Surat: સુરત મનપાએ વેચવા કાઢ્યા પાંચ પ્લોટ,એકેય ખરીદદાર ન મળ્યો, આર્થિક મંદી કારણભૂત?

|

Jun 21, 2021 | 3:54 PM

Surat : કોરોના કાળ અને તે પહેલાંથી જ શહેરના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ( Real estate sector) શરૂ થયેલ મંદીનો દોર હજુ યથાવત છે. બજારની સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે.

Surat: સુરત મનપાએ વેચવા કાઢ્યા પાંચ પ્લોટ,એકેય ખરીદદાર ન મળ્યો, આર્થિક મંદી કારણભૂત?
સુરત મહાનગર પાલિકા

Follow us on

Surat : કોરોના કાળ અને તે પહેલાંથી જ શહેરના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ( Real estate sector) શરૂ થયેલ મંદીનો દોર હજુ યથાવત છે. બજારની સ્થિતિ ગંભીર બની ગઈ છે. જેની સીધી અસર વિવિધ ઓથોરિટી દ્વારા જાહેર હરાજીથી ફાળવવા માટે મુકેલા પ્લોટ બાબતે દેખાઈ રહી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ટીપી સ્કીમોમાં પાંચ ફાઇનલ પ્લોટ જાહેર હરાજીથી ફાળવવા માટે મંગાવેલી બીડ માટેની અંતિમ તારીખ પૂર્ણ થઇ ગઇ છે. પરંતુ એક પણ પ્લોટ માટે મનપા સમક્ષ ઓફર આવી નથી.

ફાઈનલ ટીપી સ્કીમ નંબર 1, એફપી 177, ફાઇનલ ટીપી સ્કીમ નંબર 6, એફપી 70, પ્રિલીમનરી ટીપી સ્કીમ નંબર 13, એફપી 167, પ્રિલીમનરી ટીપી સ્કીમ નંબર 14, એફપી નંબર 150 અને ફાઇનલ ટીપી સ્કીમ નંબર 24 એફપી 193 હેઠળના પ્લોટ જાહેર હરાજીથી ઓનલાઇન વેચવા માટે મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

લેન્ડ ડિસ્પોઝલ કમિટી દ્વારા વિવિધ પ્લોટ માટે પ્રતિ ચોરસ મીટર માટે ઓફસેટ વેલ્યુ નક્કી કરવામાં આવી હતી.આ ઓફસેટ વેલ્યુ પ્રમાણે મનપાને મિનિમમ 372.65 કરોડ આ જગ્યાના વેચાણમાંથી મળી શકે તેમ છે. પરંતુ આ પાંચ પ્લોટ માટેના ઓનલાઈન બીડ કરવાની અંતિમ તારીખ સુધી એક પણ બીડ કોઈપણ પ્લોટ માટે મનપાને મળી નથી.

માર્કેટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મનપા કમિશનર દ્વારા પાંચ પ્લોટ ઓનલાઈન અરજી માટે આયોજન કમસે કમ દિવાળી સુધી પડતું મૂકે તેવી શક્યતા દેખાઈ રહી છે.

પ્રવર્તમાન માર્કેટની સ્થિતિમાં મોટાભાગે જમીનના બદલામાં બિલ્ડરો અને જમીન માલિકો દ્વારા જોઇન્ટ વેન્ચર અથવા 50-60 ટકા અને મિલકત તેમજ અન્ય રકમની ચુકવણી પ્રમાણે ધંધાઓ થઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં મનપા દ્વારા હાલ બીજી વખત ઓનલાઇન પ્લોટ વેચાણ માટે હરાજીનો પ્રયાસ કરવામાં આવે તેવી શક્યતા નહિવત્ લગાવવામાં આવી રહી છે.

Next Article