ભારત(India ) અને યુએઇ (UAE ) વચ્ચે સીઈપીએ ( કોમ્પેહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશીપ એગ્રીમેન્ટ ) કરવામાં આવતા સુરત (Surat ) સહિત દક્ષિણ ગુજરાતના જવેલરીના ઉધોગકારોને સૌથી વધુ રાહત થવાની છે. કારણ કે નિકાસ કરવા માટે ભારતના ઉધોગકારોએ પાંચ ટકા ડયુટી ચુકવવી પડતી હતી . તેમાંથી હવે મુક્તિ મળતા દર વર્ષે થતો પાંચ હજાર કરોડના વેપારમાં વધારો થવાની શકયતા રહેલી છે.
જીજેઈપીસી ( જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ) અને એસજીસીસીઆઈ ( ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિઝ ) દ્વારા એફટીએ ( ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ ) યુએઈ સાથે કરવા માંગણી કરાઈ હતી. યુએઈ અને ભારત વચ્ચે જાહેર થયેલા સીઈપીએથી સુરત અને દક્ષિણ ગુજરાતના હીરા , જ્વેલરી અને કાપડ ઉદ્યોગનો મોટો લાભ થવાનો છે.
ભારતમાંથી યુએઈ એક્સપોર્ટ થતી જ્વેલરી પર ત્યાંના આયાતકારએ 5 ટકા ડ્યુટી ભરવી પડતી હતી. સીઈપીએના કારણે આ ડ્યુટીનો બોજ હવે ત્યાંના ઉદ્યોગકારો પર આવશે નહીં. જેનો સીધો લાભ સુરતના ખાસ કરીને એક્સપોર્ટ જ્વેલરી તૈયાર કરતાં ઉદ્યોગકારોને થવાનો છે. ઉલ્લેખનીય છે કે , સુરતથી વાર્ષિક 5 હજાર કરોડથી વધુની જ્વેલરી દુબઈ નિકાસ થાય છે.
ભારત સરકારે યુએઈ સાથે કરેલા કરારથી સૌથી મોટો લાભ સુરતના 350 થી વધુ જ્વેલરી ઉદ્યોગકારોને થનારો છે. ત્યાંના આયાતકારોને લાગતી 5 ટકા ડ્યુટીમાં મોટી રાહત મળનારી છે. જેના કારણે સુરતથી યુએઈ જતી જ્વેલરીઓનું પ્રમાણ વધે ઉપરાંત , યુએઈ થકી વૈશ્વિક માર્કેટમાં સ્થાન બનાવવાની પણ તક મળશે.
ભારતથી યુએઈ જે જ્વેલરીઓ નિકાસ થાય છે , તેમાં સુરતનો ભાગ સીધો જ 26 ટકાનો છે. જેના કારણે ₹ મોટા પ્રમાણમાં સુરતથી ઓર્ડર પૂરા પાડવામાં આવી રહ્યા છે. કરારના કારણે ડ્યુટી દૂર તો થઈ છે ઉપરાંત મર્યાદા કરતાં વધુ સોનું આયાત કરવા પર અમુક ટકા અમુક ડ્યુટીમાં રાહત પણ મળી છે . જો કે , તે અંગે હજુ સ્પષ્ટતાં આવી નથી.
સીઈપીએના કારણે એમએમએફ ટેક્સટાઈલનો એક્સપોર્ટ ભારતથી યુએઈ 650 મિલિયન થવાની સંભાવના છે. હમણાં પણ સુરતમાં તૈયાર થતાં એમએમએફ કાપડની યુએઈમાં મોટી માંગ છે. ટેકનિકલ ટેક્સટાઈલ , હોમ ફર્નિશિંગ સહિત બુરખાના કપડાનું મોટું બજાર છે. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગને મોટી તક મળશે . ઉપરાંત , યુએઈમાં 12-13 માર્ચે ચેમ્બર આયોજિત એક્સ્પો થનારો છે તેને પણ બુસ્ટ મળશે.
આ પણ વાંચો :