Tata-Wistron Deal Update : ચીનની આફત ભારત માટે અવસર બનશે, TATA બની શકે છે iPhone ઉત્પાદક

|

Nov 30, 2022 | 1:03 PM

Tata-Wistron Deal Update: Apple સાથે TEPLની વર્તમાન વિશિષ્ટ ભાગીદારી PM નરેન્દ્ર મોદીના મેક ઇન ઈન્ડિયા પુશનો એક ભાગ છે અને તે સરકારની ઉત્પાદન-લિંક્ડ સ્કીમનો લાભ લઈ રહી છે, જે ઓગસ્ટ 2020માં શરૂ કરવામાં આવી હતી.

Tata-Wistron Deal Update : ચીનની આફત ભારત માટે અવસર બનશે, TATA બની શકે છે  iPhone ઉત્પાદક
Tata in talks to buy Wistron's India facility for up to 613 mln doller

Follow us on

Tata-Wistron Deal: ટાટા ગ્રુપ Wistron Corp કર્ણાટક સ્થિત ઉત્પાદક યુનિટ ખરીદે તેવી શક્યતા છે. આ યૂનિટમાં એપ્પલના આઇફઓન અને બાકી પ્રાર્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. આ ડિલ અંદાજે 4 થી 5 હજાર કરોડની રહે તેવી શક્યતા છે, જો આ ડિલ ફાઇનલ થશે તો આઇફોનના પ્રોડક્શ સંબંધિત સમસ્યાનું સમાધાન થઇ શકે છે.

જોકે એ વાત ઉલ્લેખનીય છે કે ટાટા ઉપરાંત વધુ બે કંપનિઓ તરફથી આને ખરીદવા માટે કોશિશ કરવામાં આવી રહી છે. તમે એ બાબત જણાવી દઇએ કે ચીનમાં હાલ લોકડાઉન હોવાથી સૌથી મોટી આઇફોન ઉત્પાદક કંપની બંધ પડી છે.

TEPL ટાટા સન્સની પૂર્ણ સ્વામિત્વ વાળી સહાયક કંપની છે. ગ્રુપના અધ્યક્ષ એન ચંદ્રશેખરને એક યુક્તિ કરી રહ્યા છે, તેઓ ચીનમાં જીયો વિરૂધ્ધ ઉઠેલા પોલિટીકલ માહોલને ટક્કર આપવા માટે આ તક ઝડપી લેવાની ફિરાકમાં છે. જે અંતર્ગત ભારત એપલ જેવી સ્માર્ટફોન કંપનીઓને ઓપ્શનલ પ્રોડક્શન સાઇટ્સ માટે આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ડિલ ટાટા જૂથને ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ (TEPL) ની ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદ કરશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

TEPL એ એપલનું કમ્પોનન્ટ વેન્ડર છે

TEPL પહેલેથી જ iPhones માટે Apple માટે એક કમ્પોનન્ટ વેન્ડર છે અને તે વૈશ્વિક સ્તરે પોતાને સ્થાપિત કરવા માટે કોરિયા અને જાપાનના અન્ય મોટા ઉત્પાદકો સાથે ડીલ કરવાની પણ યોજના બનાવી રહી છે. Apple સાથે TEPLની વર્તમાન વિશિષ્ટ ભાગીદારી PM નરેન્દ્ર મોદીના મેક ઇન ઈન્ડિયા પુશનો એક ભાગ છે અને તે સરકારની મેન્યુફેક્ચરિંગ લિંક્ડ સ્કીમનો લાભ લઈ રહી છે, જે ઓગસ્ટ 2020માં શરૂ કરવામાં આવી હતી. હવે આ સમગ્ર મામલે ટાટા ગ્રુપ તરફથી કોઈ ટિપ્પણી આવી નથી અને વિસ્ટ્રોન તરફથી પણ કોઈ નિવેદન આવ્યું નથી.

આ રીતે પણ થઇ શકે છે ડીલ

સપ્ટેમ્બરમાં આવેલા બ્લુમબર્ગના રિપોર્ટ અનુસાર ટાટા કંપની હાલ વિસ્ટોન સાથે મળીને એક ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ જોઈન્ટ વેન્ચર બનાવવાની વિચારણા કરી રહી છે. સુત્રો દ્વારા પ્રાપ્તિ માહિતી અનુસાર ગ્રુપ કર્ણાટકના કોલાર જિલ્લાના નરસાપુરા ખાતે યુનિટ ખરીદવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું હતું. ટાટા ઇલેક્ટ્રોનિક્સ સુવિધા હોસુર, તમિલનાડુમાં સ્થિત છે. ટાટાના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, જો સુવિધા ખરીદી સફળ નહીં થાય, તો તેઓ સ્વતંત્ર રીતે સંયુક્ત સાહસ માર્ગ પર આગળ વધે તેવી શક્યતા છે.

અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ડીન આ વર્ષની શરૂઆતમાં ટાટા મોટર્સના ગુજરાતમાં ફોર્ડ યુનિટના ટેકઓવરની તર્જ પર હોઈ શકે છે. જેમાં વેચાણ અને લીઝબેક માળખું સામેલ છે. ટાટા તેનું કામ કરશે, પરંતુ વિસ્ટ્રોન એપલના વૈશ્વિક વિક્રેતા ઇકોસિસ્ટમનો લાભ લેવા માટે નાનો હિસ્સો જાળવી શકે છે. અંતિમ ડીલની રૂપરેખા હવે તૈયાર કરવામાં આવી રહી છે.

સરકારી અધિકારીઓ અનુસાર

સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, તમિલનાડુ અને કર્ણાટકમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને સરળ બનાવવા માટે હાઈ-એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી સાથે ઔદ્યોગિક કોરિડોરની યોજના કરવામાં આવી રહી છે. આમાં તેમની રાજધાની ચેન્નાઈ અને બેંગલુરુ વચ્ચે મુસાફરીનો સમય 3.5-4 કલાક ઘટાડવા માટે હાઈવે અને હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેનોનો સમાવેશ થશે. ફોક્સકોન, પેગાટ્રોન અને વિસ્ટ્રોન ભારતમાં એપલના ત્રણ મોટા વિક્રેતા છે. Apple હાલમાં ભારતમાં iPhone SE, iPhone 12, iPhone 13 અને iPhone 14 (બેઝિક) મોડલનું ઉત્પાદન કરે છે. બાકિની દેશમાં વેચાતા તમામ પ્રો મોડલ આયાત કરવામાં આવે છે.

Next Article