નું વેચાણ ગયા મહિને 23,545 યુનિટ હતું જે ડિસેમ્બર 2019 માં 12,785 યુનિટ હતું. જે ગયા વર્ષ કરતા 84 ટકા વધુ વેચાણ વધુ છે.

ટાટા મોટર્સ પેસેન્જર વ્હિકલ બિઝનેસના પ્રમુખ સાલેશ ચંદ્રાએ જણાવ્યું હતું કે, વધેલી માંગ, ઉત્સવની મોસમ અને વ્યક્તિગત મુસાફરી તરફ લોકોના ધ્યાનના લીધે નાણાકીય વર્ષ 2021 ના ​​ત્રીજા ક્વાર્ટરમાં PV સેક્ટર ઝડપથી વિકાસ કરી રહ્યો છે. મણે કહ્યું કે કંપનીને તેના પેસેન્જર વ્હિકલને NEW FOREVER RANGE માટે સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તેમણે કહ્યું કે નેક્સન EVની વધતી જતી લોકપ્રિયતા સાથે, કંપનીએ ઇવી વિભાગમાં આકર્ષક સ્તરે વેચાણ હાંસલ કર્યું છે. આ વિભાગમાં, કંપનીએ નાણાકીય વર્ષ 2021 ના ​​ત્રીજા ક્વાર્ટરમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 1,253 એકમો વેચ્યા હતા અને ડિસેમ્બર 2020 માં 418 એકમોનું પ્રભાવશાળી વેચાણ કર્યું હતું.

જોકે, ટાટા મોટર્સે જણાવ્યું હતું કે ડિસેમ્બર 2020 માં તેનું કુલ વ્યાપારી વાહનનું વેચાણ લગભગ ચાર ટકા ઘટીને 32,869 એકમ થયું છે, જે એક વર્ષ અગાઉના મહિનાના 34,082 એકમ હતું. સ્થાનિક બજારમાં કોર્મશિયલ વાહનો (CV) નું વેચાણ 29885 યુનિટ થયું હતું જે ડિસેમ્બર 2019 માં 31469 યુનિટ હતું. એકમની સરખામણીએ પાંચ ટકાનો ઘટાડો દર્શાવે છે.

Next Article