Surat Industries: ડાયમંડ અને ટેકસટાઇલ ઉધોગમાં વેપારનાં સમય માટે બેવડા ધારાધોરણ, સીએમને કરાઈ રજુઆત

|

May 27, 2021 | 2:51 PM

Surat Industries: આંશિક અનલોકમાં(Unlock) ગુજરાત સરકારે નાના મોટા તમામ વેપાર ધંધાઓને બપોરે 3 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપતા જનજીવન ફરી પાટે ચડતું દેખાઈ રહ્યું છે.

Surat Industries: ડાયમંડ અને ટેકસટાઇલ ઉધોગમાં વેપારનાં સમય માટે બેવડા ધારાધોરણ, સીએમને કરાઈ રજુઆત
Surat Industries: Double standard for trading hours in diamond and textile industries, submitted to CM

Follow us on

Surat Industries: આંશિક અનલોકમાં(Unlock) ગુજરાત સરકારે નાના મોટા તમામ વેપાર ધંધાઓને બપોરે 3 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપતા જનજીવન ફરી પાટે ચડતું દેખાઈ રહ્યું છે. પરંતુ સુરતના બે પાયાના ઉધોગ ડાયમંડ ઉધોગ(Diamond Industry) અને ટેકસટાઇલ ઉધોગને(Textile Industry) શરૂ કરવા માટે બે ધારાધોરણો દેખાઈ આવે છે.

સુરતમાં ટેકસટાઇલ ઉધોગ બપોરે 3 વાગ્યે બંધ કરી દેવામાં આવે છે. જ્યારે ડાયમંડ ઉધોગો રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહે છે. ત્યારે વ્યાપારી પ્રગતિ સંઘ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને(CM) પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

આવેદનપત્રમાં હીરાના કારખાનાની જેમ ટેક્સટાઇલ માર્કેટને પણ રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રાખવા માટે રજૂઆત કરવામાં આવી છે. સુરત ટેક્સટાઇલનો વેપાર પુરા વિશ્વમાં થાય છે. સુરત થી અનેક દેશોમાં કાપડનું એક્સપોર્ટ(Export) થાય છે. દેશમાં જેટલું કાપડ બને છે તેમાંથી 70% કાપડ સુરત બને છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સુરત ગુજરાત આર્થિક રાજધાની છે. સુરતના કાપડ માર્કેટમાં 15 લાખ કર્મચારીઓ રોજગારી મેળવે છે. જેથી સુરતના કાપડ માર્કેટ ને ડાયમંડ માર્કેટની જેમ રાતે આઠ વાગ્યા સુધી ચાલુ રાખવાની પરવાનગી માંગવામાં આવી છે.

વેપારી પ્રગતિ સંઘના પ્રમુખ સંજય જગનાની જણાવે છે કે હાલ કાપડ માર્કેટમાં નિરાશાનો માહોલ છે. જો સમય વધારવામાં નહિ આવે તો કાપડ વેપારીઓ અને મોટું નુકસાન થવાની શક્યતા છે. અને એટલા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરીને ટેક્સટાઇલ માર્કેટનો સમય વધારવા માંગણી કરવામાં આવી છે

Published On - 2:49 pm, Thu, 27 May 21

Next Article