દેશનું સૌથી મોટું હોટેલ ગ્રુપ હવે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં હોટલ બનાવવાની યોજના બનાવી રહ્યું છે. હા, હવે અયોધ્યામાં પણ ફાઈવ સ્ટાર હોટલ બનાવવામાં આવશે અને તે હોટલ તાજ ગ્રુપ બનાવશે. તાજ ગ્રુપ અયોધ્યામાં એક નહીં, પરંતુ 3 ફાઈવ સ્ટાર હોટલ બનાવશે. સીએમ યોગી અને વડાપ્રધાન મોદી અયોધ્યાને આંતરરાષ્ટ્રીય પર્યટનના હબ તરીકે વિકસાવી રહ્યા છે.
તાજેતરમાં જ તાજ ગ્રુપે આની જાહેરાત કરી છે. તાજ ગ્રુપે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં અયોધ્યામાં ફાઈવ સ્ટાર હોટલ બનાવશે. આમાં, 100 રૂમ સાથે અપસ્કેલ વિવાંતા અને 120 રૂમ સાથે લીન લક્સ જીંજર હોટેલ વર્ષ 2027 સુધીમાં ખોલવામાં આવશે.
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું કામ પણ આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થઈ જશે. જાન્યુઆરી 2024થી મંદિરના દરવાજા સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. તે જ સમયે, અયોધ્યામાં બની રહેલા ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ પણ આ વર્ષે જૂનમાં પૂર્ણ થવાની આશા છે. આ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય પર્યટનને પ્રોત્સાહન આપવા માટે અયોધ્યામાં ફાઈવ સ્ટાર હોટલ બનાવવામાં આવી રહી છે. ટાટા ગ્રુપ અયોધ્યામાં 3 ફાઈવ સ્ટાર હોટલ બનાવવા જઈ રહ્યું છે. જેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને તે વર્ષ 2027 સુધીમાં તૈયાર થઈ જશે.
મંદિરના નિર્માણ બાદ અયોધ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે. આવી સ્થિતિમાં આ હોટેલોનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટસ મુજબ IHCl એ જણાવ્યું છે કે અયોધ્યામાં વિવાંતા અને જીંજરની હોટેલો પ્રથમ બ્રાન્ડેડ હોટેલ હશે. તેનાથી અહીં આવતા લોકોને ઘણી સુવિધા મળશે. બનારસ પછી અયોધ્યા એક એવું ધાર્મિક શહેર છે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ આવે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…